________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૭ ઉત્તર-૪૧૭ – ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન લબ્ધિસંપન્ન છતાં ૧૪ પૂર્વધર જાણતો હોવા છતાં અભિલાપ્ય એવા તે શ્રુતજ્ઞાન વિશેષ અનંત હોવાથી બધાય કહી શકતો નથી. કારણ કે આયુષ્ય પરિમિત છે અને વાણી ક્રમવર્તી છે. એટલે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની એવા ગણધરો પણ બોલે તો ય કાળ પૂરો થતાં બોલી શકતા નથી. અર્થાત્ કાળ ઓછો પડે જ્યારે ઉત્કૃષ્ટ શ્રતધર પણ બધા શ્રુતભેદો કહી શકતો નથી તો અમારા જેવાની તો વાત જ શું કરવી ?
શ્રુતજ્ઞાન અને મિથ્યાશ્રુત-શ્વેતાજ્ઞાનમાં ૧૪ પ્રકારનો નિક્ષેપ : (૧) અક્ષર દ્વાર :- ક્ષર-સંચલન ન ક્ષતિ-ર રત્નતિ અનુપયોગમાં પણ જે ચાલે નહિ તે અક્ષર. તે ચેતનાભાવ જીવનો જ્ઞાન પરિણામ છે. આ મત નૈગમાદિ અવિશુદ્ધનયોનો છે. ઋજુસૂત્રાદિ શુદ્ધ નયો તો જ્ઞાન ક્ષર જ છે અક્ષર નથી. એમ જ માને છે કેમકે શુદ્ધ નયો ઉપયોગ હોય તો જ જ્ઞાન માને છે, અનુપયોગમાં માનતા નથી, નહિતો ઘટાદિમાં પણ જ્ઞાનત્વની આપત્તિ આવશે. અથવા તે શુદ્ધ નયોના મતે સર્વે મૃદાદિપર્યાયવાળા ઘટાદિ ભાવો ઉત્પાદ-વિનશ્વર છે. નહિ કે કેટલાક નિત્ય હોવાથી અક્ષર. એટલે જ્ઞાન પણ ઉત્પત્તિ-વિના થનારું હોવાથી ક્ષર જ છે. અશુદ્ધ નયોનાં તો સર્વભાવો અવસ્થિત હોવાથી જ્ઞાન પણ અક્ષર છે.
હવે અર્થોની અક્ષર-અનક્ષરતા નવિભાગથી બતાવે છે – અક્ષરદ્યુત – દ્રવ્યાસ્તિક નય - ઘટ-આકાશાદિ સર્વે અભિલાપ્ય અર્થો પણ નિત્ય હોવાથી અક્ષર છે. પર્યાયાસ્તિક નય - અર્થે અનિત્ય હોવાથી ક્ષર છે.
પ્રશ્ન-૪૧૮ – જો ક્ષતિ અક્ષર કહો તો બધા જ્ઞાનનું સ્વરૂપ અવિચલ હોવાથી પાંચેય જ્ઞાનો અવિશુદ્ધનયોના મતે અક્ષર જ છે. કારણ કે સૂત્રમાં પણ સામાન્યથી જ કહ્યું છે જેમકે – “વ્યનવાઈ પિ ર ા વરસ મuતમારે નિવૃથાડિયો' અર્થાત્ સર્વજીવોને અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે. ત્યાં અક્ષર શબ્દથી સામાન્યથી જ જ્ઞાન અભિપ્રેત છે શ્રુતજ્ઞાન જ નહિ. અને બીજું, બધાય ભાવો અવિશુદ્ધ નયાભિપ્રાયથી અક્ષરો જ છે તો અહીં શ્રુતજ્ઞાનમાં શું પ્રતિવિશેષ છે કે જેથી અક્ષરદ્યુત-અનક્ષરગ્રુત કહો છો?
ઉત્તર-૪૧૮ – જો કે અવિશુદ્ધનયના મતે બધું જ્ઞાન અક્ષર છે. તથા સર્વે ભાવો અક્ષર છે, તો પણ રૂઢિ હોવાથી વર્ણ જ અહીં અક્ષર કહેવાય છે. નહિ તો જેમ તું કહે છે અશુદ્ધનય મતથી બધી જ વસ્તુ સ્વભાવથી ફરતી જ નથી, જેમકે – એંતિ રૂતિ : પર્ફે
પંગ વગેરે અવિશિષ્ટ અર્થ બતાવનારા શબ્દો પણ રૂઢિવશ વિશેષ અર્થ જ જણાવે