________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૭૯ પ્રશ્ન-૩૮૬ – કેટલાક કહે છે-પ્રથમ સમયે ઉપરની દિશામાં દંડ બનાવે છે, બીજા સમયે ત્યાં મંથન, ફરી નીચેની દિશામાં દંડ, ત્રીજા સમયે ઉપર અંતરાલપૂરણ અને નીચે મંથન, ચોથા સમયે તો ત્યાં પણ અંતરાલપૂરણથી આખો લોક ભાષાદ્રવ્યોથી પૂરે છે.
ઉત્તર-૩૮૬ – એ પણ આગમ ક્ષમ નથી, આગમમાં ક્યાંય પણ એવું સાંભળ્યું નથી અને યુક્તિમપણ નથી. પ્રશ્ન-૩૮૭ – અહીં કઈ યુક્તિ છે?
ઉત્તર-૩૮૭ – અનુશ્રેણીગમન સ્વભાવવાળા પુદ્ગલોનું એક દિશાથી ગમન થાય છે, અન્ય દિશાથી થતું નથી.
પ્રશ્ન-૩૮૮ – અમે વક્તાના મુખ-તાલ આદિ પ્રયત્ન પ્રેરણા ને અહીં યુક્તિમાનશું તો?
ઉત્તર-૩૮૮ – એમ ન થાય કારણ કે વક્તા ક્યારેક વિશ્રેણી અભિમુખ રહેલો તદભિમુખ રહેલા ભાષાપુગલોને પ્રેરે તેથી વિદિશામાં પણ તેમનો ગમનપ્રસંગ થાય, બીજું કે એમ થવાથી પટણાદિ શબ્દપુદ્ગલોનો ચતુ સમયનો નિયમ જ ન થાય. કારણ તેમાં વક્તાના પ્રયત્નનો અભાવ છે. તેથી યુક્તિથી આગમવિરુદ્ધ હોવાથી એ ઉપેક્ષણીય જ છે.
તત્ત્વથી અને ભેદથી સપ્રસંગ મતિનું નિરૂપણ થયું - પર્યાયથી નિરૂપણ - ઈહા – સત એવા અન્વય-વ્યવતિરેકી અર્થોની પર્યાલોચના-વિચારણા-ઈહનમ્ અપોહ – નિશ્ચય-અપોહનમ્ વિમર્શ – વિમર્શન-અપાય પહેલાં અને ઈહા પછી પ્રાય: ઈશ: ડૂચનાવિયઃ પુરુષ રૂદ પટને, એવો નિર્ણય.
માર્ગણા – અન્વયધર્મની અન્વેષણા ગવેષણા – વ્યતિરેક ધર્મની વિચારણા.. સંજ્ઞા – અવગ્રહ પછી થનારી વિશેષમતિ. સ્મૃતિ – સ્મરણ પૂર્વે અનુભવેલા અર્થોનું આલંબન પ્રત્યય. મતિ – મનન, ક્યારેક અર્થ પરિછિત્તમાં પણ સૂક્ષ્મધર્મ આલોચનારૂપ બુદ્ધિ