________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
કેવલી સમુદ્દાત છે એ જીવસંબંધી વ્યાપાર છે તેથી લોકવ્યાપ્તિને અપેક્ષીને એ ચાર સમયવાળો થાય છે.
૧૭૮
પ્રશ્ન-૩૮૧ જો તે જીવયોગ છે તો પણ તે ચાર સમયવાળો કઈ રીતે ?
-
ઉત્તર-૩૮૧ – તે જીવવ્યાપાર લક્ષણ કેવલીસમુદ્દાતમાં બીજા સમયે મંથનના અભાવમાં હેતુ થાય છે.
પ્રશ્ન-૩૮૨ – કયો હેતુ થાય ?
ઉત્તર-૩૮૨ – ત્યાં એમ કહી શકાય કે કેવલજ્ઞાનરૂપ ઇચ્છાવશ ગુણ-દોષ વિચારીને કેવલી બીજા સમયે મંથન કરતો નથી. તે ભવોપગ્રાહીકર્મવશ કે સ્વભાવથી જ ત્યારે તે કરતો નથી. તેથી બીજા સમયે કપાટ જ કરે છે, ત્રીજા સમયે મંથન, ચોથામાં અંતરાલપૂરણ એ રીતે જૈન સમુાતમાં ચાર સમયપણું ઘટે છે.
પ્રશ્ન-૩૮૩ - ભાષાપુદ્ગલો તો અનુશ્રેણીગમન કરે છે. પરાઘાતસ્વભાવ લોકવ્યાપ્તિમાં હેતુ છે અને ત્યાં પ્રથમ સમયે ઉપર-નીચે દંડ કરતે છતે બીજા સમયે ચારે દિશાઓમાં અનુશ્રેણીમગન સંભવે જ છે, તો તે મંથન કેમ ન બનાવે ?
ઉત્તર-૩૮૩ – ઉર્ધ્વ-અધોગતદંડથી દ્રવ્યોનો પારાઘાત સિદ્ધ જ છે, સ્વભાવથી તો તે સર્વત્ર સુલભ જ છે, એટલે બીજા સમયે મંથાનભાવ અશક્ય પ્રતિષેધ જ છે, તેથી ત્રીજા સમયે અંત૨૨ાલ પૂરવાથી સમસ્તલોકની પરિપૂર્તિથી અહીં ત્રિસમયતા જ છે નહિ કે ચતુઃસમયતા.
પ્રશ્ન-૩૮૪
જો એમ હોય તો અચિત્તમહાધમાં જીવયોગ્યત્વાભાવે પણ બીજા સમયે કપાટમાત્રનો જ સદ્ભાવ હોવા છતાં પ્રજ્ઞાપનાદિમાં ચતુઃસમયતા શા માટે કહી છે ?
-
ઉત્તર-૩૮૪ – અચિત્ત મહાકંધ પણ ફક્ત વિશ્રસાપરિણામથી થાય છે, જીવપ્રયોગથી થતો નથી વિશ્રસા પરિણામ વિચિત્ર હોવાથી પર્યનુયોગને યોગ્ય છે, બીજું ત્યાં પરાઘાત છે-વિવિધ દ્રવ્યોના આત્મ પરિણામને એ ઉત્પન્ન કરે છે. પરંતુ તે નિજપુદગ્લોથી જ લોકને પૂરે છે તેથી એ ચાર સમયનો છે.
પ્રશ્ન-૩૮૫ – જો ત્યાં પણ પરાઘાત હોય તે તે પણ ત્રિઃસમયક થાય ને ?
ઉત્તર-૩૮૫ – એમ નથી, તે સિદ્ધાંતમાં ચાર સમયનો કહ્યો છે તેથી ત્યાં પરાઘાત નથી અહીં છે એથી વિસમતા છે.