________________
૧૭૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પહોળાઈથી ચાર આંગળ માપના જ હોય છે અને ચાર આંગળો લોકાસંખ્ય ભાગવર્તી જ છે. એટલે ત્રિસમય વ્યાપ્તિમાં પ્રથમ-દ્વિતીયસમયોનો લોકસંખ્યભાગમાં ભાષાનો અસંખ્યભાગ સિદ્ધ થયો. ચાર સમયવ્યાપ્તિ-પ્રથમ સમયે લોકમધ્યમાત્રમાં જ પ્રવેશે, બીજા સમયે વક્ષ્યમાણગતિથી દંડોનો જ સદ્ભાવ છે. અને પાંચસમયવ્યાપ્તિ પક્ષમાં-પ્રથમ સમયે ભાષાદ્રવ્યોનું વિદિશામાંથી દિશામાં ગમન. બીજા સમયે લોકમધ્યમાત્રમાં જ પ્રવેશ. એટલે આ ત્રણે વ્યાપ્તિમાં પ્રથમ-દ્વિતીય સમયનો લોકના અસંખ્ય ભાગમાં ભાષાનો અસંખ્યભાગ જ હોય છે. ક્યાંક લોકના સંખ્યભાગે ભાષાની સંખ્યભાગ, ક્યાંક સમસ્તલોકવ્યાપ્તિ. જેમકે ત્રિસમયવ્યાપ્તિમાં ત્રીજા સમયે ભાષાની સમસ્તલોક વ્યાપ્તિ, ચાર સમય વ્યાપ્તિમાં ત્રીજા સમયે લોકના સંખ્યય ભાગે ભાષાનો સંખ્યાત ભાગ છે.
પ્રશ્ન-૩૭૬ - તે કઈ રીતે?
ઉત્તર-૩૭૬ - સ્વયંભૂરમણના પશ્ચિમતટના લોકાંતે અથવા ત્રસનાડી બહાર પશ્ચિમદિશામાં રહીને બોલતા ભાષકનો ભાષાના વ્યાપનો દંડ પ્રથમ સમયે ચાર આંગળાદિ પહોળો એક રાજ લાંબો તીરછો જઈને સ્વયંભૂરમણના પૂર્વતટના લોકોને લાગે છે. પછી બીજા સમયે તે દંડમાંથી ઉપર નીચે ૧૪ રાજ ઉંચો પૂર્વ-પશ્ચિમથી તીર્થો ૧ રાજ પહોળો પરાઘાત વાસિત દ્રવ્યોનો દંડ નિકળે છે, લોકમધ્યમાં દક્ષિણથી અને ઉત્તરથી પરાઘાતવાસિત દ્રવ્યોનો જ ચાર આંગળાદિ જાડો ૧ રાજ વિસ્તારવાળો બીજો દંડ નીકળીને સ્વયંભૂરમણના દક્ષિણ-ઉત્તરના લોકાન્ત લાગે છે, એ રીતે ચાર આંગળાદિ જાડો ચારે બાજુથી ૧ રાજ પહોળો લોકમધ્યમાં ગોળ છત્રી જેવો સિદ્ધ થાય છે. ત્રીજા સમયે તો ઉપર-નીચે રહેલા દંડમાંથી ચારેદિશામાં ફેલાયેલો પારાવાતવાસિત દ્રવ્યસમૂહવાળો મથાન સાધે છે. લોકમધ્યમાં રહેલ સર્વત ૧ રાજ પહોળો છત્રીથી ઉપર-નીચે ફેલાયેલો ફરી તે જ આખી ત્રસનાડીને પૂરે છે. એ રીતે આખી ય ત્રસનાડી ઉપર-નીચે રહેલા દંડ-મથી ભાવથી અને તેનાથી અધિક લોકની પૂરેલી થાય છે, એટલું ક્ષેત્ર તેની સંખ્યાતતમ ભાગ છે. તેમ છતે ચારસમયવ્યાપ્તિના ત્રીજા સમયે લોકના સંખ્યાતતમ ભાગમાં ભાષાનો પણ સંખ્યાતતમ ભાગ છે.
પ્રશ્ન-૩૭૭ – તે કઈ રીતે?
ઉત્તર-૩૭૭ – તેમાં તે દંડસમય હોવાથી અને ત્યાં અસંખ્ય ભાગવર્તી પહેલાં જ ભાવિત છે. ચોથા સમયે ચાર સમયવ્યાપ્તિમાં મળ્યાન્તર પૂરણથી સમસ્ત લોકવ્યાપ્તિ છે. આમાં તો ચોથા સમયે લોકના સંખ્યભાગમાં ભાષાનો સંખ્યભાગ છે. તેમાં તે મન્થસમય હોવાથી અને ત્યાં સંખ્યય ભાગવર્તી પહેલાં જ ભાવિત છે. પાંચમા સમયે તો આ વ્યાપ્તિમાં મળ્યાન્તરાલ પૂરણથી સમસ્તલોક વ્યાપ્તિ છે.