________________
૧૭૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૩૭) – જો એમ હોય તો તે કેટલા સમયે ભાષાદ્રવ્યથી વ્યાપ્ત થાય છે? અને તે લોકના કેટલા ભાગમાં ભાષાદ્રવ્યોનો કેટલો ભાગ હોય છે?
ઉત્તર-૩૭૦ – ૪ સમયે કોઈના સંબંધી ભાષાથી નિરંતર પૂર્ણ થાય છે. લોકના પર્યન્ત રહેલા અસંખ્યભાગમાં સમસ્તલોક વ્યાપિની એવી ભાષાનો પણ ચરમાન્ત અસંખ્ય ભાગ હોય છે.
પ્રશ્ન-૩૭૧ – શું બધાની ભાષા લોકમાં વ્યાપે છે?
ઉત્તર-૩૭૧ – ના, કોઈ દમનો રોગી મન્દપ્રયત્નવાળો વક્તા સર્વભાષાદ્રવ્યોને પ્રથમ અખંડ મૂકે છે, અને અન્ય નીરોગતાદિગુણવાળો તીવ્રપ્રયત્નવાળો તેમને આદાન-નિસર્ગથી ભેદીને ટુકડા કરીને સૂક્ષ્મ ટુકડા કરીને છોડે છે. એકેક ભાષાદ્રવ્ય સ્કન્ધના આધારભૂત અસંખ્યપ્રદેશાત્મક વિભાગરૂપ અવગાહનાઓની-અનંતભાષા દ્રવ્યસ્કન્ધાશ્રયભૂત ક્ષેત્ર વિશેષરૂપવાળી હોય છે તેમની વર્ગણાઓ અસંખ્ય યોજન જઈને તે પછી મન્દપ્રયત્નવાળા વક્તાએ મૂકેલા અભિન્નભાષા દ્રવ્યોને ટૂકડા કરે છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે – નાકું મિત્ર निसरइ, ताई असंखेज्जाओ ओगाहणाओ गत्ता भेयमावज्जंति, संखिज्जाइं जोयणाई ત્તિ વિદ્ધસમીછિતિ અને સંખ્યય યોજન જઈને ધ્વંસ થાય છે, મહાપ્રયત્નવાળો વક્તા જેને પ્રથમથી જ ભેદાયેલા છોડે છે. તે સૂક્ષ્મ હોવાથી અને ઘણા હોવાથી અનંતગુણવૃદ્ધિથી વધતા છ એ દિશાઓમાં લોકને પૂરે છે. શેષ તો તેના પરાઘાતવાસના વિશેષથી વાસિત થયેલી ભાષાથી-ઉત્પન્ન થયેલું ભાષા પરિણામદ્રવ્ય સમૂહરુપ દ્રવ્ય સર્વલોકને નિરંતર પૂરે છે વસ્થાપન વિધિઃ સમઃ કહ્યું છે – નાકું મિત્રાડં નિસર તારું મuતyપરિવટ્ટી परिवड्डमाणाई लोयंतं फुसंति ।
“વર્દિ સમર્હિ નો રૂારિ”
લોકમાં વચ્ચે રહેલા મહાપ્રયત્નવાળા ભાષકે મૂકેલા ભાષાદ્રવ્યો પ્રથમ સમયે જ છએ. દિશાઓમાં લોકને પૂરે છે. કારણ કે જીવ-સૂક્ષ્મ પુદ્ગલો અનુશ્રેણીગમન કરે છે. પછી બીજા સમયે તે જ છ દંડો ચારે દિશામાં એકેક અનુશ્રેણીથી વાસિતદ્રવ્યો દ્વારા પ્રસરતા ૬ મંથાન થાય છે. ત્રીજા સમયે મન્થાનાન્તરો પૂરાતા લોક પૂરાયેલો થાય છે. સ્વયંભૂરમણના પર તટે રહેલા લોકાન્તની નજીક જઈને બોલતા ભાષકની અથવા ત્રસનાડીની બહાર ચારે દિશામાંથી કોઈ દિશામાં તે ભાષકનો ચાર સમયે આખોય લોક પૂરાય છે.
પ્રશ્ન-૩૭૨ – કઈ રીતે ?