________________
૧૭૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૬૪ – સાચી વાત છે. પરંતુ નિસર્ગનું કાલ માન ન કહ્યું, એવું મંદબુદ્ધિ માની લે, એટલે તેના ઉપકાર માટે અહીં મોક્ષ-ભાષાને અલગ લીધા છે.
ગ્રહણ-મોક્ષ-ભાષા એ ત્રણે તથા ગ્રહણ-નિસર્ગ ઉભય અને સર્વે પણ ઉત્કૃષ્ટથી પ્રત્યેક અંતમુહૂતકાળ હોય છે. તે પછી યોગાન્તરમાં જાય અથવા મરી જાય એમનો અંતમુહૂતનો પ્રયત્નભેદથી ભેદ થાય છે. મહાપ્રયત્નવાળાને તે જ અંતમુહૂત નાનું થાય છે અને અલ્પપ્રયત્નવાળાને મોટું થાય છે.
પ્રશ્ન-૩૬૫ – નિરંતર ગ્રહણ-નિસર્ગને માનવામાં બીજા સમયથી માંડીને ઉપાંત્યસમય સુધી ગ્રહણ નિસર્ગનો પ્રયત્ન પ્રતિસમય યુગપતુ આવી પડે છે એ બંને પરસ્પર વિરોધિ એક સમયે કઈ રીતે ઘટે? ન જ ઘટે?
ઉત્તર-૩૬૫ – પહેલાં તો અહીં ગ્રહણ-નિસર્ગનો વિરોધ જ અસિદ્ધ છે. કારણ કે જ્યારે તે દ્રવ્યોનું ગ્રહણ છે તેમનું જ તે જ સમયે નિસર્ગ માનો ત્યારે વિરોધ થાય, પણ એવું તો છે નહિ. પૂર્વના સમયે ગ્રહણ કરેલાનો જ આગળના સમયે નિસર્ગ છે અને ત્યાં અપૂર્વનું જ ગ્રહણ છે.
પ્રશ્ન-૩૯૬ – અવિરોધિ પણ એકસાથે એક સમયે બે ઉપયોગની જેમ બે ક્રિયા માનતા નથી ત્યાં કહે છે એક સમયે બે ઉપયોગ ન થાય એ ઘટે છે નવં તો નલ્થિ ૩વો એ વચનથી તે બંનેનો એક સાથે હોવાનો આગમમાં નિષેધ છે.
ઉત્તર-૩૬૬ – ઘણી ક્રિયાઓનાં ૧ સમયે શું દોષ છે ? કોઈ નહિ આગમમાં પણ મંયસુN Tiતો વટ્ટ તિવિહે પિ જ્ઞામિ એ વચનથી વાચા-મન-કાયક્રિયાઓની એક સમયે પ્રવૃત્તિ માનેલી જ છે. તથા આંગળી વગેરેની સંયોગ-વિભાગક્રિયા, સંઘાતપરિસાટક્રિયા, ઉત્પાદ-વ્યવક્રિયાના એક સમયે અનેકસ્થાનોમાં અનુજ્ઞા કરેલી જ છે. એટલે શું દોષ છે? તથા ડાબા હાથે ઘંટડી વગાડે છે, જમણા હાથે ધૂપ ઉવેખે છે, દૃષ્ટિથી તીર્થકર પ્રતિમાદિનું મુખ દેખે છે. મુખથી શ્લોક બોલે છે એ રીતે ઘણી ક્રિયાઓની યુગપત પ્રવૃત્તિ પ્રત્યક્ષથી પણ દેખાય છે.
કાયિકથી ગ્રહણ કરે છે એમ કહ્યું ત્યાં જોકે ઔદારિકાદિ પાંચ ભેદથી કાયા પાંચ પ્રકારની છે તેમાંથી ત્રણ પ્રકારના શરીરમાં જીવપ્રદેશો હોય છે. તે જીવના પોતાના હોય છે. ભેદકરનારા નહિ. એનાથી નિપ્રદેશાત્મવાદનું નિરાકરણ કહે છે-પગના તળિયે રહેલા જીવપ્રદેશોને માથાના જીવપ્રદેશો સાથે ભેદ છે કે અભેદ ? જો ભેદ માનો તો જીવ સંપ્રદેશ કેમ નહિ ? જો અભેદમાનો તો બધા ય શરીરના અવયવો એક થઈ જશે ? અભિન્ન