________________
૧૭૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ છે કારણ કે શ્રુતમાં કહ્યું છે મધુસમયવિરદિગં નિરંતર નિષ્ફફ તે આ રીતે આ સૂત્ર પ્રતિસમય ગ્રહણનું પ્રતિપાદક હોવાથી પ્રતિસમય નિસર્ગનું પણ પ્રતિપાદન માનવું કારણ કે ગ્રહણના બીજા સમયે અવશ્ય નિસર્ગ થાય છે.
પ્રશ્ન-૩૫૮ – જેમ સ્વપક્ષસમર્થક સૂત્ર તમે બતાવ્યું તેમ શ્રુતમાં જ અમારાપક્ષનું સમર્થક સૂત્ર પણ કહેલું જ છે પ્રજ્ઞાપનાસૂત્રમાં સંતરં નિરિ, નો નિરંતર નિરિ, અi સમયે શિફ, અને સમયેof નિતિ ઈત્યાદિ આ સૂત્રથી નિસર્ગ આંતર કહ્યો હોવાથી હું કહું છું તે બરાબર જ છે ને?
ઉત્તર-૩૫૮ – ગ્રહણ અનુસમય અનન્તરિત-અવ્યવહિત પૂર્વના સૂત્રથી કહ્યું છે તે આપને પણ પ્રતીત છે એ પ્રમાણે નિસર્ગ પણ નિરંતર યુક્ત છે કારણ કે ગ્રહણ કરેલાનુ અનંતર સમયે અવશ્ય નિસર્ગ થાય છે.
પ્રશ્ન-૩૫૯- હું પણ જાણું છું કે સૂત્રમાં ગ્રહણ નિરંતર કહ્યાં છે પણ જે ત્યાં જ નિસર્ગ છે તે સાંતર કહ્યો છે તે કઈ રીતે કહ્યો છે? તે આપ પણ જણાવો.
ઉત્તર-૩૫૯ - સાચી વાત છે. પરંતુ અહીં વિષય-વિભાગ જાણવો. એ નિસર્ગ ગ્રહણાપેક્ષાએ ભાષાદ્રવ્યોપદાન અપેક્ષાથી સાંતર કહ્યો છે.
પ્રશ્ન-૩૬૦ – સમયની અપેક્ષાએ ગ્રહણની જેમ તેની નિરંતર પ્રવૃત્તિ છે તો ગ્રહણાપેક્ષાએ સાંતરત્વ કઈ રીતે?
ઉત્તર-૩૬૦ – કારણ કે, જે પ્રથમાદિસમયે જે ભાષાદ્રવ્યો ગ્રહણ કર્યા, તે તે જ ગ્રહણ સમયે નિરંતરતાથી છોડતો નથી, પરંતુ ગ્રહણ સમયના પછીના સમયે છોડે છે. જેમ, પ્રથમસમયે ગ્રહણ કરેલાનો તે જ સમયે નિસર્ગ નથી પરંતુ બીજા સમયે છે. એમ, બીજા સમયે ગ્રહણ કરેલાનો ત્રીજા સમયે, ત્રીજા સમયે ગ્રહણ કરેલાનો ચોથા સમયે નિસર્ગ છે. એમ સર્વસમયોમાં ભાવના કરવી. ન ગ્રહણ કરેલાનો નિસર્ગ ન હોવાથી ગ્રહણાપેક્ષાએ નિસર્ગ સાંતર જ છે અને સમયાપેક્ષાએ નિરંતર જ છે બીજા વગેરે સમયોમાં તેનો નિરંતર ભાવ હોવાથી.
પ્રશ્ન-૩૬૧ – જો એમ હોય તો ગ્રહણ પણ નિસર્ગની અપેક્ષાએ સાંતર જ થાય?
ઉત્તર-૩૬૧ - ના, ગ્રહણ સ્વતંત્ર છે, અને નિસર્ગ તો ગ્રહણને પરતંત્ર છે. ન ગ્રહણ કરેલાનો ક્યારેય નિસર્ગ નથી એવો નિયમ છે. તે કારણે પ્રજ્ઞાપનામાં નિસર્જન સાંતર કહ્યું છે. તે પણ ગ્રહણ કર્યા પછી ન છોડેલાનું ગ્રહણ ન થાય એવો નિયમ તો નથી, પ્રથમ