________________
૧૮૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રજ્ઞા – વિશિષ્ટ ક્ષયોપશમજન્યા ઘણી વસ્તુમાં રહેલ યથાવસ્થિત ધર્મ આલોચનારૂપ મંતિ.
આ બધા મતિજ્ઞાનના જ પર્યાયો છે એમાનાં કેટલાક વચનપર્યાયો-કેટલાક અર્થ પર્યાયો છે. જે શબ્દો સર્વવસ્તુનું સંપૂર્ણ પ્રતિપાદન કરે છે તે વચનરૂપ વસ્તુના પર્યાયો વચનપર્યાયો કહેવાય છે જે તેના એકદેશને કહે છે તે અર્થ-એકદેશ પ્રતિપાદક પર્યાયો અર્થપર્યાયો કહેવાય છે.
મતિ-પ્રજ્ઞા-આભિનિબોધક-બુદ્ધિ વગેરે ચાર શબ્દો વચન પર્યાયો છે. અવગ્રહ-ઇટાદિ સંજ્ઞાવિશેષ છે તે બધા અર્થપર્યાયો છે. અથવા
સર્વવસ્તુના અભિલાપવાચક શબ્દો વચનરૂપ પ્રાપ્ત થયેલા વચનપર્યાયો અને જે તેમનાં જ અભિધેય અર્થના આત્મભૂત ભેદો જેમકે સોનાના કટક-કેયૂરાદિ તે બધા અર્થપર્યાયો છે.
પ્રશ્ન-૩૮૯ – સર્વ અભિનિબોધિક જ્ઞાન અવગ્રહ-ઇહાદિવચનથી એકદેશ સંગ્રહ કરાય નહિ તો અવગ્રહાદિ સર્વ શબ્દો એકરૂપ થઈ જાય છે, એકાભિધેય હોવાથી, બહુપુરુષોચ્ચારિત ઘટાદિ એકશબ્દવતું?
ઉત્તર-૩૮૯ – અવગ્રહશબ્દ અવગ્રહરૂપ અર્થથી સર્વ આભિનિબોધિકને સંગ્રહે છે. ઈહા શબ્દચેષ્ટાલક્ષણથી, અપાય-અવગમનલક્ષણથી અને ધારણા-ધરણાલક્ષણથી ગ્રહણ કરે છે. તેથી આ અવગ્રહાદિલક્ષણ અર્થવિશેષમાત્રને અપેક્ષીને અવગ્રહાદિ શબ્દો ભિન્ન છે. વાસ્તવિક તો બધું આભિનિબોધિક જ્ઞાન જ કહેવાય છે.
પ્રશ્ન-૩૯૦ – જો સર્વ આભિનિબોધિક જ્ઞાનને અવગ્રહાદિવચનથી ગ્રહણ કરાય તો તેના અવગ્રહ-ઇહા-અપાય-ધારણા સર્વ ભેદોનું સંકર થઈ જાય છે. કહેવાનારી યુક્તિથીવ્યુત્પત્તિથી એ બધા પ્રત્યેક અવગ્રહાદિ રૂપ હોવાથી?
ઉત્તર-૩૯૦– જો કે અર્થાવગ્રહણ-ઇન-અપાયન-ધારણામાત્ર સામાન્ય પ્રત્યેક સર્વમાં પણ હોવાથી એકેક પણ અવગ્રહાદિઓ અવગ્રહાદિ શબ્દથી કહેવાય છે તો પણ અર્થવિશેષાશ્રયીને તે ભિન્ન જ છે. જેમકે યથાભૂત અવગ્રહમાં સામાન્ય માત્ર અર્થનું અવગ્રહણ છે તેવું ઈહામાં નથી પરંતુ વિશિષ્ટ છે. અપાય અને ધારણામાં વિશિષ્ટતર અને વિશિષ્ટતમ છે. ઈહામાં જેવા પ્રકારની મતિચેષ્ટા છે તેવી અન્યત્ર નથી પણ વિશિષ્ટ-વિશિષ્ટતર અપાય-ધારણામાં છે અને અવિશિષ્ટતર અવગ્રહમાં છે. અર્થાવગમન પણ અપાયથી વિશિષ્ટ ધારણામાં છે. ઇહા-અવગ્રહમાં અવિશિષ્ટ-અવિશિષ્ટતર છે. અર્થધારણ પણ અવગ્રહ