________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૮૭ શિવક-સ્થાસ-કોશ-કુશૂલ આદિ કાર્યોનો જો દીર્ધ ક્રિયાકાળ દેખાય છે તો અહીં ઘટનું શું આવ્યું ? પ્રતિસમય ભિન્ન ક્રિયા જ છે અને મૃત્પિડ શિવકાદિ કાર્યો ભિન્ન જ છે, ઘટ તો ચરમ એક ક્રિયાક્ષણમાત્ર ભાવિ જ છે તેથી પ્રતિસમય ભિન્ન એવા અનેક કાર્યોનો જો દીર્ઘ ક્રિયાકાળ હોય તો ચરમૈકક્રિયાક્ષણ માત્ર ભાવિ ઘટમાં દીર્ઘક્રિયાકાળની પ્રેરણા પરની અજ્ઞાત જ છે એમ સૂચવે છે.
નામે વય વીસ ગા.૪૧૭ અહીં તમારો આ અભિપ્રાય છે કે માટી-ચક્ર-ચીવરકુંભારાદિ સામગ્રીથી પ્રથમ પ્રવૃત્તિ સમયે પણ ઘટ કેમ દેખાતો નથી? અને દેખાતો નથી માટે વિદ્યમાન નથી, પછી ત્યાં પાછળથી ઉત્પન્ન થાય છે. તે બરાબર નથી, કારણ કે પ્રથમ સમયે ઘટ પ્રારંભ થયો નથી પણ, ચક્ર ઉપર માટીના પિંડનું આરોપણ વગેરે જ શરૂ થયા છે અન્યના આરંભે અન્ય કઈ રીતે દેખાય? જેમકે પટના આરંભે ઘટ અને શિવકાદિ કાળે ઘટ દેખાતો નથી એવું જે કહ્યું તે બરાબર જ છે. કારણ કે શિવકાદિ ઘટ નથી. એટલે જ એ શિવકાદિ કાળ છે ત્યારે ઘટ કઈ રીતે દેખાય ? અન્યારંભે અન્યદર્શન ન થાય અને છેલ્લી ક્રિયાક્ષણે આરંભ થયેલો ઘટ જો તેમાં જ દેખાય છે તો શું દોષ છે ?
પ્રશ્ન-૪૦૧ – તો પછી જે કારણથી અંત સમયે જ ઉપલબ્ધ થાય છે અન્યત્ર થતો નથી તેથી એ પૂર્વકાળમાં જ કરાય છે એવું કેમ કહો છો?
ઉત્તર-૪૦૧ - કારણ કે તે પૂર્વ-પ્રમાદિક્રિયાક્ષણોમાં શરૂ થતો નથી અને દેખાતો નથી, અન્યક્રિયાક્ષણે તો પ્રારંભ છે અને દેખાય છે. અને તે જ ક્રિયાસમયમાં કરાતો કરેલો જ છે. કારણ કે સમય નિરંશ છે અને જે કરાયું તે સત્ જ છે. તેથી સત્ જ કરાય છે અસત્ નહિ અને જે સત્ છે તે ઉપલબ્ધ થાય છે જ એ સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૪૦૨ – હવે જો જે સમયે કરાતું તે જ સમયે કરેલું ન માનો તો અકૃતિને વર્તમાન સમયે જો માનો તો તે અતીત સમયે કઈ રીતે કરો, તે તો વિનષ્ટ હોવાથી અવિદ્યમાન છે? અથવા ભવિષ્યસમયમાં કરો તો તે તો હજુ ઉત્પન્ન જ થયો ન હોવાથી અસત્ જ છે એટલે ભૂત અને ભવિષ્યકાળમાં કાર્ય કઈ રીતે થાય?
ઉત્તર-૪૦૨ – ક્રિયાસમય બધો ય કરાતો કાળ છે ત્યાં ક્રિયમાણ વસ્તુ જ નથી. ક્રિયા પૂરી થતાં જે પછીનો સમય તે કૃતકાળ છે અને ત્યાં જ કાર્યની નિષ્પત્તિ છે. એટલે તમેવ
કહેવાય છે. ક્રિયમાણ નહિ તમારું કહેવું સારું છે, પણ અમે તમને પૂછીએ છીએ કે તમે ક્રિયાથી કાર્ય કરો છો કે અક્રિયાથી, જો ક્રિયાથી કરો છો તો એ અન્યત્ર હોય અને કાર્ય અન્યત્ર હોય એવું કેમ થાય? ખદીરમાં છેદન ક્રિયા કરવાથી કાંઈ પલાશમાં તેનું કાર્યભૂત