________________
૧૬૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૩૪૪ – ભલે એમ હોય માધ્યમોષે ભાષા એ વચનથી નીકળતા સમયની જ ભાષા છે તેથી વિશ્રેણિમાં રહેલો વ્યક્તિ દ્વિતીયસમયે અભાષાને સાંભળે છે એવી વાત થઈ ને ?
ઉત્તર-૩૪૪ – એમ નથી, ભાષાદ્રવ્યોથી વાસિત એવા દ્રવ્યો પણ તેનાથી અવિશેષ છે તેથી તે પણ ભાષા છે એમાં કાંઈ વિરુદ્ધ નથી. એથી જ વીસેઢી પુન સદ્ એમ અહીં ફરીથી જે શબ્દનું ગ્રહણ છે તે પરાઘાત વાસિતદ્રવ્યોનું ગ્રહણ પણ તથાવિધશબ્દ પરિમાણ બતાવવા માટે કર્યું છે. એટલે અમે જાણીએ છીએ, તત્ત્વ વહુશ્રુતાયો વિન્તિ ઘાણાદિ ઇન્દ્રિયો પણ મિશ્ર ગંધાદિ દ્રવ્યોને ગ્રહણ કરે છે. તે બાદર હોવાથી બારીમાં આવતી ધૂળની જેમ તેમનો અનુશ્રેણીગમનનો નિયમ નથી ઇતિ વૃદ્ધટીકાકાર
सेढी पएसपंती वदतो सव्वस्स छदिसिं ताओ। નાસુ વિમુદAI થાવ૬ માસા સમય િપઢમમિ ગા.૩૫રા
શ્રેણી-આકાશપ્રદેશની પંક્તિ, લોકની વચ્ચે બોલનાર સર્વ વક્તાની ભાષાઓ પૂર્વપશ્ચિમ-ઉત્તર-દક્ષિણ-ઉપર-નીચે એ દુએ દિશાઓમાં છે જ. ભાષકે છોડેલી ભાષા ૧લા સમયમાં પણ લોકાન્ત સુધી દોડે છે. ભાષાની સમશ્રેણીમાં રહેલો તે ભાષક અથવા શેષભેરી આદિની ભાષારૂપથી છોડેલા પુદ્ગલસમૂહથી મિશ્રિત શબ્દને સાંભળે છે વિદિશામાં રહેલો શ્રોતા તદ્રવ્યથી ભાષિત અન્ય દ્રવ્યોને જ સાંભળે છે તે ભાષાદ્રવ્યોને સાંભળતો નથી, કારણ તે અનુશ્રેણિગમનવાળા હોય છે.
પ્રશ્ન-૩૪૫ – અનુશ્રેણીગમનમાં પ્રવૃત્ત થયેલાનું પણ પ્રતિઘાતથી વિશ્રેણિગમન થશે ને? ઉત્તર-૩૪૫ – પ્રતિઘાતથી ખૂલન ન થાય તેથી વિશ્રેણિગમન નહિ થાય. પ્રશ્ન-૩૪૬ – એ પણ ક્યાંથી થાય?
ઉત્તર-૩૪૬ – તેના પ્રતિઘાત માટે દિવાલાદિનું નિમિત્ત સંભવતું નથી, બાદરદ્રવ્યોનું જ તે પ્રતિઘાતઅલન સંભવ હોવાથી અને આ દ્રવ્યો સૂક્ષ્મ હોવાથી એમાં પ્રતિઘાત ન થાય.
પ્રશ્ન-૩૪૭ – દ્વિતીયાદિ સમયોમાં તેઓનું સ્વયંપણ વિદિશાઓમાં ગમન હોવાથી ત્યાં રહેલાને પણ મિશ્રશબ્દના શ્રવણનો સંભવે છે?
ઉત્તર-૩૪૭ – એમ નહિ બોલવું કેમકેનિસર્ગના સમયપછી બીજા વગેરે સમયાન્તરમાં શ્રવણસંસ્કાર જનકશક્તિથી સંપન્ન હોવાથી તે ભાષાદિકને છોડેલા દ્રવ્યોનું અવસ્થાન ન હોવાથી તે દ્રવ્યોને વિદિશામાં રહેલો સાંભળતો નથી.