________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૬૫ છે. એટલે વ્યાભિચાર ક્યાં રહ્યો ? અને તે બંનેમાં મનથી ઉત્પન્ન થયેલા પુગલ માત્રના કારણનો અભાવ છે. ફક્ત તેમનું ક્ષેત્રથી વિષયપરિમાણ નથી, એટલે અનૈકાન્તિકતા પણ ક્યાંથી થાય ?
પ્રશ્ન-૩૪૧ – તમે કહ્યું કે મુદ્દે સુદૃ સ૬ (ગા.૩૩૬) ત્યાં શું ફક્ત શબ્દપ્રયોગથી છોડાયેલા શબ્દદ્રવ્યો સાંભળે છે કે તેનાથી વાસિત અન્ય શબ્દો કે પછી મિશ્રશબ્દો સાંભળે છે?
ઉત્તર-૩૪૧ – શબ્દદ્રવ્યો વાસક સ્વભાવવાળા હોવાથી અને લોક તદ્યોગ્યદ્રવ્યથી આકુળ હોવાથી વચનયોગથી મૂકાયેલાં કેવલશબ્દોને સાંભળતો નથી. પણ, મિશ્ર કે અન્યવાસિત-છોડાયેલા શબ્દોને જ ફક્ત સાંભળે છે. કારણ કે ભાષક કે અન્ય ભેરીઆદિના શબ્દને સમશ્રેણીમાં રહેલાં શ્રોતા અને પુરુષો ભેરીઆદિ સંબંધિ ધ્વનિ સાંભળે છે તે મિશ્ર સાંભળે છે એમ જાણવું. ભાષકે છોડેલા શબ્દો અને તેનાથી વાસિત વચ્ચે રહેલા દ્રવ્યો આ રીતે મિશ્ર શબ્દદ્રવ્યરાશિને સાંભળે છે, માત્ર વાસક જ નહિ કે કેવલ જ નહિ મસ્સ: સોન્તિ એ ન્યાયથી વિશ્રેણીમાં રહેલો શ્રોતા પણ વિશ્રેણી કહેવાય છે અને તે વિશ્રેણીશ્રોતા શબ્દને નિયમા વાસના પરાઘાત થતાં છતાં સાંભળે છે. જે ભાષકે છોડેલા, કે ભેરી આદિના શબ્દદ્રવ્યો છે તેને જ વિશ્રેણીમાં રહેલો સાંભળે છે, ભાષાકાદિ દ્વારા છોડાયેલા નહી તે શબ્દો શ્રેણીમાં જતા હોવાથી તેમનો વિદિશામાં જવાનો સંભવ નથી. અને દિવાલાદિનો પ્રતિઘાત તેમની વિદિશાની ગતિના નિમિત્ત તરીકે સંભવતો નથી. ઢેફાં આદિ બાદર દ્રવ્યોમાં જ તે સંભવે છે. આ શબ્દ દ્રવ્ય તો સૂક્ષ્મ છે.
પ્રશ્ન-૩૪૨ – બીજા વગેરે સમયોમાં તેમનું સ્વયં પણ વિદિશામાં ગમન સંભવ હોવાથી ત્યાં રહેલાને પણ મિશ્રશબ્દશ્રવણનો સંભવ થશે ને?
ઉત્તર-૩૪૨ – ના, નીકળ્યાના સમય પછીના સમયમાં તેઓ ભાષાપરિમાણથી અવસ્થિત નથી હોતા માગમાવ ભાષા, ભાષા સમયાન્તર ભાષાડમાપૈવ એ વચનથી. જોકે વર્દ સમર્દિ ના નિરંતરં તુ હોર્ તો એવું કહીશું, ત્યાં પણ બીજા વગેરે સમયોમાં ભાષાદ્રવ્યોથી વાસિત હોવાથી તેમનું ભાષાત્વ જાણવું.
પ્રશ્ન-૩૪૩ – જો વક્તાએ છોડેલા ભાષા દ્રવ્યો પ્રથમ સમયે દિશાઓમાં જ જાય છે અને સમય પછી રહેતા નથી તો તેનાથી વાસિતદ્રવ્યો બીજા સમયે વિદિશાઓમાં જાય છે, તેથી દિશા-વિદિશાઓમાં વ્યવસ્થિત શબ્દો સમયના ભેદથી શ્રવણને પ્રાપ્ત કરે છે. એટલે સામાન્યથી જ બધા શબ્દો સંભળાય છે ને?
ઉત્તર-૩૪૩ – એમાં દોષ નથી, સમયાદિકાળભેદ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતો નથી.