________________
૧૬૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અથવા તીખી વસ્તુની આ ગંધ છે? અહીં જે કટુવતીક્ષ્યાદિત કહેવાય છે તે રસનો જ ધર્મ છે તેથી જીભના સંબંધે તેમનો કટુકાદિ રસ પણ ગ્રહણ કરેલો જણાય છે, સ્પર્શ પણ શીતાદિ દૂરથી શિશિર પધસરોવર-નદી-સમદ્રાદિમાંથી આવેલા વાયુથી અનુભવાય જ છે.
પ્રશ્ન-૩૩૭– તો એ રીતે ૧૨-૯ યોજનના આગળથી પણ આવેલા શબ્દ-ગંધાદિ કેમ ગ્રહણ કરતા નથી?
ઉત્તર-૩૩૭ – તે મંદ પરિમાણવાળા હોવાથી આગળથી આવેલા તેમનો તેવો પરિણામ થતો નથી જેથી શ્રોત્ર-પ્રાણાદિના વિજ્ઞાનને ઉત્પન્ન કરે, અને તે ઇન્દ્રિયોનું પણ તેવું બળ હોતું નથી કે જેથી તેવા શબ્દાદિ દ્રવ્યોને ગ્રહણ કરીને સ્વવિજ્ઞાન ઉત્પન્ન કરે. આ રીતે ઇન્દ્રિયોનું ઉત્કૃષ્ટ વિષયપરિમાણ થયું.
હવે જઘન્ય પરિમાણ કહે છે - અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલ ગંધાદિકને પ્રાણાદિ ગ્રહણ કરે છે.
પ્રશ્ન-૩૩૮ – શું આ બધી ઇન્દ્રિયોનું જઘન્ય વિષયપરિમાણ છે? ઉત્તર-૩૩૮ – ના, આંખ સિવાયની પ્રશ્ન-૩૩૯ – તો પછી આંખની શું વાત છે?
ઉત્તર-૩૩૯ – અંગુલના સંખ્યયભાગને અવધિ-મર્યાદા કરીને નયનનું જઘન્ય વિષયપરિમાણ છે. અત્યંત સંનિકૃષ્ટ અંજનશલાકા-રજ-મલાદિ તેનાથી ઉપલબ્ધ થતા નથી.
મનનું તો વિષયપ્રમાણ જ નથી, નિયમ વિના દૂર અને નજીક તે પ્રવર્તે છે. પુદ્ગલમાત્રના નિયમના અભાવે-મૂર્ત-અમૂર્ત સકલવસ્તુ વિષય તરીકે એ પુદગલોમાં પ્રવર્તે છે. એવા નિયમના અભાવે કેવલજ્ઞાનની જેમ અહીં જે પુદ્ગલમાત્ર નિબંધથી નિયત નથી તેનું વિષયપરિમાણ નથી. તથા કોઈક પુદ્ગલમાત્ર નિબંધ રહિત પણ નથી હોતું જેમકે અવધિજ્ઞાન-મન:પર્યયજ્ઞાન.
પ્રશ્ન-૩૪૦ – તમારો હેતુ અનૈકાન્તિક છે. મતિ-શ્રુતમાં વ્યાભિચાર આવે છે. કારણ કે તે બંને મૂર્ત-અમૂર્ત સકલ વસ્તુને વિષયત્વેન ગ્રહણ કરે છે તથા આ બંને પુદ્ગલમાત્ર નિબંધથી નિયત છે કેમકે શ્રોત્રાદીન્દ્રિયથી ઉત્પન્ન થનારા એવા તે બંનેનું ક્ષેત્રથી ૧૨ યોજનાદિક વિષય પ્રમાણ દેખાય છે?
ઉત્તર-૩૪૦ – આ અભિધાન વિચાર્યા વગરનું છે. કારણ કે, ઇન્દ્રિયથી ઉત્પન્ન થનારા તે બંનેનું આ વિષયપરિમાણ છે અને ઇન્દ્રિયો તો પુદ્ગલમાત્રના નિબંધથી નિયત જ હોય