________________
૧૫૯
ગુજરાતી પ્રશ્નોત્તર
સર્વઇન્દ્રિયોનું વિષય પ્રમાણ :
શ્રોત્રેન્દ્રિય - પૃષ્ટમાત્ર શબ્દો જ શ્રોંત્ર પ્રાપ્ત કરે છે સ્પષ્ટ–શરીરમાં રેણુની જેમ ચોટેલા. કારણ કે પ્રાણેન્દ્રિયના વિષયભૂત દ્રવ્યોથી તે સૂક્ષ્મ, ઘણા અને ભાવુક છે અને શ્રોત્રેન્દ્રિય વિષયપરિચ્છેદમાં ધ્રાણેન્દ્રિયાદિગણથી અત્યંત પટુ છે. અહીં શ્રોત્રેન્દ્રિયનું કર્તુત્વ શબ્દશ્રવણની અન્યથોડપત્તિથી થાય છે, એ પ્રમાણે સર્વ ઇન્દ્રિયોમાં પણ જાણવું.
ધ્રાણેન્દ્રિય રસનેન્દ્રિય-સ્પર્શેન્દ્રિય - બદ્ધસ્કૃષ્ટ ગ્રહણ કરે છે. બદ્ધ–આત્મપ્રદેશો સાથે પાણીની જેમ ગાઢતર ચોંટેલું તેથી ગંધાદિકદ્રવ્યસમૂહને પ્રથમ સ્પષ્ટ અને પછી બદ્ધ ધ્રાણેન્દ્રિયાદિ ઉપલબ્ધ કરે છે. કારણ કે ધ્રાણેન્દ્રિયાદિવિષયભૂત ગંધાદિદ્રવ્યો શબ્દ દ્રવ્યાપેક્ષા અલ્પ, બાદર અને અભાવુક છે અને ધ્રાણેન્દ્રિયાદિ વિષયપરિચ્છેદમાં શ્રોત્રની અપેક્ષાએ અપટુ છે એટલે બદ્ધસ્પષ્ટ જ ગંધાદિ દ્રવ્યોને ગ્રહણ કરે છે, સૃષ્ટમાત્ર જ નહિ.
પ્રશ્ન-૩૨૬ – જો સ્પર્શ પછી બદ્ધ ગ્રહણ કરે તો જ પટ્યુબદ્ધ એ પાઠ યોગ્ય થાય ને?
ઉત્તર-૩૨૬– સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી આવો નિર્દેશ છે. અર્થથી તો તે કહ્યું તેમ જ જાણવું.
પ્રશ્ન-૩૨૭ – ચંદ્ધિ તત્કૃષ્ટ મહત્વેવ વિશેષના બદ્ધમાં સમાજનો બંધ અતંર્ભત જ છે. ને તો પછી સ્પષ્ટ શા માટે ગ્રહણ કરવું?
ઉત્તર-૩૨૭ – તમે બરાબર સમજ્યા નથી, શાસ્ત્રનો આરંભ સકલશ્રોતાને સાધારણ હોવાથી, વિસ્તારિત જાણનારના અનુગ્રહ માટે અર્થપત્તિગમ્ય અર્થ કહેવામાં પણ દોષ નથી.
ચક્ષુરિન્દ્રિયઃ- ચક્ષુ, અપ્રાપ્ત વિષયને જ ગ્રહણ કરે છે. ચક્ષુ કર્યતાપ્રાપ્તરૂપને અસ્કૃષ્ટ જ જોવે છે અને તે પણ યોગ્યદેશમાં રહેલું જ દેખે છે, અયોગ્ય દેશમાં રહેલ સૌધમદિ, ચટાઈ-ભીંતાદિથી આંતરિક ઘટાદિને જોતી નથી.
ચક્ષુની વિષય પ્રમાણતા :પ્રશ્ન-૩૨૮– જો ચક્ષુ અપ્રામરૂપને જોવે છે તો લોકાન્ત પહેલા જે છે તે બધું દેખે કેમકે અપ્રાપ્તપણું સર્વત્ર સામાન્ય છે.
ઉત્તર-૩૨૮ - ચક્ષુરિન્દ્રિયનું આગમમાં આત્માંગુલથી સાતિરેક ૧ લાખ યોજન ઉત્કૃષ્ટથી પણ વિષયપરિમાણ કહ્યું છે, તેથી સર્વસ્થળે અપ્રાપ્તકારિ હોવા છતાં આગળ જોતી નથી.