________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
છતાં કુંડલની જેમ નૂપુરને પણ કાનમાં પહેરાતું નથી. શાલિ-દાળ-ઘી વગેરે ધર્મ સમાન હોવા છતાં રસની જેમ ગંધ વગેરે પણ તૃપ્તિ-દેહપુષ્ટિ આદિને સાધતા નથી, એ રીતે જો કે મોક્ષાદિ સાધનનો મિથ્યાજ્ઞાનાદિક પણ વ્યાવૃત્તિરૂપે ધર્મ છે છતાં તે મોક્ષને સાધતો નથી પરંતુ તેના વિપક્ષ સંસારાદિકને જ સાધે છે. મોક્ષાદિકને તો જે સાધનયોગ્ય સમ્યગ્નાનાદિક ધર્મ છે તે જ સાધે છે. તેથી સમ્યગ્દષ્ટિ એ ગ્રહણકરેલી અનંતધર્માધ્યાસિત મોક્ષાદિસાધન વસ્તુમાં યોગ્ય સમ્યગ્નાનાદિ ધર્મ જ તેને સાધન માટે વપરાય છે મિથ્યાજ્ઞાનાદિ અયોગ્ય ધર્મ નહિ. મિથ્યાર્દષ્ટિ તો મિથ્યાત્વોદયના અંધકારથી તિરસ્કૃત ભાવદૃષ્ટિવાળો હોવાથી ત્યાં તેની અયોગ્યતાને ન જોતો તેને જ વાપરે છે એટલે સાધન વિપર્યવ કરવાથી તેનું અજ્ઞાન જ છે.
૧૫૮
મિથ્યાદષ્ટિ યોગ્યા-યોગ્ય સાધનધર્મો નહિ જાણતો હોવાથી સાધનને વિપરિત કરે છે અને સમ્યગ્દષ્ટિ યોગ્ય-અયોગ્ય સાધનધર્મને જાણે છે અને જાણીને સ્થાનમાં વાપરે છે અને સમ્યગ્ આરાધક થઈને સમીહિત ફળનો ભોગી થાય છે. આ સંબંધમાં કહ્યું છે કે - “જિનેશ્વર ભાષિત જ્ઞાન યોગ્યકાળે પરમભક્તિ રાગથી શીખે છે, અને યોગ્યકાળે દર્શન પ્રભાવક શાસ્રોને જાણે છે. અષ્ટ પ્રવચનમાતા વિષે ઉપયોગવાળો થઈને આચાર્યાદિ માટે યોગ્ય સમયે સકલ દોષરહિત આહાર-પાણીની ગવેષણા કરે છે. એનાથી યોગ્યકાળે આચરણ કરતો વિશુદ્ધ પરિણામી અસાવદ્ય યોગને સેવનાર ત્રણે લોકમાં પ્રશંસનીય અને સુરાસુર દ્વારા નમાયેલા એવા તીર્થંકરાદિએ કહેલ ક્રિયામાં કુશળ, સમ્યગ્દષ્ટિ, સભ્યજ્ઞાનદર્શન-ચારિત્રની આરાધના કરી સાત-આઠ ભવમાં કેવલી થઈ શાશ્વત પદને પ્રાપ્ત કરે છે, અને વ્યાબાધા રહિત થઈ આદિ અનંત કાળ સુધી તે અનંત સુખ ભોગવે છે.” આ કારણથી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન તે જ જ્ઞાનરૂપ છે.
,,
કાળ નિરૂપણ
નૈૠયિક અર્થાવગ્રહ —૧ સમય
ઇહા-અપાય – અંતમુહૂત
વ્યંજનાવગ્રહ-વ્યાવહારિકાર્થાવગ્રહ – અંતમુહૂત
અવિચ્યુતિ અને સ્મૃતિરૂપ ધારણાનો કાળ-અન્તર્મુહૂર્ત
-
વાસનારૂપ ધારણ – સંખ્યવર્ષાયુને સંખ્યાતવર્ષ, અસંખ્યવર્ષાયુને અસંખ્યાતવર્ષ.