________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
એને બીજો કોઈ ઉપયોગ નથી. એટલે એને હંમેશા અજ્ઞાન પરિણામ છે, અને સમ્યગ્દષ્ટિ ને જ્ઞાન પરિણામ છે, તો બંનેમાં સમાનતા ક્યાં રહી ? એટલે ફોગટ જ સમ્યગ્દષ્ટિની જેમ મિથ્યાર્દષ્ટિને પણ સંશયાદિજ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે તું દુઃખી થાય છે. અહીં અમે માત્ર જ્ઞાનની જ વિચારણા કરતા નથી કે જેથી અજ્ઞાનત્વનું આપાદાન બાધિત થાય, પરંતુ જ્ઞાન-અજ્ઞાનાદિરૂપ સામાન્યથી જ મતિની વિચારણા કરીએ છીએ.
૧૫૬
પ્રશ્ન-૩૨૧ – પહેલાં અહીં સમિળિવોહિયનાળ સુવળાળ ગાથા(૭૯)માં શ્રુતજ્ઞાનને જ્ઞાન-અજ્ઞાન ઉભયરૂપ કહ્યું છે સભ્યશ્રુતને જ નહિ એવું કેમ ખબર પડે ?
ઉત્તર-૩૨૧ – અવર સન્ની સમ્ન ગાથાથી કહેવાનારા શ્રુતના ૧૪ ભેદોનો અહીં સંગ્રહ હોવાથી તેમનામાં મિથ્યાશ્રુતપણ કહેવાતું હોવાથી જેમ લાઘાવાર્થે અહીં જ્ઞાનઅજ્ઞાન ઉભયરૂપ શ્રુતજ્ઞાન પણ કહ્યું છે, તેમ અહીં પણ મતિજ્ઞાનના પ્રતિપાદન સમયે સંશય-વિપર્ય-અનધ્યવસાય-નિર્ણય-જ્ઞાન-અજ્ઞાનરૂપ સર્વ મતિનું સામાન્યથી જ નિરૂપણ કરાય છે. માત્ર જ્ઞાનપંચકના અધિકારથી જ નહિ. અથવા વ્યવહારી લોકોના પ્રમાણઅપ્રમાણની ચિન્તાથી નિર્ણયરૂપ એવી મતિનો જ અહિં અધિકાર નથી કર્યો. તેથી, અવગ્રહાદિ સંશયરૂપ હોય કે નિર્ણયરૂપ કે જ્ઞાન અથવા અજ્ઞાન હોય અમને કોઈ વાંધો નથી, શ્રુતની જેમ લાઘવ માટે મતિમાત્રને અહીં વિચારવી ઇષ્ટ છે. તે સંશયાદિમાં પણ ઘટે છે તેથી નનુ સંવિન્દ્રે સંસય વિવપ્નયા વગેરે જે કહ્યું તે અમને બાધિત થતું જ નથી. પ્રશ્ન-૩૨૨ ભલે સામાન્યથી સર્વ મતિનું આ નિરૂપણ હોય પણ જ્ઞાન-અજ્ઞાનની વિચારણામાં એ જ્ઞાન છે કે અજ્ઞાન એ બતાવો.
-
ઉત્તર-૩૨૨ – આ સામાન્યથી મતિ બતાવી છે જે સમ્યક્ત્વથી અનુગત સમ્યગ્દષ્ટિના સંબંધી સર્વ સંશયરૂપ કે નિશ્ચયરૂપ હોય તે બધું જ્ઞાન જ છે. વિપર્યયમાં અજ્ઞાન-મિથ્યાદષ્ટિ સંબંધિ જે હોય તે સર્વ અજ્ઞાન છે.
પ્રશ્ન-૩૨૩ એ કઈ રીતે જાણી શકાય ?
ઉત્તર-૩૨૩ – અવગ્રહાદિ ભેદના નિરૂપણ પહેલાં જ નંદિઅધ્યયનસૂત્રકારે બતાવેલું
જ છે.
-
પ્રશ્ન-૩૨૪ – શું બતાવ્યું છે ?
ઉત્તર-૩૨૪ અવિસેસિયા મરૂ ન્વિય ત્તિ સૂત્ર સૂચક હોવાથી એનાથી આખો આલાવો સૂચિત જાણવો જેમકે અવિસેસિયા મ માળ ચ, મઞન્નાળ ૬, વિસેસિયા મ
-