________________
૧૫૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૩૧૬ – એમ નથી, તેઓ પણ વસ્તુપયગમક છે. જેમકે-આગળ સ્થાણુ હોય તો એ સ્થાણુ કે પુરુષ? એવો સંશય ઉઠે છે. ત્યાં જે સ્થાણુત્વ અને પુરુષત્વ જણાય છે, તે બંને સ્થાણુમાં પર્યાયરૂપે પ્રાપ્ત થાય છે. સ્થાણુત્વ અનુગતત્વેન હોવાથી અને પુરુષત્વનો ભાવરૂપે અભાવ હોવાથી. અથવા સ્થાણુત્વ સ્થાણુનો પર્યાય છે અને પુરુષત્વ પુરુષનો પર્યાય છે જે સ્થાણુમાં આ પુરુષ જ છે એવો વિપર્યાસ પ્રગટ થાય છે ત્યાં પણ પુરુષત્વ એ વ્યાવૃત્તિરૂપે સ્થાણુનો પણ પર્યાય છે. અનુગતરૂપે પુરુષનો પર્યાય છે અનધ્યવસાયપ્રતિભાસિ સામાન્ય તો નિર્વિવાદ સ્થાણુ આદિ વસ્તુપર્યાય જ છે. એ રીતે સંશયાદિ વડે વસ્તુપર્યાયો જણાય છે. અહીં સમ્યગ્દષ્ટિના સંશયાદિનો અધિકાર હોવાથી મિથ્યાદષ્ટિ સંબંધિત્વના અભાવથી અને લોકરૂઢ સંશયાદિતનો અજ્ઞાનના કારણ તરીકે અહીં અધિકાર ન હોવાથી તે સમ્યગ્દષ્ટિ સંબંધિ સંશયાદિ જ્ઞાન જ છે.
પ્રશ્ન-૩૧૭ – તમે કહ્યું છે ને કે સર્વવસ્તુ અનંતપર્યાયવાળી છે, તે ઘટાદિ વસ્તુના એક કાળે કોઈ એક જ પર્યાયને સમ્યગ્દષ્ટિપણ ગ્રહણ કરે છે. એથી અનંત પર્યાયવાળી વસ્તુને એક પર્યાય પણે ગ્રહણ કરતા તેને પણ જ્ઞાન કઈ રીતે થાય? તે પણ અન્યથા સ્થિત વસ્તુને અન્યથા જ ગ્રહણ કરે છે ને?
ઉત્તર-૩૧૭ – સમ્યગ્દષ્ટિ એક ઘટાદિવસ્તુના ઘટતાદિપર્યાયને પ્રયોજનવશ ગ્રહણ કરતો અનંત પર્યાયવાળી જ તેને વાસ્તવિક રીતે ગ્રહણ કરે છે. કહેવાય છે કે-ભાવથી આગમપ્રમાણને માનીને સમ્યગ્દષ્ટિએ યથાવસ્થિત અનંતપર્યાય વસ્તુ જ સદા ગ્રહણ કરેલી છે ફક્ત પ્રયોજન વશથી એક પર્યાયને ગ્રહણ કરે છે. જેમકે સોનાનો ઘડો દેખાતા જેને ઘટમાત્રથી પ્રયોજન હોય તે પટોડ” એમ ઘટત્વનો અધ્યવસાય કરે છે, જેને સોનાથી પ્રયોજન હોય તે આ સોનું છે એમ સુવર્ણપણે ગ્રહણ કરે છે, જેને જલક્ષેપ આદિથી પ્રયોજન છે તે જલાદિ ભાજન તરીકે અધ્યવસાય કરે છે. પ્રયોજનનો ઉપલક્ષણ માત્ર છે. કેટલાંક અભ્યાસ-કુશળતા-પ્રત્યાસત્તિ આદિ ગ્રહણ કરે છે, જેમકે બહાર બ્રાહ્મણ દેખાતા કોઈ અભ્યાસ વશ fપક્ષોગ્યમ્ કહે છે, કોઈ એને કુશળતાથી બ્રાહ્મણ છે એમ કહે છે, કોઈ જેની પાસે ભણ્યો છે એવી પ્રત્યાત્તિ-ઓળખાણ થી મારો ઉપાધ્યાય છે એમ ગ્રહણ કરે છે. આમ, આ દિશાથી વિચારવું, તેથી પ્રયોજન આદિ વશાત્ એકપર્યાય પણે વસ્તુને ગ્રહણ કરતો એ વસ્તુને ભાવથી પરિપૂર્ણ અનંતપર્યાયવાળી જ ગ્રહણ કરે છે. એથી હંમેશા ભાવથી ગ્રહણ કરેલ યથાવસ્થિત વસ્તુસ્વરૂપવાળા સમ્યગ્દષ્ટિને સંશયાદિ કાળે પણ જ્ઞાન જ છે.
પ્રશ્ન-૩૧૮– તો પછી, મિથ્યાષ્ટિને પણ એ રીતે થઈ શકશે ને?