________________
ગુજરાતી પ્રશ્નોત્તર
છે. એમ થતાં જે વસ્તુઓથી તે પરમાણુ વ્યાવૃત છે, તે બધીનો તે પરમાણુંમાં પ્રત્યેક અભાવ છે. એવું સામર્થ્યથી સિદ્ધ છે એ દ્વયણુંકાદિમાં પણ વિચારવું તેમના પણ પ્રત્યેક પરથી વ્યાવૃત છે. તેથી સર્વવસ્તુ સર્વમય થઈ. અહીં જે એક વિવક્ષિત વસ્તુને જાણે છે તે બીજી વધી વસ્તુઓને જાણે છે. કારણ કે એકવસ્તુનું જ્ઞાન સમસ્તવસ્તુના જ્ઞાનાન્તર્ગત છે. જે શેખવસ્તુઓથી વ્યાવૃત તે વિવક્ષિત વસ્તુ છે. તે બધીય જાણવી તેની જાણકારીના અભાવે તેમનાથી વ્યાવૃતત્વ જાણવું અશક્ય છે. જે સર્વવસ્તુને જાણે છે તે વિવક્ષિત એક કોઈપણ વસ્તુને જાણે છે તેની જાણકા૨ી વિના સર્વવસ્તુના જ્ઞાનનો અભાવ હોવાથી તે સર્વવસ્તુઓ વિવક્ષિત એકવસ્તુથી વ્યાવૃત જાણવી તેની જાણકારી વિના તેનાથી વ્યાવૃત જાણવું શક્ય નથી.
પ્રશ્ન-૩૧૪ – આવું પરિશાન તો કેવલીને જ હોય બીજાને ન હોય કારણ કે તે લોકો સૂક્ષ્મ-અતીત-વ્યવહિત અમૂર્તાદિ સમસ્ત વસ્તુને ગ્રહણ કરવામાં સમર્થ હોતા નથી ?
ઉત્તર-૩૧૪ – સાચીવાત છે. આ પ્રમાણે સાક્ષાત્ કેવલી જ જાણે છે. તેના વચનથી શ્રદ્ધાથી ભાવથી અન્ય સય્યદૃષ્ટિ પણ સર્વ એકૈક વસ્તુને સર્વમય જાણે છે, કારણ કે આગમમાં કેવલીએ જ એ બતાવ્યું છે ને માં બાળરૂ સે સર્વાં નાળર, ને સર્વાં-નાળફ સે માં બાળરૂ (આચારાંગ સૂ.૧૨૨), બધા ય સમ્યગ્દષ્ટિને આ આગમ પ્રમાણ જ છે નહિ તો તે સમ્યગ્દર્શનને યોગ્ય ન થાય. તેથી જો કે બધા સમ્યગ્દષ્ટિઓ આ રીતે સર્વ સર્વમય વસ્તુને જાણતા નથી છતાં આગમની શ્રદ્ધા દ્વારા ભાવથી જાણે જ છે. એથી કેવલીદષ્ટ યથાવસ્થિત વસ્તુસ્વરૂપની પ્રમાણતા સ્વીકારવા દ્વારા સર્વદા તેના દ્વારા શાયમાન હોવાથી તે સર્વદા જ્ઞાની કહેવાય છે.
૧૫૩
પ્રશ્ન-૩૧૫
જો એમ હોય તો સમ્યગ્દષ્ટિને નિશ્ચયરૂપજ્ઞાન ભલે થાય પરંતુ સંશયાદિઓ તો બાળકોને પણ અજ્ઞાનપણે લોકમાં રૂઢ છે તેઓને પણ કોની જેમ જ્ઞાન થાય છે ?
પ્રશ્ન-૩૧૬
-
ઉત્તર-૩૧૫ – જે સંશયાદિગમ્ય ધર્મો છે તે પણ વસ્તુના જ પર્યાયો છે તે પણ જ્ઞાનના હેતુ હોવાથી સમ્યગ્દષ્ટિ સંબંધિ સંશયાદિ જ્ઞાન જ છે. અહીં લોકવ્યવહાર રૂઢ સંશયાદિમત્વ પણ આગમમાં અજ્ઞાનભાવના કારણ તરીકે અધિકૃત નથી જ પરંતુ મિથ્યાર્દષ્ટિ સંબંધિત્વ છે. એમ કહેલું જ છે તે સમ્યગ્દષ્ટિ સંબંધી સંશયાદિનું નથી તેથી તે જ્ઞાન કેમ ન થાય ? અર્થાત્ સમ્યગ્દષ્ટિના સંશયાદિ જ્ઞાનરૂપ જ છે.
પણ નથી ?
1
• જેનાથી કાંઈક જણાય તે જ્ઞાન થાય છે સંશયાદિથી તો કાંઈ જણાતું