________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૫૧
ઉત્તર-૩૦૬ – જો આપ સર્વસંપૂર્ણવતુ ગ્રાહી જ જ્ઞાન તરીકે માનો તો નિર્ણય પણ અજ્ઞાન જ થાય છે કારણ કે તે પણ ગવાદિ વસ્તુના એક દેશ માત્રને ગ્રહણ કરે છે. જેમકે ૌરયં, પટોડ્યું, પોચું વગેરે નિર્ણયોથી પણ ગોત્વ-ઘટવાદિ વસ્તુનો એક દેશ જ ગ્રહણ કરાય છે. એટલે, તે પણ કઈ રીતે જ્ઞાનરૂપ થાય? હવે, દેશી વિના દેશ ક્યારેય પણ ન હોય દેશના ગ્રહણ દ્વારા સંકલ વસ્તુ નિર્ણયથી ગ્રહણ કરાઈ છે એટલે દેશ પણ જ્ઞાન જ છે. આ વાત સંશયાદિમાં પણ સરખી છે. જેમકે-વિમર્થ થાપુ:પુરુષો વા વગેરે સંશય પણ સ્થાણુતાદિક વસ્તુના એક દેશને જાણે છે. વિપર્યાસ પણ વિપરિત વસ્તુના એક દેશને જાણે છે અને અનધ્યવસાય પણ સામાન્યમાત્રરૂપ વસ્તુના એકદેશને ગ્રહણ કરે છે. તેથી સંશયાદિ પણ એકદેશજ્ઞાનરૂપથી સમગ્ર વસ્તુને જાણે જ છે. એટલે એમનામાં જ્ઞાન નથી એ કઈ રીતે કઈ શકાય ?
પ્રશ્ન-૩૦૭ – ભલે સંશયાદિથી વસ્તુના એકદેશને ગ્રહણ કરો પણ ફક્ત સંશયથી સંદિગ્ધ, વિપર્યયથી વિપર્યસ્ત અને અનધ્યવસાયથી અવિશિષ્ટ ગ્રહણ કરો ને?
ઉત્તર-૩૦૭– કીધેલી વાતને પણ કેમ ભૂલી જાય છે? શાયતેડનેતિ જ્ઞાનમ્ મતિરુપજ્ઞાનમતિજ્ઞાન એમ સામાન્યથી જ સમ્યગ્દષ્ટિ સંબંધિ મતિજ્ઞાનની અહીં વિચારણા ચાલે છે અને સંશયાદિરૂપ કે નિર્ણયરૂપ સમ્યગ્દષ્ટિ સંબંધિ જ્ઞાનનો સર્વત્ર ઉક્ત વ્યુત્પત્તિની ઉપસ્થિતિ હોવાથી વિરોધ નથી.
પ્રશ્ન-૩૦૮ – જો સંશયાદિ પણ મતિજ્ઞાન હોય તો તેના ૪ ના બદલે ૭ ભેદ થાય ને?
ઉત્તર-૩૦૮ – એમ નથી, અનધ્યવસાય સામાન્યમાત્રગ્રાહી તરીકે અવગ્રહમાં અંતર્ભત છે. સંશય પણ ઇહાનો પ્રકાર છે અને તેનું કારણ હોવાથી તદન્તર્ગત છે જો કે પહેલાં સંશયનો ઇહા તરીકે વિચ્છેદ કર્યો તે પણ વ્યવહારથી કર્યો હતો નહિ કે સર્વથા. વિપર્યાય તો નિશ્ચયરૂપ હોવાથી સાક્ષાત્ અપાય જ છે તો પછી ૪ ભેદનું ઉલ્લંઘન કઈ રીતે થાય? એમ માનવું નહિ તો સમ્યગ્દષ્ટિ સંબંધી સંશયાદિને મતિજ્ઞાનથી અલગ પાડતા એનો ક્યાં સમાવેશ થાય ? પ્રશ્ન-૩૦૯ – અજ્ઞાનમાં સમાવેશ થાય તો શો વાંધો છે?
ઉત્તર-૩૦૯ – ના. સમાદિઠ્ઠી vi અંતે ! કિ નાની મઝાની ? રોયમા ! નાળી નો મસળી એ આગમવચનથી સમ્યગ્દષ્ટિ સદા જ્ઞાની જ છે. અજ્ઞાની નથી હોતા.
પ્રશ્ન-૩૧૦ – ભલે હોય, તો પણ સમ્યગ્દષ્ટિ સંબંધી મતિજ્ઞાન જ અહીં વિચારાય છે એ કઈ રીતે ખબર પડે?