________________
૧૫૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૩૧૦ – અહીં પાંચ જ્ઞાનની જ વિચારણા ચાલે છે. જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે. એટલે, તત્સંબંધી મતિજ્ઞાન અહીં વિચારાય છે. અને તેમના જ સંશયાદિની જ્ઞાનતા સધાય છે.
પ્રશ્ન-૩૧૧ - આ રીતે સંશયાદિ પણ જ્ઞાન હોય તો તેનાથી તમને કોઈપણ સંસારી જીવ અજ્ઞાની નથી એવું પ્રાપ્ત થશે (મોક્ષમાં તો બધાને જ્ઞાન પર પણ માને છે) એટલે સંસારીને આ અતિવ્યાપ્તિ દોષ આવશે. સંશયઆદિ જ્ઞાન નથી અને અબાધિત નિર્ણય જ્ઞાન છે તે લોકવ્યવહારની સ્થિતિ છે. જો તમે સંશયાદિને પણ જ્ઞાન તરીકે સ્થાપિત કરો તો આ અજ્ઞાન વ્યવહાર નષ્ટ થઈ જશે. તેથી અતિવ્યાપ્તિ કેમ નહિ થાય? અને લોકમાં અજ્ઞાન વ્યવહાર દેખાય છે તે કઈ રીતે જ્ઞાન તરીકે ગણશો? - ઉત્તર-૩૧૧ – મિથ્યાષ્ટિ સંબંધી તે સંશયાદિ અને નિર્ણય અજ્ઞાન છે અને સમ્યગ્દષ્ટિનાં તે જ્ઞાન છે એટલે અજ્ઞાન વ્યવહારનો ઉચ્છેદ નહિ થાય. અભિપ્રાય - લોકવ્યવહાર રૂઢ જ્ઞાન-અજ્ઞાનનો વ્યવહાર અહીં વિવક્ષિત નથી પરંતુ, આગમાભિપ્રાય રૂઢ નૈૠયિક વિવક્ષિત છે, અને આગમમાં સંશયાદિરૂપ કે નિશ્ચયરૂપ મિથ્યાષ્ટિનું સર્વઅજ્ઞાન છે સમ્યગ્દષ્ટિનું તે બધું જ્ઞાન છે. એ પ્રમાણે જ્ઞાન-અજ્ઞાન વ્યવહાર રૂઢ છે. તેથી સંશયાદિત્યને અવગ્રહાદિનું અજ્ઞાનત્વ પ્રેરિત હતું તે બરાબર નથી કારણ કે આગમ વિચારમાં સંશયાદિ– અજ્ઞાનભાવનું નિમિત્ત નથી. પરંતુ, મિથ્યાદષ્ટિ સંબંધિત્વ એ અજ્ઞાનભાવનું નિમિત્ત છે. તે અહીં નથી સમ્યગ્દષ્ટિ સંબંધિ અવગ્રહાદિની જ અહીં વિચારણા છે.
પ્રશ્ન-૩૧૨ – તો પછી મિથ્યાષ્ટિએ બિચારાએ શું અપરાધ કર્યો કે તેના સંબંધિ બધું અજ્ઞાન કહો છો?
ઉત્તર-૩૧૨ – આ પ્રશ્નની ચર્ચા અગાઉ શ્લોક ૧૧૫ પ્રશ્ન-૧૦૬માં થયેલી છે ત્યાંથી જાણી લેવી. તથા સંક્ષેપથી અહીં જણાવીએ છીએ, મિથ્યાષ્ટિને સદ્-અસદુનો વિવેક નથી. તેનું જ્ઞાન ભવહેતુક છે. યદચ્છાએ-ગમે તેમ તેની ઉપલબ્ધિ થાય છે. અને જ્ઞાનનું ફળ જે વિરતિ છે તે તેમને નથી માટે તેઓનું જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે. પ્રશ્ન-૩૧૩ – તો સમ્યગ્દષ્ટિમાં એવું વિશેષ શું છે કે જેથી તેનું બધું જ્ઞાન છે?
ઉત્તર-૩૧૩ – અહીં પરમાણુ આદિ એક-એક વસ્તુ સ્વ-પરપર્યાયોથી સમસ્તત્રિભુવનગત વસ્તુમય છે. આ રીતે પરમાણુમાં એકગુણકાલ–ાદિ અનંત વર્ણ-ગંધરસાદિક સ્વપર્યાયો છે અને બીજું એ વિવક્ષિત પરમાણુ અન્ય પરમાણુ-યણુક-ત્રણકાદિ સમસ્ત વસ્તુથી ક્ષેત્રકાળાદિથી વ્યાવૃત છે એટલે, તેની વ્યાવૃત્તિરૂપ અનંત પરપર્યાયો થાય