________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૫૭ સમ્પટ્ટિસ મ-મરૂના, મિટ્ટિસ મરું મન્નાને તેથી જે આગમમાં એમ કહ્યું છે તે કારણે સમ્યગ્દષ્ટિની સર્વ મતિ જ્ઞાન છે જ્યારે મિથ્યાષ્ટિની તો અજ્ઞાન છે.
અન્યયુક્તિથી પણ તે જ વાત બતાવે છેમિથ્યાષ્ટિ મિથ્યાત્વના ઉદયથી વિપર્યસ્ત હોવાથી ત્રિભુવનગુરુપ્રણીત સર્વ વસ્તુ વિપરિત જ ગ્રહણ કરે છે. તેથી એ વિપરિતવસ્તુગ્રહણના સ્વભાવથી સાધન વિપર્યય-જ્ઞાનદર્શનચારિત્રાદિનો વિપર્યય કરે છે. અજ્ઞાન-મિથ્યાત્વ-અવિરતિ આદિને પણ મોક્ષાદિના સાધક તરીકે ઇચ્છે છે. તેથી તેનું જ્ઞાન અજ્ઞાન ફળ જ છે. નરકપ્રાપ્તિ આદિ અજ્ઞાન ફળ હોવાથી અજ્ઞાન જ છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન તો જ્ઞાન ફળ જ છે એવો ભાવ છે. કહેવાય છે કે-વિપરિત વસ્તુ ગ્રાહી મિથ્યાષ્ટિ મોક્ષાદિના સમ્યજ્ઞાન-ક્રિયારૂપ સાધનને વિપરિત માને છે- “વેદમાં કહેલી હિંસા દોષ નથી” શતાનિ નિયુચને પશૂનાં મધ્યમેના શ્વમેવસ્થ वचनान्यूनानि पशुभिस्त्रिभिः ॥१॥ हत्वा भूतसहस्राणि कृत्वा पापशतानि च । स्नात्वा
ગર્ભે પૂતે યતિ નીવા: શિવાય” રા વગેરે જીવઘાતનું કારણ હોવાથી સંસારના હેતુભૂત મિથ્યાજ્ઞાનને મોક્ષાદિસાધક તરીકે માનવાથી, જલસ્નાન-પશુવધ-પુત્રસંતતિનું કારણ મૈથુનાદિ ક્રિયામાં તેના સાધકતરીકે પ્રવર્તન કરે છે તેથી તેનું જ્ઞાન પણ અજ્ઞાનનું ફળ હોવાથી અજ્ઞાન જ છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન-ક્રિયાના સંયોગથી મોક્ષાદિમાં પ્રવૃત્તિથી જ્ઞાનનું ફલ હોવાથી જ્ઞાન જ છે.
પ્રશ્ન-૩૨૫ – મિથ્યાજ્ઞાન-વિપરિતક્રિયા રૂપ જે ધર્મને મિથ્યાષ્ટિ મોક્ષના સાધક તરીકે માને છે જો તે ધર્મ પણ સમ્યજ્ઞાનાદિરૂપ સમ્યગ્દષ્ટિમાન્ય મોક્ષનું સાધન છે તો મિથ્યાષ્ટિનું વિપરિત શું છે? કાંઈ નહિ. ભાવાર્થ-“સર્વમય સર્વવસ્તુ છે” એ આપનો સિદ્ધાંત છે. તેથી સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના સમુદાયરૂપ સાધનનો જે રીતે સમ્યજ્ઞાનાદિક ધર્મ છે તે રીતે મિથ્યાજ્ઞાનાદિક પણ છે નહિ તો સર્વનો સર્વમયત્યાગનો પ્રસંગ આવે, એટલે સમ્યગ્દષ્ટિએ મોક્ષની સંસિદ્ધિ માટે જે સાધનનો ધર્મ સ્વીકાર્યો છે તેમ મિથ્યાદેષ્ટિએ પણ તેની સિદ્ધિ માટે તે જ ધર્મ સ્વીકાર્યો છે, ધર્મગ્રહણ દ્વારા કાંઈક ધર્મી તરીકે પણ તેનું ગ્રહણ છે એટલે મિથ્યાદેષ્ટિની વિપરિતતા કેવી?
ઉત્તર-૩૨૫ – તમારી વાત જામતી નથી. કેમકે, અનંતધર્મથી અધ્યાસિત વસ્તુના પણ બધા ધર્મો એક અર્થને સાધતા નથી પરંતુ યોગ્યતાનુસાર કોઈક કોઈક ધર્મને જ સાધે છે. જેમકે કળશ-કોડિયું-કપાલી-ભુંભલક આદિનો મૃદ્ધર્મ સાધારણ હોવા છતાં કળશની જેમ ભુંભલકાદિ પણ મંગળજલધારણ આદિ કાર્યોમાં વપરાતા નથી. સુવર્ણધર્મત્વ સમાન હોવા