________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૪૯
ઉત્તર-૩૦૩ – અહીં અવગ્રહાદિનું સંશયાદિત્વ જે તમે ઉભાવ્યું છે. તે હજુ સુધી સાધ્ય છે. તે કહેલી અનિયુક્તિ વાચામાત્રથી જ મારો કહેલો હેતુ સિદ્ધ માનવો એટલાથી જ તારા સમીહિતની સિદ્ધ થતી નથી. એટલે ખુશ ન થા. કેમકે, જે કહ્યું છે સંધેિ સંશય વિપર્યય તે યોગ્ય નથી. અમે તેવા પ્રકારના વસ્તુ અપ્રાપક સંદિગ્ધની વિવક્ષા કરી નથી. જેથી વસ્તુ અપ્રાપ્તિ કે વિપર્યય પ્રાપ્તિથી ત્યાં સંશય-વિપર્યય થાય. પરંતુ વસ્તુ પ્રાપક સત્ય નિશ્ચય કરતાં છતાં, જ્યાં તથાવિધ ક્ષયોપશમની વિચિત્રતાથી મનમાં કોઈ અલ્પ શંકામાત્રનું પણ નિવારણ થતું નથી અને નાને એ રીતે વિથા વા વગેરે તે અહીં શંકાના સ્થાને છે અને એટલા માત્રથી જ અવગ્રહાદિને અજ્ઞાનરૂપે માનવા બરાબર નથી એમ કરવા જતાં તો વ્યવહાર જ નષ્ટ થઈ જાય. ધૂમ-વાદળાદિથી સમ્યગ્ રીતે અગ્નિ-જલાદિનો નિશ્ચય થવા છત્તો સુખથી તે નિશ્ચયને કહેનારા બધા પ્રમાતાઓના મનમાં થતી શંકામાત્રને નિવારી શકાતી નથી. તે બધાય નિશ્ચિત વસ્તુને પ્રાપ્ત કરતા નથી. અને સંશય-વિપર્યયતાથી તેમની અજ્ઞાનતા પણ દેખતા નથી, અને ઈહા પણ સંશય જ છે એવું જે કહ્યું તે પણ અસંગત છે. વિકમયે થાપુ: પુરુષો વા એવો સંશય ઈહા માનતો નથી. પરંતુ, જે બોધ થયા પછી અવશ્ય નિશ્ચય થાય છે તે જ અન્વયધર્મઘટન-વ્યતિરેકધર્મનિરાકરણ દ્વારા નિશ્ચયાભિમુખ થતો બોધ તે ઈહા એવું પહેલા વારંવાર કહેલું જ છે. એ નિશ્ચયાભિમુખ હોવાથી સંશય નથી. અને તેની પ્રત્યાસત્તિ માત્ર પ્રાપ્ત થઈ હોવાથી નિશ્ચય પણ નથી. અને નિશ્ચયથી અન્ય સર્વ સંશય હોવાથી અજ્ઞાન જ છે; એમ પણ ન કહેવું કારણ કે તેમ કરવામાં તો નિશ્ચયના ઉત્પાદનની ક્ષણમાં પણ સર્વથા અજ્ઞાન થવાની આપત્તિ આવે એટલે નિશ્ચય પણ અજ્ઞાન થઈ જાય, અવિશિષ્ટ કારણથી વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિ થતી નથી એ નિયમ છે. અહીં નિશ્ચય ઉપાદાનક્ષણ કારણ છે અને નિશ્ચયરૂપ કાર્ય છે. માટે, અજ્ઞાનરૂપ નિશ્ચય ઉપાદાનથી જ્ઞાનરૂપ નિશ્ચય ઉત્પન્ન ન થાય, અને નિશ્રિત વિસ: એવું જે કહ્યું તે પણ બરાબર નથી કારણ કે, નિશ્રિતમ્ નિશ્રિતમ્ આ વ્યાખ્યાનમાં આ દોષ સર્વથા અસંબદ્ધ છે. પરધમૅહિં એ વ્યાખ્યાનાંતર માત્ર હોવાથી તે પણ વ્યાખ્યાન જો હોય તો પણ વ્યાખ્યાનથી પરધર્મો તેમાં શંકામાત્ર જ માનવા નિશ્ચિત નહિ. જેમકે અહીં ગાય છે પણ અશ્વ જેવી લાગે છે એટલા માત્રથી જ આ વિપર્યયોપલબ્ધિ જાણવી, સર્વથા વિપર્યયધર્મના નિશ્ચયથી નહિ, સર્વથા વિપર્યયમાં તો ત્યાં અશ્વાદિની વિદ્યમાનતાનો પ્રસંગ આવે. એમ થતાં અનિશ્ચિત્તથી એ ભિન્ન નથી એમ નહી કહેવું કારણ કે, ત્યાં પરધર્મની નિશ્ચિત્તતાનો અભાવ અને વિવક્ષિત વસ્તુના અભાવની શંકા માત્રનો જ સદ્ભાવ હોય છે અને વસ્તુપ્રાપ્તિ વિધાતાના અભાવે વિપર્યયધર્મની શંકામાત્રથી અજ્ઞાનતા ન થાય. નવગ્રહોનધ્યવસાય: એવું જે કહ્યું છે તે પણ યોગ્ય નથી, કારણ કે, ત્યાં અધ્યવસાય સાક્ષાત્ નથી પણ યોગ્યતાથી જ છે. નહિતો તેના