________________
૧૨૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્ય હવે જો તે (બુદ્ધિ) ત્યાં છે તો એ અર્થાવગ્રહ નથી, પરંતુ અપાય જ થાય, એ બરાબર નથી, જો તે માનો તો અર્થાવગ્રહ અને ઇહાનો અભાવ થવાની આપત્તિ આવે.
અર્થાવગ્રહમાં શબ્દ એવી વિશેષબુદ્ધિ માનનારાઓને અન્ય દોષ પણ છે. તે આ રીતે - અર્થાવગ્રહના એક સમયે “શબ્દ” એવી વિશેષ બુદ્ધિ આપ માનો તો તે નિશ્ચયરૂપ છે અને નિશ્ચય કાંઈ અકસ્માત્ થતો નથી પરંતુ ક્રમથી થાય છે જેમકે - પહેલા રૂપાદિથી ભિન્ન અવ્યક્ત શબ્દ સામાન્ય ગ્રહણ થાય, પછી તેના વિશેષ વિષયક, અને તેનાથી અપર રૂપાદિ વિશેષ વિષયા બુદ્ધિ અને આ આ ધર્મોથી ‘ક્રિમિયં સઃ' કે રૂપાદિ એવી ઇહા થાય, પછી ગ્રહણ કરેલા શબ્દ સામાન્યનું ગ્રહણ થાય અને બીજા ત્યાં ન રહેલા રૂપાદિ વિશેષોનું વર્જન. આવા ક્રમથી નિશ્ચય ઉત્પન્ન થાય છે. તેમ થતાં શ્રોતાને પણ અર્થાવગ્રહના એક સમયમાં સામાન્યગ્રહણાદિ પ્રકારો વડે ઘણા ઉપયોગ થાય. પ્રથમ-સામાન્ય ગ્રહણ ઉપયોગ, બીજું યથોક્ત ઇહાનો ઉપયોગ, ત્રીજો-હેયધર્મવર્જન ઉપયોગ, ચોથો-ઉપાદેય ધર્મ પરિગ્રહણનો ઉપયોગ આ રીતે એક સમય માત્ર એવા પણ અર્થાવગ્રહમાં ઘણા ઉપયોગો પ્રાપ્ત થાય છે, એ બરાબર નથી, શાસ્ત્રમાં તેનો નિષેધ છે. તેથી અર્થાવગ્રહમાં શબ્દવિશેષ બુદ્ધિ નથી.
અપરવાદિનો અભિપ્રાય - પ્રશ્ન-૨૬૩– જો આ બધું વિશેષ વિમુખ અવ્યક્ત સામાન્ય માત્ર વસ્તુનું ગ્રહણ છે તે તત્કણ જન્મેલા માત્ર એવા બાળકને પણ હોય છે, અહીં વિરોધ નથી. કારણકે એ અવ્યક્ત સંકેતાદિરહિત-અપરિચિત વિષયવાળો છે. તો જે પરિચિત વિષય છે તેનું શું?
ઉત્તર-૨૬૩ – પ્રથમ શબ્દશ્રવણના સમયે જ વિશેષવિજ્ઞાન થાય છે, તે સ્પષ્ટ હોવાથી. તેથી એને આશ્રયીને “તે સદ્ ત્તિ ૩ દિg' વગેરે ઋતમુજબ જ વ્યાખ્યા કરાય છે. એટલે, કોઈ દોષ નથી રહેતો.
ગાથા ૨૬૬ મુજબ અને ૨૬૭ મુજબ જે દુષણ છે તેની અવસ્થા અને જે સ્વરૂપ છે તે સમયમિ-ઇતિ જે પરે કહેલું છે તે તદવસ્થ જ છે, એટલે પૂર્વે કહેલા દોષોથી અન્ય દૂષણ કહેવાનો પ્રયાસ ન કરવો. અથવા તન્મ વેત્યાદ્રિ થી તેમાં જ સ્પષ્ટજ્ઞાનવાળા વ્યક્ત જંતુના વિશેષગ્રાહી સમયમાં આ શબ્દ શંખ અથવા શાનો છે? સ્નિગ્ધ, મધુર કે કર્કશ છે? સ્ત્રીપુરુષાદિનો કે કોઈ વાજિંત્રનો છે? ઈત્યાદિ ઘણાં વિશેષનું ગ્રહણ થવાની પ્રસક્તિ થાય જેમકે – જો વ્યક્ત પરિચિત વિષયવાળા જીવને અવ્યક્ત શબ્દજ્ઞાનને ઉલ્લંઘીને તે અર્થાવગ્રહ એકસમય માત્રમાં શબ્દનું નિશ્ચય જ્ઞાન થાય તો અન્ય કોઈ પરિચિતતર વિષયવાળા પટુતર અવબોધવાળાને તે જ સમયે વ્યક્ત શબ્દજ્ઞાનને પણ વટાવીને ‘શાંખ