________________
૧૩૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ ઉત્તર-૨૭૭ – સાચી વાત છે પણ ભેદની વિવેક્ષાએ સ્વરૂપ પણ લક્ષણ થાય જ છે જેમકે-વિષાકૃત સ્વરૂપેણ નક્યતે જ્ઞાતિવત્ | પર્વ સ્વસ્થામાવાગ્યાં તે ઉત્તસગ્નની !
પ્રશ્ન-૨૭૮ - જો બહુ બહુવિધાદિવિશેષગ્રાહકબોધ અપાય જ હોય તો અન્યત્ર અવગ્રહાદિઓનું પણ બહુ આદિ ગ્રહણ કેમ કહ્યું છે ?
ઉત્તર-૨૭૮ – સાચી વાત છે. પરંતુ, અપાયનું કારણ અવગ્રહાદિ છે. કારણમાં યોગ્યતાથી કાર્યનું સ્વરૂપ છે. એમ ઉપચારથી તેઓ પણ બહુઆદિ ગ્રાહકો કહેવાય છે એટલે દોષ નથી.
પ્રશ્ન-૨૭૯ - જો એમ હોય તો અમે પણ અપાયમાં રહેલા વિશેષજ્ઞાનનો અવગ્રહમાં ઉપચાર કરીશું એટલે ઉક્ત ન્યાયથી ઉપચાર કરીને અર્થાવગ્રહને વિશેષ ગ્રાહક કહો ને?
ઉત્તર-૨૭૯- ના એમ નથી, કારણ કે મુખ્યનો અભાવ હોય તો પ્રયોજન અને નિમિત્તમાં ઉપચાર પ્રવર્તે છે. પરંતુ અહીં તો એવું છે નહિ એટલે ઉપચારનું કોઈ પ્રયોજન નથી.
પ્રશ્ન- ૨૮૦ - તો અમે તેણે સદે ઈત્યાદિ સૂત્રનું યથાશ્રુતાર્થનિગમનરૂપ પ્રયોજન છે તેથી ઉપચાર કરવામાં શું વાંધો છે?
ઉત્તર-૨૮૦ – ના “È મારૂ વત્તા' આ પ્રકારે પણ તેનું નિગમન થયેલું જ છે. પ્રશ્ન-૨૮૧ – પણ એ સામર્થ્યવ્યાખ્યાન છે, કૃતના અર્થ અનુસાર થી વ્યાખ્યા નથી એમ માનો?
ઉત્તર-૨૮૧ – તો જો ઉપચારથી પણ સૂત્રનો અર્થ વ્યાખ્યાય છે એમ તમારો અભિપ્રાય છે તો જેમ ઉપચાર ઘટે તેમ કરીએ, પણ એમ કરાતો એ શોભતો નથી, કારણ કે સિંહ-માણવક, સમુદ્રતળાવ ની જેમ કાંઈક સામ્ય છતાં એ સામ્યતા માત્રમાં કરાતું શોભે છે. પણ તારા કહેવામાં એવી સમાનતા નથી. એટલે ઉપચાર કઈ રીતે ઘટી શકે? કેમકે, આ એક સમયના અર્થાવગ્રહમાં અસંખ્ય સમયનું વિશેષગ્રહણ કોઈ રીતે પણ સંગત થાય નહિ. પ્રશ્ન-૨૮૨– તો તો અર્થાવગ્રહમાં પણ ઉપચાર કરીએ તોય કઈ રીતે ઘટે?
ઉત્તર-૨૮૨ – અહો ! ઘણા સમય પછી સાચું ભાન થયું છે તો એકાગ્ર મનથી સાંભળ. તે પણ જે રીતે ઘટે છે તેમ કહું છું. સદ્ ત્તિ એ રીતે સૂત્રનું વ્યાખ્યાન કર્યું છે. જો ઔપચારિક અર્થથી પણ તમને પ્રયોજન છે તો તે પણ જે રીતે ઘટે તેમ તમને કહીશું.