________________
ગુજરાતી પ્રશ્નોત્તર
અંધારાવાળા ઓરડાદિમાં ઈન્દ્રિયનો વ્યવહાર ન હોવા છતાં મનની ઉત્પ્રેક્ષામાત્રથી સંભળાતા ગીતાદિશબ્દમાં પ્રથમ સામાન્યમાત્ર ઉત્પ્રેક્ષામાં અવગ્રહ થાય છે, તે પછી, ‘આ શબ્દ છે કે અશબ્દ ?' એ ઉત્પ્રેક્ષામાં ઇહા, થાય છે. પછી શબ્દના નિશ્ચયમાં અપાય થાય છે, પછી ધારણા થાય છે. એમ દેવતાદિ રૂપમાં, કપૂરાદિગંધમાં, મોદકાદિ રસમાં, સ્ત્રીના સ્તનકળશાદિના સ્પર્શમાં ઉત્પ્રેક્ષા કરતાં ઈન્દ્રિયના વ્યવહાર વિના પણ કેવળ મનના અવગ્રહાદિ ભાવવા.
૧૪૧
પ્રશ્ન-૨૯૧ – આ અવગ્રહાદિઓ ઉત્ક્રમ કે વ્યતિક્રમથી કેમ થતા નથી ? અથવા ઇહા વગેરે ત્રણ, બે કે એક માનતા નથી પણ બધા માનો છો ?
ઉત્તર-૨૯૧ પદ્માનુપૂર્વીથી થતો ઉત્ક્રમ અન્નાનુપૂર્વીથી થતો અતિક્રમ ક્યારેક અવગ્રહને ઓળંગીને ઇહા, તેને પણ પસાર કરી અપાય અને તેને પણ ઓળંગીને ધારણા એ અનાનુપૂર્વરૂપ અતિક્રમ છે. આ ઉત્ક્રમ-વ્યતિક્રમથી અવગ્રહાદિ દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાતું નથી. તથા, એમનામાંથી કોઈ એકના પણ અભાવે વસ્તુસ્વભાવાવબોધ પાંગળો છે. તેથી એ બધા માનવા એક, બે કે ત્રણ નહિ. તથા સાહો હા અવામો ય ધારા વ હૌંતિ પત્તાર આ ગાથામાં જેમ એવકારથી એમનો નિયમિત ક્રમ બતાવેલો છે. તેમ જ એ નિયમિત ક્રમવાળા હોય છે. જો એમાંથી એક પણ ઓછું હોય તો વસ્તુબોધનો
અભાવ થાય.
-
કારણ કે અવગ્રહથી અગૃહીત વસ્તુની ઇહા ન થાય. ઇહા વિચારરૂપ છે. અને અગૃહીત વસ્તુ નિરાસ્પદ હોવાથી વિચારયોગ્ય બનતી નથી એટલે પ્રથમ અવગ્રહ બતાવીને પછી ઇહા કહી છે. અનીહિત વસ્તુ અપાયનો વિષય બનતી નથી. અપાય નિશ્ચયરૂપ હોય છે અને નિશ્ચય એ વિચારપૂર્વક થાય છે. એટલે અપાય પહેલાં ઇહા બતાવી છે. અપાયથી નિશ્ચિત ન થયેલું ધારણાનો વિષય બનતું નથી. વસ્તુની ધારણા અવધારણરૂપ છે અને અવધારણ નિશ્ચય વિના ન થાય એટલે ધારણા પહેલાં અપાય છે.
પ્રશ્ન-૨૯૨ તેથી શું ?
ઉત્તર-૨૯૨ – તેનાથી અવગ્રહાદિનો નિયમિત ક્રમ જ ન્યાયસંગત છે, યથોક્તન્યાયથી વસ્તુ અવગમનો અભાવ થવાની આપત્તિ આવે છે. ઉત્ક્રમ-વ્યતિક્રમ ન્યાયી નથી.
હવે, એકના અભાવે પણ વસ્તુનો સદ્ભાવાધિગમ થતો નથી તે બતાવે છે.
અવગ્રહાદિ ચારમાંથી એકના પણ અભાવે મતિજ્ઞાન થતું નથી. પૂર્વમવગૃહીતનીહતે એ યુક્તિથી જ તે પસ્પર અસંકીર્ણ છે એમ જણાવ્યું છે. કારણ કે ઉત્તરોત્તર ભિન્ન-ભિન્ન નવા