________________
૧૪૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૨૯૫ – વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ ભેદથી પહેલાં જે ૨ પ્રકારનો અવગ્રહ કહ્યો છે, તેને અવગૃહસામાન્ય તરીકે ગ્રહણ કરો, એટલે અવગ્રહ સામાન્ય તરીકે અંતર્ગત થાય છે. જેટલાં પણ વિશેષો છે તે વિશેષોનો સામાન્યમાં અંતર્ભાવ થાય છે. જેમકે, હાથી વગેરે વિશેષોનો સેનામાં અને ઘર-ખદીરાદિ વૃક્ષોનો વનમાં અંતર્ભાવ થાય છે. એથી અવગ્રહ સામાન્યરૂપે એક હોવાથી અવગ્રહાદિ ૪ના ઇન્દ્રિયાદિ ૬ સાથે ગુણતા કૃતનિશ્રિતના ૨૪ ભેદો અને અશ્રુત નિશ્રિતના ૪=૧૮ ભેદ મતિજ્ઞાનના સિદ્ધ થાય છે એવો કેટલાંકનો મત છે.
એ મત બરાબર નથી કેમકે અવગ્રહાદિ ચારથી ભિન્ન અશ્રુત નિશ્રિતનો અભાવ છે કારણ કે તે અશ્રુતનિશ્રિત અવગ્રહાદિથી ભિન્ન નથી તે કારણથી અવગ્રહાદિ સામાન્યને આશ્રયીને તે અવગ્રહાદિ સંબંધિ ૨૮ ભેદોમાં અંતર્ગત જ બુદ્ધિ ચતુષ્ટયરૂપ અશ્રુતનિશ્રિત છે તો પછી વ્યંજનાવગ્રહ ચતુષ્ઠયને પાડીને એમાં બુદ્ધિચતુષ્ટય ફરી કેમ નંખાય છે ? એ બરાબર નથી કારણ કે, શ્રોત્રેન્દ્રિયાદિ ભેદથી અવગ્રહાદિનાં જ ૨૮ ભેદો કહ્યા છે તે ચાર તો બુદ્ધિચતુષ્ટયમાં પણ છે તેથી અવગ્રહાદિ ભણનદ્વારથી તે અશ્રુતનિશ્રિત બુદ્ધિ ચતુષ્ટય પણ આ ૨૮ ભેદમાં સંગૃહીત જ છે.
પ્રશ્ન-૨૯૬ – અમે તમને એટલું પૂછીએ છીએ કે ઔત્પત્તિકિ આદિ બુદ્ધિચતુષ્ટયમાં અવગ્રહાદિ કઈ રીતે સંભવે છે?
ઉત્તર-૨૯૬ - તે અહીં જે રીતે થાય તે રીતે બતાવીએ છીએ આગમમાં બતાવ્યું છેમહ-સિત-ઢિ-ડ-તિત-વાતુ-સ્થિ-વ-વનસંડે | પાથ-ગડ્રયા-પત્ત વાહિલ્લા પશ પિયરો ય | ઇત્યાદિથી ઔત્પત્તિકી આદિ બુદ્ધિનાં ઘણા ઉદાહરણો છે. તેમાંથી બીજાને ઉપલક્ષણ કરીને કુકડાના ઉદાહરણને આશ્રયીને ઔત્પત્તિકી બુદ્ધિમાં અવગ્રહાદિની ભાવના કરે છે.
રાજાએ નટકુમાર ભરતની બુદ્ધિની પરિક્ષા માટે કહ્યું કે આ મારો કુકડો બીજા કુકડા વિના એકલો લડાવ. તેણે મનમાં વિચાર્યું પ્રતિસ્પર્ધી કુકડા વગર કઈ રીતે લડે? વિચારતાં જલ્દીથી મનમાં સ્વર્યું પ્રતિબિમ્બની સામે દર્પથી ભરેલો હોવાથી એ લડશે. એવું અવગૃહીત થયું, આમ, અવગ્રહસામાન્યથી બિમ્બમાત્રના અવગ્રહણથી મતિનો પ્રથમ ભેદ જે ઉત્પન્ન થયો તે અવગ્રહ. હવે, તે કયું પ્રતિબિંબ એને લડવા માટે સારું થાય તળાવના પાણીમાં રહેલું કે દર્પણમાં રહેલું ? આ બિમ્બની જે શોધ થઈ તે ઈહા, દર્પણમાં રહેલું જ ત્યાં બરાબર છે કેમકે તળાવમાં રહેલું કલ્લોલાદિથી વારંવાર નષ્ટ થતું હોવાથી અને અસ્પષ્ટ હોવાથી બરાબર નથી આવો બિમ્બનો જે નિશ્ચય થયો તે અપાય. એથી ચારેબુદ્ધિમાં પણ