________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પર્યાયોને ગ્રહણ કરે છે, નાગૃહીતમૌદ્ઘતે એ યુક્તિથી જ તે ચારે સમકાળે થતા નથી. એટલે તે ભિન્ન સિદ્ધ થયેલા અવગ્રહાદિ સમકાળે થતા જ નથી. પૂર્વે અવગૃહીતની જ ઉત્તરકાળે ઇહા થાય છે અને ઇહાના ઉત્તરકાળે જ નિશ્ચય થાય છે. એટલે આ રીતે તેમનો વ્યતિક્રમ કે ઉત્ક્રમ નથી, અવગ્રહાદિ યથોક્તધર્મવાળા જ છે વિપર્યય ધર્મવાળા નથી એ સાબિત થયું.
૧૪૨
એ શેયવશથી પણ યથોક્ત ધર્મવાળા છે તેને સિદ્ધ કરતા કહે છે, અવગ્રહાદિગ્રાહ્ય શેય શબ્દ-રૂપાદિનો પણ વિપરિત સ્વભાવ નથી કે જેનાથી તેના ગ્રાહક અવગ્રહાદિઓ યથોક્તરૂપતાને છોડીને અન્યથા થાય. શેય શબ્દાદિનો પણ તે સ્વભાવ નથી કે જે આ અવગ્રહાદિ એકાદિ રહિત, અભિન્ન અને ઉત્ક્રમ-વ્યતિક્રમવાળા મનાય પરંતુ શબ્દાદિ જ્ઞેય સ્વભાવ પણ તે રીતે જ વ્યવસ્થિત છે જે રીતે એ સર્વ, ભિન્ન, અસમકાળ અને ઉત્ક્રમવ્યતિક્રમ રહિત અવગ્રહાદિ હોય તો જ તેઓ વડે તે સંપૂર્ણ યથાવસ્થિત મનાય છે એટલે શેયવશથી પણ યથોક્તરૂપવાળા જ હોય છે.
પ્રશ્ન-૨૯૩
સતત સુઅભ્યસ્ત, દૃષ્ટપૂર્વ, વિકલ્પિત અને ભાષિત વિષયમાં ક્યાંક ક્યારેક જોયેલા અવગ્રહ ઇહા બંનેને ઓળંગીને પ્રથમથી જ અપાય થતો સર્વજીવોને નિર્વિવાદ અનુભવાય છે. જેમ કે ‘આ પુરુષ છે’, અન્યત્ર પાછું ક્યાંક પૂર્વોપલબ્ધ સુનિશ્ચિત, દઢવાસન વિષયમાં થતાં અવગ્રહાદિ ત્રણને ઓળંગીને સ્મૃતિરૂપ ધારણા જ દેખાય છે કે આ વસ્તુ છે જે અમે પહેલાં જોઈ હતી. તો પછી ઉત્ક્રમ-વ્યતિક્રમથી અને એકાદિના વિરહમાં વસ્તુસદ્ભાવાધિગમ થતો નથી એવું કઈ રીતે કહો છો ? અને ‘કૃત્તિખ્ખરૂ નાહિય’ એવું કઈ રીતે કહો છો ?
તે
-
ઉત્તર-૨૯૩ – તમારો આ અનુભવ ભ્રમણા છે. તમારી પ્રેરણા અમને કમળની સો પાંખડીઓને સોયાદિથી ભેદનની જેમ દુર્વિભાવ તરીકે લાગે છે. જેમકે તરૂણ, સમર્થ પુરુષ કમળની સો પાંખડીઓ સોયાદિથી વેધ કરતો એમ માને છે કે મેં આ એકસાથે વિંધ્યા પણ તે દરેક પાંખડીઓ કાળભેદથી ભેદાય છે અને એ કાળને અતિસૂક્ષ્મતા ભેદથી જાણતો નથી. એમ અહીં પણ અવગ્રહાદિનો કાળ અતિસૂક્ષ્મ હોવાથી દુર્વિભાવનીયપણાથી ભિન્ન પણે જણાતો નથી. નહી કે, અવિદ્યમાનપણાથી. ઇહાદિ પણ અન્યત્ર ક્યાંક પ્રગટ પણે જ અનુભવાય છે. જ્યાં પણ સ્વયંવેદનથી ન અનુભવાય ત્યાં પણ ઉત્પતદલશત વેધના ઉદાહરણથી જાણવું. આ રીતે પ્રથમથી જ અપાયાદિનો પ્રતિભાસ થતો જણાય છે તે ભ્રાંત જ છે.
અન્ય ઉદાહરણથી પણ બતાવે છે. જેમકે સકી શખ્ખુલી ખાવામાં એક સમયમાં એક સાથે જ સર્વ ઇન્દ્રયવિષયોની ઉપલબ્ધિ દેખાય છે. તેમ આ અપાયાદિનો પણ પ્રથમથી