________________
૧૪૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૨૯૦ – તે રૂપલક્ષ્યો શેનાથી ગણાય છે ?
ઉત્તર-૨૯૦ – ચક્ષુઆદિથી પ્રાયઃનજીક હોવાથી ગ્રહણ કરાતા સ્થાણુ આદિની ત્યાં ન ગ્રહણ કરાતા પુરુષાદિ સાથે પ્રાયઃ ઘણા ધર્મોથી જે પ્રત્યાસતિ-સમાનતા છે. તેથી, ઇહાદિ જાણવા. પણ, અત્યંત વિલક્ષણવસ્તુ સ્થાણુ આદિની ઊંટાદિસાથે થતી નથી. અવગ્રહ સામાન્યમાત્રનો ગ્રાહક હોવાથી તેમાં બીજી વસ્તુની અપેક્ષા પણ હોતી નથી. ઇહાઉભયવસ્તુના અવલંબનવાળી છે, ત્યાં આગળ દેખાતી વસ્તુની જે વિરોધી વસ્તુ છે, તેને આશ્રયીને પ્રાયઃ ઘણા ધર્મોથી સમાન લીધું છે, અત્યંત વિલક્ષણ નહિ. આગળ ધીમા-ઝાંખા પ્રકાશમાં દૂરથી દેખાતા સ્થાણુ આદિમાં સ્થાણુ છે કે પુરુષ ? એવી ઇહા થાય છે. ઊભા રહેવું, ચડવું, જાડાઇ, ઊંચાઇની સમાનતાદિથી પ્રાયઃ ઘણા ધર્મો વડે પુરુષ સ્થાણુની નજીક હોવાથી, ઈહા થાય પણ સ્થાણુ કે ઊંટ ? એમ નથી કેમકે ઊંટ સ્થાણુની અપેક્ષાએ પ્રાયઃ અત્યંત અલગ છે. એટલે જ સામાન્યમાત્રના ગ્રાહી એવા અવગ્રહને આગળ નથી કર્યો પણ ઇહાદિ એમ કહ્યું છે. ઇહા ઉભયવસ્તુ અવલંબી હોવાથી જ ‘પાયં પચ્ચાસત્રતણેણ’ એ વિશેષણ સફળ છે. અપાય પણ ‘સ્થાણુરેવાડયં ન પુરુષઃ' વગેરે રૂપથી સમાન પણાથી જ પ્રકૃત હોવાથી તે વિશેષણ પણ કાંઈક સફળ હોવાથી આદિ શબ્દનો પણ અહીં કોઇ વિરોધ નથી.
ચક્ષુઆદિ ઇન્દ્રિયોની વિષયભૂત સમાન વસ્તુઓ
ચક્ષુ ઇન્દ્રિયથી થતી ઇહાદિના વિષયભૂત સમાન વસ્તુઓ- સ્થાણુ-પુરુષ, શુક્તિકારજતખંડ, મૃગતૃષ્ણા-પાણીનું પૂર, રજ્જુ-સર્પ વગેરે.
ઘ્રાણેન્દ્રિયની થતી ઇહાદિના વિષયભૂત સમાન વસ્તુઓ-કાષ્ટ-ઉત્પલ, સપ્તચ્છદ-મત્ત હાથી, કસ્તુરી-ગજમદ, વગેરે
રસનેન્દ્રિયથી થતી ઇહાદિના વિષયભૂત સમાન વસ્તુઓ-ભરેલાં કારેલા-માંસ, ગોળ-ખાંડ, દ્રાક્ષ-શુષ્કરાજાદન (રાયણ) વગેરે
સ્પર્શનેન્દ્રિયાથી થતી ઇહાદિના વિષયભૂત સમાન વસ્તુઓ-સર્પ-ઉત્પલનાલ, સ્ત્રી-પુરુષ, ઢેફુ-પત્થર વગેરે સમજવું.
અન્નત્ત સુમિળ પાસેા ને અનુસરી સ્વપ્નમાં મનના પણ અવગ્રહાદિ બતાવે છે.
સ્વપ્નાદિમાં ઇન્દ્રિયવ્યાપારાભાવે પણ (ફક્ત મનના માનેલા) શબ્દાદિ વિષયોમાં અવગ્રહ-ઇહા-અપાય-ધારણા થાય છે. દા.ત. સ્વપ્નાદિમાં અથવા બારણું બંધ કરવાથી