________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૯
(૩) અપાય :
महुराइगुणत्तणओ संखस्सेव त्ति जं न सिंगस्स । विण्णाणं सोऽवाओ अणुगमવફરમાવાનો મધુર- સ્નિગ્ધાદિ ગુણવાળો હોવાથી આ શંખનો જ શબ્દ છે, શિંગડાનો નહિ એવું જે વિશેષજ્ઞાન છે, તે અપાય-નિશ્ચયજ્ઞાનરૂપ છે કેમકે-પુરોવર્તી અર્થધર્મોના અનુગમભાવથી અસ્તિત્વનો તેમાં નિશ્ચય હોય છે. અને ત્યાં અવિદ્યમાન અર્થધર્મોનો તો વ્યતિરેક ભાવથી નાસ્તિત્વનો નિશ્ચય હોય છે. આ અપાય વ્યવહારાર્થાવગ્રહ પછી થનારો કહ્યો છે અને નિશ્ચય અવગ્રહ પછી થનારો તો સ્વયં જોવો, તે આ રીતે-શ્રોત્રગ્રાહ્યત્વાદિ ગુણથી આ શબ્દ જ છે રૂપાદિ નથી. ઈહા અને અપાયવિષયક વિપ્રતિપત્તિનું નિરાકરણ અમે પહેલાં કરી દીધું છે એટલે અહીં જણાવી નથી.
(૪) ધારણા :तयणंतरं तयत्थविच्चवणं जो य वासणाजोगो । कालंतरे य जं पुणरणुसरणं धारणा सा उ॥
અપાય પછી તદર્થથી અવિચ્યવન-ઉપયોગને આશ્રયીને અભ્રંશ; અને જે વાસનાનો જીવની સાથે યોગ, અને જે તે અર્થનું-કાલાંતરે ફરી ઇન્દ્રિયોથી ઉપલબ્ધ કે અનુપલબ્ધ અર્થનું એજ રીતે મનથી સ્મરણ થાય છે તે ત્રણ પ્રકારના અર્થના અવધારણ રૂપ ધારણા જાણવી.
ભાવાર્થ :- અપાયથી નિશ્ચિત અર્થમાં ત્યાર પછી યાવતુ અત્યારે પણ તેના ઉપોયગના સાતત્યથી તેમાંથી હટી જતો નથી ત્યાંસુધી તદર્થોનો ઉપયોગ એ અવિશ્રુતિ નામનો ધારણાનો પ્રથમભેદ થાય છે. પછી તે ઉપયોગના આવરણકર્મના ક્ષયોપશમ સાથે જીવ જોડાય છે. જેથી કાલાંતરમાં ઇન્દ્રિય વ્યાપારાદિ સામગ્રી સભાવે ફરીથી તદર્થોપયોગ મૃતિ રૂપે ખુલે છે. તે તદાવરણ ક્ષયોપશમરૂપ વાસના નામનો બીજોભેદ છે. અને કાલાંતરમાં વાસનાવશથી તે અર્થની-ઇન્દ્રિયથી ઉપલબ્ધ કે અનુપલબ્ધ એવા અર્થની પણ મનમાં જે સ્મૃતિ થાય છે તે ત્રીજો ભેદ.
હવે સૂત્રકારે કહ્યું તે પ્રમાણે -અવં પણ મનાવે ૩ કાંધ વગેરે મનમાં રાખીને ભાષ્યકાર સંક્ષેપ કરે છે. સેતુ વિ વાયુ વિસતુ હૉતિ વત્તવાડું / પાર્થ पच्चासन्नत्तणेणमीहाइवत्थूणि ॥२९२॥
શબ્દથી જેમ રૂપાદિ બધા વિષયોમાં સાક્ષાત્ ન કહેલા રૂપલક્ષ્યો પણ કહ્યાનુસાર પ્રસરતી પ્રજ્ઞાવાળા ચતુરમનવાળાઓને સુજ્ઞેય થાય છે તે ઈહા આદિ મતિજ્ઞાનના ભેદો છે.