________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૭ પ્રશ્ન-૨૮૭ – જો એમ હોય તો માત્ર અર્થાવગ્રહ જ કેમ ગ્રહણ કરાતો નથી કે જેનાથી સઘળો વિવાદ જ શમી જાય?
ઉત્તર-૨૮૭ – એમ નથી “શબ્દ વાગ્યમ્' આદિ અપાયરૂપ આ અર્થાવગ્રહ છે અનેતે અપાય સામાન્યનું ગ્રહણ અને ઈહા સિવાય સંભવતું નથી, એવું પૂર્વે વારંવાર કહેલું જ છે, એટલે પૂર્વનું વ્યાખ્યાન જ મુખ્ય છે.
એક સામયિક નૈૠયિક અર્થાવગ્રહની વ્યાખ્યા કરનાર તરફ પહેલાં જે કહ્યું છે કે એ એક સામાયિક છે તો એનું ક્ષિપ્ર-ચિરગ્રહણવિશેષણ કેવી રીતે ઘટે? તથા જો એ અર્થાવગ્રહ સામાન્યગ્રાહક છે તો બહુ-બહુવિધ આદિ વિશેષણોમાં કહેલું વિશેષગ્રહણ કઈ રીતે ઘટે ? તથા અવગ્રહ વિશેષગ્રાહક હોતે છતે જે સમયોપયોગબાહુલ્ય કહ્યું. આ બધી દોષકાળનો પરિહાર વ્યવહારિક અર્થાવગ્રહ હોતે છતે ઘટે છે, તે આ રીતે-નૈશ્ચયિક અવગ્રહવાદી એ બોલી શકે છે કે ક્ષિપ્ર-ચિરાદિ વિશેષણો વ્યવહારિક અવગ્રહના વિષયવાળા છે, એ અસંખ્ય સમયથી નિષ્પન્ન હોવાથી એનું ક્ષિપ્ર-ચિરગ્રહણ ઘટે છે. વિશેષગ્રાહક હોવાથી બહુબહુવિધાદિ ગ્રહણ પણ ઘટે છે “સામM-તાવિલેસેહી' ઇત્યાદિથી પૂર્વે કહેલું સમયોપયોગ બાહુલ્ય પણ એમાં નિરાસ્પદ જ છે, સામાન્યગ્રહણ-ઇતા પૂર્વક થતું હોવાથી અને અસંખ્યસમયનું હોવાથી, એક સમયે ઘણા ઉપયોગની જે વાત કરો છો તે અહીં અસંબદ્ધ છે
પ્રશ્ન-૨૮૮– તો શું નૈક્ષયિક અવગ્રહમાં ક્ષિપ્ર-ચિરાદિ વિશેષણ સમૂહ ઘટતો નથી કે જેનાથી તે વ્યાવહારિક અવગ્રહાપેક્ષાએ કહેવાય છે?
ઉત્તર- ૨૮૮ – સાચી વાત છે. મુખ્યતયા તો એ વિશેષણો વ્યવહારાવગ્રહમાં જ ઘટે છે. કારણમાં કાર્યધર્મના ઉપચારથી નિશ્ચયવગ્રહમાં પણ ઘટે છે. એવું પહેલા કહેલું છે અને આગળ કહેવાશે. કારણની વિશિષ્ટતાથી કાર્યનું વૈશિસ્ત્ર ઘટે છે નહિતો આખા લોકની પણ ઐશ્વર્યાદિની આપત્તિ આવશે. લાકડાના ટૂકડામાંથી પણ રત્નનો ઢગલો પ્રાપ્ત થવા માંડશે, એ વાત મૂકો અત્યારે જે પ્રસ્તુત છે તેની વિચારણા કરીએ. પરંપરાથી જે આ સામાન્યવિશેષનો વ્યવહાર લોકમાં રૂઢ છે તે પણ વ્યવહારઅવગ્રહ છતે ઘટે છે. એમ અહીં પણ સંબદ્ધ થાય છે લોકમાં પણ જે વિશેષ છે તે પણ અપેક્ષાએ સામાન્ય છે અને જે સામાન્ય છે તે અપેક્ષાએ વિશેષ છે. તે આ રીતે- દ્રિ પવાગ્યમ્ એ રીતે નિશ્ચિત અર્થ પૂર્વ સમાજની અપેક્ષાએ વિશેષ છે, અને શંખનો છે એમ ઉત્તરવિશેષની અપેક્ષાએ સામાન્ય છે. એ પ્રમાણે છેક અંત્ય વિશેષ સુધી જાણવું એમ પૂર્વે કહેલું છે અને આ ઉપર-ઉપરના જ્ઞાનની પ્રવૃત્તિરૂપ સંતાનથી લોકમાં રૂઢ સામાન્ય-વિશેષનો વ્યવહાર ઔપચારિક અવગ્રહ માનીએ