________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૫ નૈશ્ચયિક દૃષ્ટિથી કોઇપણ જાતનો ઉપચારકર્યા વિના સામાન્ય વસ્તુ માત્રનું જે એક સમય પુરતું ગ્રહણ કરાય છે. તે પ્રથમ અવગ્રહ છે કારણ કે, એક સમયસંબંધી જ્ઞાનાદિવસ્તુઓને નિશ્ચયવેદિ એવા પરમયોગિઓ જ જાણે છે એટલે એ નૈૠયિક કહેવાય છે. હવે છદ્મસ્થ વ્યવહારીઓ દ્વારા જેનો વ્યવહાર થાય છે તે ઉપચરિત અર્થાવગ્રહ છે-તે નૈશ્ચયિક અર્થાવગ્રહ થયા પછી ઈહીત વસ્તુ વિશેષનો જે અપાય છે. તે પુનઃ થનારી ઇહા અને અપાયની અપેક્ષાએ અને ભવિષ્યમાં થનાર અન્ય વિશેષોને અપેક્ષીને ઉપચરિત અવગ્રહ થાય છે તે અર્થાવગ્રહ કહેવાય છે.
ઉપચારનું જ અન્ય નિમિત્ત-ભાવિ જે અન્ય વિશેષોની અપેક્ષાએ જે કારણે અપાય હોવા છતાં સમાજને ગ્રહણ કરે છે અને જે સામાન્યને ગ્રહણ કરે છે તે જ અર્થાવગ્રહ છે. જેમકે, પ્રથમ નૈઋયિક અર્થાવગ્રહ. તાત્પર્ય-પ્રથમ નૈઋયિક અર્થાવગ્રહમાં રૂપાદિથી અવ્યાવૃત એવું અવ્યક્ત શબ્દાદિ વસ્તુ સામાન્યને ગ્રહણ કરાયું પછી તે ઈહીત થતાં “શબ્દ પવાગ્યમ્' એવો નિશ્ચયરૂપ અપાય થાય છે. ત્યારપછી તો આ શંખનો શબ્દ છે કે શૃંગનો એવી શબ્દવિશેષ વિષયવાળી ઈહા થશે. તે પછી આ શંખ શબ્દ જ છે એવો શબ્દ વિશેષવિષયવાળો જે અપાય થશે તેની અપેક્ષાએ આ શબ્દ જ છે એવો થતો પ્રથમ નિશ્ચય અપાય છતાં ઉપચારથી અવગ્રહ ગણાય છે. હા-અપાયની અપેક્ષાથી એ રીતે ઉપચારનું એક નિમિત્ત બતાવ્યું. આ શંખનો શબ્દ છે', ઇત્યાદિ. ભાવિવિશેષની અપેક્ષાએ જેનાથી એ સામાન્ય શબ્દરૂપ સામાન્યને ગ્રહણ કરે છે એનાથી ઉપચારનું જ બીજું નિમિત્તે જણાવ્યુંજેમકે જેના પછી ઇહા-અપાય થાય છે અને જે સામાન્યને ગ્રહણ કરે છે તે અર્થાવગ્રહ, જેમ કે પ્રથમ નૈશ્ચયકિ અર્થાવગ્રહ. આ શબ્દ જ છે આદિથી અવગ્રહ થયા પછી ઈહા-અપાય થાય છે અને આ શંખનો શબ્દ છે ઇત્યાદિથી ભાવિ વિશેષની અપેક્ષાએ આ શબ્દ જ છે એવો નિશ્ચય એ સામાન્ય છે. તેથી, અર્થાવગ્રહ ભાવી વિશેષાપેક્ષાએ સામાન્યને ગ્રહણ કરે છે એમ કહ્યું. ત્યારપછી સામાન્યથી શબ્દના નિશ્ચયરૂપ પ્રથમ અપાય થયા પછી શું આ શંખનો શબ્દ છે કે ધનુનો એવી ઈહા થાય છે તે પછી તે શંખપ્રભવવાદિ શબ્દવિશેષથી શંખનો જ શબ્દ છે એવા રૂપથી નિશ્ચયરૂપ અપાય થાય છે. અને આ પણ ફરીથી તેનાથી કોઈ વિશેષ અન્ય છે એવી આકાંક્ષાવાળા પ્રમાતાને થનારા ભાવિ ઈહા અને અપાયને અપેક્ષીને ભાવિ વિશેષાપેક્ષાએ એમાં સામાન્યના આલંબનથી અર્થાવગ્રહ એવો ઉપચાર કરાય છે. આ સામાન્યવિશેષની અપેક્ષા ત્યાં સુધી કરવી જ્યાં સુધી વસ્તુનો અંત્ય વિશેષ આવે. જે વિશેષ પછી વસ્તુના અન્ય વિશેષો ન થાય તે અંત્ય વિશેષ અથવા અન્ય વિશેષો સંભવે છતે જે વિશેષ પછી પ્રમાતાની જીજ્ઞાસા પૂરી થઈ જાય તે અંત્યવિશેષ. તે અંત્ય વિશેષ સુધી વ્યાવહારિક અર્થાવગ્રહ ઇહા-અપાય માટે સામાન્ય-વિશેષની અપેક્ષા કરવી.