________________
૧૩૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સર્વત્ર વિષયપરિછેદ કરવા માટે યોગ્ય હોતે છતે નિશ્ચયથી ઈહા-અપાય થાય છે, ઇહા-અપાય-ઈહા-અપાય આમ ક્રમથી જ્યાં સુધી અન્ય વિશેષ ન આવે ત્યાં સુધી ઇહાઅપાય જ થાય છે અર્થાવગ્રહ નહિ.
પ્રશ્ન-૨૮૩ – શું સર્વત્ર આવું જ હોય છે? --
ઉત્તર-૨૮૩ – ના, પ્રથમ અવ્યક્ત સામાન્યમાત્રના આલંબન સ્વરૂપ એક સમયના જ્ઞાનને છોડીને અન્યત્ર ઈહા-અપાય થાય છે. એ ઇહા-અપાય નથી પણ અવગ્રહ જ છે. સંવ્યવહારાર્થ-વ્યવહારિક જનપ્રતિતિની અપેક્ષાએ સર્વત્ર જે-જે અપાય છે તે-તે ઉત્તરોત્તર બહા-અપાયની અપેક્ષાએ અને ભાવિ વિશેષાપેક્ષાએ ઉપચારથી અર્થાવગ્રહ છે. એમ, ત્યાં સુધી જાણવું જ્યાં સુધી તારતમ્યથી ઉત્તરોત્તર વિશેષાકાંક્ષા થાય.
પ્રશ્ન-૨૮૪ – જ્યાં તરતમયોગ ન હોય ત્યાં શું થાય છે?
ઉત્તર-૨૮૪– ત્યાં જ્ઞાતાને આગળના વિશેષની આકાંક્ષા નિવૃત્ત થતા અપાય જ થાય છે અવગ્રહ નહિ કારણ કે, તેના નિમિત્ત રૂપ એવા ઈહાદિ નો ત્યાં અભાવ હોય છે. પ્રશ્ન-૨૮૫ – જો પહેલાથી ઇહાદિ ન થાય તો શું થાય? ઉત્તર-૨૮૫ – અપાયના અંતે તેના અર્થમાં ઉપયોગવાળી અપ્રશ્રુતિરૂપ ધારણા થાય છે. પ્રશ્ન-૨૮૬ - શેષ વાસના-સ્મૃતિ રૂપ ધારણા ના બે ભેદોનો સંભવ ક્યાં છે?
ઉત્તર-૨૮૬ - વાસના અને કાલાંતરે સ્મૃતિ સર્વત્ર થાય છે. અર્થાત અવિસ્મૃતિ રૂપ ધારણા અપાય સુધી જ થાય છે તથા વાસના-સ્મૃતિ તો સર્વત્ર કાલાંતરમાં પણ અવિરુદ્ધ છે.
એ પ્રમાણે કહેલા સ્વરૂપવ્યાવહારિક અર્થાવગ્રહની અપેક્ષાથી શ્રુતના અર્થને અનુસાર સૂત્રનું વ્યાખ્યાન પણ અવિરુદ્ધ જ છે.
અભિપ્રાય :- “સદ્ ત્તિ મારૂ વત્તા' એવા પ્રકારે “તે સદ્ રિ ૩૫હિણ' એવું સૂત્ર વ્યાખ્યાત છે. અથવા તેનાવટીતઃ એવું જે સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે તે જો વિવક્ષાવશથી વિશેષજ્ઞાન રૂપે ગ્રહણ કરાય તો તે બધુંય સંગત થાય છે, શેમાં? યથોક્ત ઔપચારિક સાંવ્યવહારિક અર્થાવગ્રહ ગ્રહણ કરતે છતે. અહીં, શબ્દ એ વિશેષજ્ઞાન છે પૂર્વોક્તયુક્તિથી સર્વગ્રહણ પછી ઈહા વગેરેનો ઉપપાદ થાય છે. તેથી, “સે નહીનામ, સવાયું જીરું વગેરે બધું વ્યવસ્થિત થાય છે.