________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૪૩
પ્રતિભાસ થાય છે. જેમ કે કોઈ સૂકી શખુલી ખાય છે. તેના દ્વારા ઉત્પન્ન થતા કટ કટ એવા શબ્દથી શબ્દજ્ઞાન થાય છે. તેના સમકાળે જ લાંબી હોવાથી દષ્ટીથી તેનું રૂપ દેખાય છે, તે સમયે તેની ગંધનું જ્ઞાન પણ અનુભવે છે, તે સમયે જ તેના રસ અને સ્પર્શનું જ્ઞાન અનુભવે છે એ રીતે પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઉપલબ્ધિ સમકાળે જણાય છે, એ સાચી નથી, ઇન્દ્રિયોનાં જ્ઞાન એકસાથે થતાં નથી. તે આ રીતે-મનથી જોડાયેલી ઇન્દ્રિય જ સ્વવિષયક સંબંધી જ્ઞાન ઉત્પન્ન કરે છે. અન્યમનસ્કને જેમ રૂપાદિ જ્ઞાનની ઉપલબ્ધિ થતી નથી. તેમ અન્ય રીતે જ્ઞાન ઉત્પન્ન થતું નથી અને મન સર્વ ઇન્દ્રિયો સાથે એકસાથે જોડાતું નથી. કારણ કે તે મન એક ઉપયોગરૂપ હોય છે. તેથી જ્ઞાતા અનેક સાથે એકકાળે જોડાઈ શકતો નથી. પરંતુ, તેવી મનની અત્યંત ઝડપી સંચારતા હોવાથી અને કાળનો ભેદ દુર્લભ હોવાથી એકસાથે સર્વેન્દ્રિયોના વિષયોની ઉપલબ્ધિ દેખાય છે. વાસ્તવિક તો તેમાંય કાળભેદ છે જ, તેથી જેમ એ બ્રાન્ત થયેલાને દેખાતો નથી તેમ અભ્યસ્થ સ્થાનમાં અવગ્રહાદિકાળે પણ દેખાતો નથી. તે રીતે અવગ્રહાદિમાંથી એકાદિ પણ ઓછા નથી અને ઉત્ક્રમ-વ્યતિક્રમ પણ નથી.
પ્રશ્ન-૨૯૪ – મિનિવોધિવા જ્ઞાની ત્વરિ વસ્તુનિ સમીતઃ એમ કહ્યું છે તો શું વિસ્તારથી બહુભેજવાળું પણ આભિનિબોધિક જ્ઞાન હોય છે?
ઉત્તર-૨૯૪ – હા, પાંચ ઇન્દ્રિય + મન એ છએના અવગ્રહાદિ ૪=૨૪ ભેદો તથા સ્પર્શ-રસ-થ્રાણ અને શ્રોત એ ચાર ભેદનો વ્યંજનાવગ્રહ = ૨૮ એ પ્રમાણે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન ૨૮ પ્રકારનું થાય છે. આ ભેદાભિધાન પણ કહેવાનારા ઘણા ભેદ સમૂહની અપેક્ષાએ સંક્ષેપથી જાણવા.
બીજી રીતે ૨૮ ભેદો-અન્ય આચાર્યો ચાર પ્રકારના વ્યંજનાવગ્રહ છોડીને ઔત્પાદિકી આદિ પ્રતિપાદિત સ્વરૂપવાળી અશ્રુતનિશ્રિત ૪ બુદ્ધિઓ ઉમેરીને ૨૮ ભેદો કહે છે. એમનો અભિપ્રાય આ રીતે છે- સંપૂર્ણ મતિજ્ઞાનના ભેદો બતાવવામાં આવ્યા છે. અને જો અશ્રુત નિશ્રિત ૪ બુદ્ધિને ન ગણો તો ધૃતનિશ્ચિતરૂપ મતિજ્ઞાનના દેશવિભાગના જ આ ૨૮ ભેદો કહેવાયેલા થાય છે, સંપૂર્ણ મતિજ્ઞાનના નહિ અને ઉક્તન્યાયથી શ્રુત-અશ્રુત નિશ્ચિત મેળવો તો આખા મતિજ્ઞાનના ભેદો સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૨૯૫ – તમે સારૂ કહ્યું, ફક્ત જો એવું હોય તો ચારે પ્રકારના વ્યંજનાવગ્રહ ક્યાં મૂકો? કારણ કે એ કાંઈ વેચાતા એવા ખલનાટુકડામાત્રથી ખરીદાયા નથી, પરંતુ એ પણ મતિજ્ઞાનના અંતર્ગત જ છે તેથી એમાંથી નીકાળી દેવામાં આવે તો બિચારા એ ક્યાં જઈને રહે ?