________________
૧૩૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
દર્શનરૂપ આલોચન કઈ રીતે અર્થશૂન્ય વ્યંજનાવગ્રહરૂપ બને ? વિરોધ આવે (૨) હવે, શબ્દાદિ વિષયપણે પરિણત દ્રવ્યસંબંધ માત્ર વ્યંજનનું તે સમાલોચન માનો તો તે પણ કઈ રીતે ઘટે ? અર્થશૂન્ય વ્યંજનસંબંધ માત્ર યુક્ત હોવાથી સામાન્યથલોચત્વની અસંગતી
થાય છે.
પ્રશ્ન-૨૭૨ - તો પછી અન્યશાસ્ત્રોમાં પ્રસિદ્ધ એવા બિચારા આલોચનાજ્ઞાનની કઈ ગતિ?
ઉત્તર-૨૭૨ – વ્યંજનાવગ્રહનું જ બીજું નામ થાય. વિવક્ષામાત્રમાં પ્રવૃત્ત થયેલી વસ્તુઓનાં ઘણાં નામો કરવામાં કોઈ વ્યક્તિ વિવાદ કરતો નથી.
પ્રશ્ન-૨૭૩ – તો એ પણ ભલે નામાંતર થાય શું દોષ છે?
ઉત્તર-૨૭૩ – એમ નથી. કારણ કે, એમ કરવામાં તો આ આલોચનાજ્ઞાન સામાન્યગ્રાહક થશે અને અર્થાવગ્રહ વિશેષગ્રાહક થશે.
પ્રશ્ન-૨૭૪ – તો તો આ રીતે અમારી ઇચ્છિત સિદ્ધિ થશે? * ઉત્તર-૨૭૪ – પારિશેષ્યથી વ્યંજનાવગ્રહ જ આલોચનાજ્ઞાન થયું છે અને ત્યાં પ્રાગુક્ત યુક્તિઓથી અર્થશૂન્યમાં સામાન્યગ્રહણ કઈ રીતે થાય કે જેથી તમને સમીહિતસિદ્ધિનો આનંદ થાય છે? તેથી અર્થાવગ્રહ જ સામાન્યાર્થગ્રાહક છે, આલોચનાજ્ઞાન નહિ, એથી જ જે કહ્યું છે ને કે “મતિ હ્યાનોનાજ્ઞાન' એ પણ અર્થાવગ્રહને આશ્રયીને જો હોય તો ઘટે, અન્ય વિષયક હોયતો ન ઘટે.
અથવા તે વ્યંજનાવગ્રહમાં સામાન્ય ભલે ગ્રહણ કરો, તો પણ વિચાર્યા વગર તેમાં અકસ્માત જ અર્થાવગ્રહમાળે ‘શબ્દ પs:' એવું વિશેષણ વિશેષજ્ઞાન કઈ રીતે યોગ્ય છે? “શબ્દ” એવો નિશ્ચય ઈહા સિવાય જલ્દીથી ઘટતો નથી. એવું પ્રાયઃ વારંવાર કહેલું છે એટલે અર્થાવગ્રહમાં “શબ્દ” એવી વિશેષબુદ્ધિ ઘટતી નથી.
પ્રશ્ન-૨૭૫ – તો અર્થાવગ્રહ સમયે શબ્દાદિના નિશ્ચય સાથે જ ઈહા થશે અમે એમ માનશું?
ઉત્તર-૨૭૫ – અર્થાવગ્રહ એક સમયમાં ઈહા-અપાય સાથે કઈ રીતે ઘટે ? તે બંને તર્ક-અવગમ સ્વભાવવાળા છે તર્ક-વિમર્શ તેનો સ્વભાવ એટલે ઈહા. અવગમ=નિશ્ચય તેનો સ્વભાવ એટલે અપાય. બંને અલગ-અલગ અસંખ્યસમયે થયેલા છે. જે આ અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાન તમે માનો છો તે અપાય છે, તે નિશ્ચયરૂપ-અવગમ સ્વભાવ છે