________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૧
વ્યવસ્થાપિત સૂત્રમાં વાદી જય ન પ્રાપ્ત કરે ત્યારે વિદ્વાનો મૌન રહે. સ્વઆગ્રહતત્પર એવા તમે વિચાર માર્ગનો લોપ કરેલો છે.
સૂરિ પરની અલ્પગર્વથી અનુવિધ અજ્ઞાનતાને જોતા તેને માર્ગમાં લાવવા વિકલ્પ કરે છે. અનુપહિત સ્મરણવાસના સંતાન રૂપ અર્થાવગ્રહના પહેલાં વ્યંજનાવગ્રહ થાય છે. એવું જે પૂર્વ કહેલું છે તે તમને પણ યાદ છે.
પ્રશ્ન-૨૭૦ – તેથી શું?
ઉત્તર-૨૭૦– જે આ તમે ઉન્નેક્ષા કરેલું સામાન્યગ્રાહક આલોચન છે તે વ્યંજનાવગ્રહના પહેલાં થાય છે કે પછી થાય છે. અથવા તે જ વ્યંજનાવગ્રહ પણ આલોચન થાય એવી ત્રણ ગતિ છે બીજી કોઈ ગતિ નથી. (૧) હવે, પહેલા તે શબ્દાદિ વિષયરૂપે પરિણામ પામેલા દ્રવ્યના સમુહવાળો અર્થ અને શ્રોત્રાદિ ઇન્દ્રિયરૂપ વ્યંજન તે બંને સંબંધ ત્યારે નથી. જો અર્થ-વ્યંજનનો સંબંધ હોત તો સામાન્ય અર્થાલોચન થાત. નહિતો સર્વત્ર સર્વદા તેના અભાવનો પ્રસંગ થવાથી વ્યંજનાવગ્રહના પહેલાં અર્થવ્યંજનનો સંબંધ હોતો નથી, જો હોય તો વ્યંજનાવગ્રહ જ ઇષ્ટ હોવાથી પૂર્વ આલોચના જ્ઞાન ન થાય.
(૨) બીજા વિકલ્પ પ્રમાણે વ્યંજનાવગ્રહ પછી આલોચના જ્ઞાન માનો તો અહીં અર્થાવગ્રહ પણ વ્યંજનાવગ્રહના ચરમ સમયે થાય છે એવો નિર્ણય પહેલાં પણ થઈ ગયો છે. તેથી વ્યંજનાવગ્રહના પછી પણ આલોચનાજ્ઞાન યુક્ત નથી, નિરવકાશ હોવાથી. કારણ કે વ્યંજન-અર્થાવગ્રહની વચ્ચે કાળ નથી કે જેમાં તે તમારું આલોચનાજ્ઞાન થાય. કારણ કે, વ્યંજનાવગ્રહના ચરમ સમયે જ અર્થાવગ્રહ હોય છે. તેથી વ્યંજનાવગ્રહના પૂર્વપશ્ચાત કાલમાં આલોચના જ્ઞાન થતું નથી.
(૩) હવે બચેલો મધ્યકાળવાર્તા વિકલ્પ ઉપન્યસ્ત થયેલો વ્યંજનાવગ્રહ એજ આલોચનાજ્ઞાનપણે તમારે માનવો પડે એમાં કોઈ દોષ નથી. નામમાત્રનો જ વિવાદ છે. પ્રશ્ન-૨૭૧ – તો તમારા અભિપ્રાયના અવિસંવાદી લાભથી પ્રેરકવર્ગ વધામણી કરે?
ઉત્તર-૨૭૧ – એમ નથી અહીં બે વિકલ્પ છે, તે વ્યંજનાવગ્રહ કાળે મનાયેલું આલોચન એ શું અર્થનું છે અથવા વ્યંજનોનું છે? ત્યાં પહેલા વિકલ્પમાં દુષણ છે (૧) તે આલોચન જ્ઞાનને સામાન્યરૂપ અર્થનું દર્શન માને છે તો વ્યંજનાવગ્રહરૂપ ન થાય. વ્યંજનાવગ્રહ વ્યંજન સંબંધ માત્ર રૂપ હોવાથી અર્થશૂન્ય છે. પહેલાં પણ એ “અર્થાવગ્રહની પૂર્વે જે વ્યંજનકાળ છે તે અર્થ પરિશૂન્ય છે.” (ગા.૨૫૯)થી સાધિત જ છે. એથી અર્થ