________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૨૯
શબ્દ' વગે૨ે સંખ્યાતીત વિશેષગ્રાહક જ્ઞાન પણ તમારા અભિપ્રાયથી થાય, પુરુષોની શક્તિઓની તરતમતાના વિશેષ પાછા દેખાય જ છે.
પ્રશ્ન-૨૬૪
તો ભલેને કોઈને પ્રથમ સમયે પણ એકદમ ઘણું વિશેષ ગ્રાહક જ્ઞાન થાય શું વાંધો છે ?
ઉત્ત૨-૨૬૪
પ્રસંગ આવે.
-
1
ભાગ-૧/૧૦
ના, ‘ન ૩૫ ખાળવ્ વેસ દ્દે' આ સૂત્રના અવયવની સાથે વિરોધનો
પ્રશ્ન-૨૬૫ – તો વિમધ્યમશક્તિવાળા પુરુષના વિષયમાં એ સૂત્ર માનો ?
ઉત્તર-૨૬૫ - – ના, અહીં સામાન્યથી કહેલું હોવાથી અને સર્વ વિશેષ વિષયની યુક્તિ અસંગત થવાથી નહિ મનાય. પ્રકૃષ્ટમતિવાળા ને શબ્દધર્મીને ગ્રહણ કર્યા વિના ઉત્તરોત્તર બહુ ધર્મગ્રહણનો સંભવ નથી, એમ ક૨વા જતાં નિરાધાર ધર્મો અસંગત થઇ જાય છે.
ઉપ૨ કહ્યા પ્રમાણે એક સમયમાં ‘શબ્દ છે' એવું વિશેષજ્ઞાન માનવાથી આગમ વિરોધાદિ અનેક દોષો આવે છે, શાસ્ત્રમાં ‘દો પહ્ન સમયે’ ઇત્યાદિથી એક સમયનો અર્થાવગ્રહ કહ્યો છે અને એમાં જો વિશેષ જ્ઞાન માનવામાં આવે તો તે અર્થાવગ્રહ એક સમયનો ન થાય પણ અસંખ્યાત સમયનો થાય. કારણ કે, વિશેષજ્ઞાન તો અસંખ્યાત સમયે થાય છે. (૧) જો એક સમયમાં વિશેષજ્ઞાન માનીએ તો પૂર્વે ગાથા-૨૬૭માં કહ્યા પ્રમાણે ઘણા ઉપયોગો થવાની આપત્તિ આવે. (૨) અથવા પરિચિત વિષયનું વિશેષજ્ઞાન એક સમયમાં માનીએ તો અતિ પરિચિત વિષયનું જ્ઞાન તે જ સમયે સર્વ વિશેષ પ્રકારે ગ્રહણ થાય. (૩) જો અવગ્રહ માત્રથી વિશેષજ્ઞાન માનવામાં આવે તો ઇહા વગેરે ઉત્પન્ન જ ન થાય આખું મતિજ્ઞાન અવગ્રહરૂપ જ થવું જોઈએ. (૪) અથવા સર્વમતિ અપાય જ થાય, કેમકે, અવગ્રહમાં પણ વિશેષજ્ઞાન માનતાં તે વિશેષજ્ઞાન નિશ્ચયરૂપ થાય અને નિશ્ચય એ અપાય છે. એ રીતે એક સમયમાં અપાય સિદ્ધ થાય ત્યારે ‘હા-વાયા મુદ્દત્તમંત તુ’ ‘ઇહાઅપાય અન્તર્મુહૂર્ત પ્રમાણે છે’ એ શાસ્ત્ર વાક્ય સાથે વિરોધ થાય. (૫) તથા અર્થાવગ્રહ થયા પછી ઇહા અને પછી અપાય થાય છે, એવો શાસ્ત્રમાં બતાવેલો ક્રમ પ્રથમ સમયમાં વિશેષજ્ઞાન માનવાથી તૂટી જાય કેમકે, અવગ્રહ અને ઇહા થયા વિના જ સીધી અપાયની પ્રાપ્તિ થાય. (૬) અથવા ત્રીજા સ્થાને બતાવેલો અપાય “પ્રથમ સમયમાં પરિચિત વિષયનું વિશેષજ્ઞાન થાય છે” એ વચનથી પટુત્વની વિચિત્રતાથી પ્રથમ માનીએ તો તેમાં અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાનો અવશ્ય ઉત્ક્રમ-વ્યતિક્રમ થાય. એ બરાબર નથી, “અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા' એ ચારે ભેદો એ ક્રમ પ્રમાણે જ ૫૨મ મુનિઓએ