________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૨૭ ઉત્તર-૨૫૯ – તો સાંભળો, શ્રોતાને વ્યંજનાવગ્રહમાં તે અવ્યક્ત જ્ઞાન છે તેનો અમે અપલાપ કરતા નથી પણ શ્રોતા તેને અતિસૂક્ષ્મ હોવાથી સંવેદન કરતો નથી. એ પહેલાં જ કહ્યું છે ‘કુત્તમત્તાફસુટુમોરોવ અને સુરાવો વિ ય વિનાનું નાdવૃત્તિ ’ એ વચનથી, તેથી ત્યાં વ્યંજનમાત્રનું જ ગ્રહણ કરવું શબ્દનું નહિ સામાન્યરૂપતાથી અવ્યક્ત શબ્દ ગ્રહણ કરતાં અકસ્માત જ “શબ્દ” એવી વિશેષણ બુદ્ધિ થતી નથી, અનુસ્વાર અલાક્ષણિક હોવાથી વિશેષબુદ્ધિ છે. આ વિશેષ બુદ્ધિ પ્રથમ મનાતી છતે અર્થાવગ્રહકાળમાં પણ અપાયનો પ્રસંગ આવે એવું વારંવાર કહ્યું જ છે.
પ્રશ્ન-૨૬૦– જો વ્યંજનાવગ્રહમાં પણ અવ્યક્ત શબ્દનું ગ્રહણ કરો તો શું વાંધો આવે?
ઉત્તર-૨૬૦ – અર્થાવગ્રહમાં ‘અર્થ' શબ્દથી વિષયગ્રહણ અભિપ્રેત છે – રૂપાદિભેદથી અનિર્ધારિત અવ્યક્ત શબ્દાદિના વિષયનું ગ્રહણ ત્યાં અભિપ્રેત છે. અને જો તે વ્યંજનાવગ્રહમાં એ અવ્યક્ત શબ્દ જણાય છે એમ મનાય તો તે વ્યંજન-વ્યંજનાવગ્રહ પ્રાપ્ત થતો નથી વ્યંજનમાત્ર સંબંધ જ ત્યાં કહેલો હોવાથી, અત્યારે તે કથા પૂરી થઈ ગઈ. અને તમે પણ તે સંબંધ ઓળંગીને થયેલા અવ્યક્ત અર્થનું ગ્રહણ થવાનું માનો છો.
પ્રશ્ન-૨૬૧ – તો પછી અવ્યક્ત અર્થ ગ્રહણમાં એ શું થાય?
ઉત્તર-૨૬૧ - અવ્યક્ત અર્થાવગ્રહણથી અર્થાવગ્રહ જ થાય. તેથી વ્યંજનાવગ્રહ નથી. હવે એ પણ સૂત્રમાં કહેલું હોવાથી તેનું અસ્તિત્વ પણ હણાતું નથી.
પ્રશ્ન-૨૬૨ – તો પછી સૂત્રમાં વ્યંજનાવગ્રહમાં પણ જે અવ્યક્ત અર્થગ્રહણ કરવાનું કહ્યું છે તેથી બંનેનો પણ અવિશેષ થશે - તે અર્થાવગ્રહ પણ વ્યંજનાવગ્રહ થઈ જાય અથવા મેચક-મણિપ્રભાની જેમ સંકર થઈ જાય.
ઉત્તર-૨૬૨ –એ પ્રમાણે વ્યંજનાવગ્રહમાં વ્યંજન સંબંધ માત્ર અને અર્થાવગ્રહમાં અવ્યક્ત શબ્દાર્થ ગ્રહણ છે. વ્યક્ત શબ્દાદિ અર્થનું સંવેદન થતું નથી એવું પ્રતિપાદિત છે.
અત્યારે અન્ય ઉપપત્તિથી પણ અર્થાવગ્રહમાં વ્યક્ત શબ્દાદિ અર્થના સંવેદનનું નિરાકરણ કરે છે.
પહેલાં અર્થનું ગ્રહણમાત્ર થાય, પછી ઈહા, ત્યાર બાદ અપાય એમ મતિજ્ઞાનનો ઉત્પત્તિ ક્રમ છે. આ ત્રણે પ્રથમ જ શબ્દાર્થના ગ્રહણમાં સમ્યગુ નથી. અવ્યક્તપણે જ શબ્દાદિ અર્થને ગ્રહણ કરે છે જેથી અર્થાવગ્રહકાળે – અર્થગ્રહણ - ઈહા-અપાયોનો સંભવ નથી. તેથી અર્થાવગ્રહમાં “શબ્દ” એવી વિશેષબુદ્ધિ નથી. એ વિશેષબુદ્ધિ અર્થગ્રહણ અને ઇહાપૂર્વકની હોય છે.