________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૨૫ ઈહા વિના શબ્દ એવ” એવું નિશ્ચયજ્ઞાન અયુક્ત છે. હવે, નિશ્ચયકાળ પહેલાં ઈહા કરીને આપ પણ “શબ્દ એવાડયમ્' એવું નિશ્ચય જ્ઞાન માનો છો તો તો નિશ્ચયજ્ઞાન પહેલાં થતી “ઈહા તમારી વાતથી પણ સિદ્ધ થઈ જાય છે.
હવે જો તમે ઉક્તવાત માનો છો તો તમને પૂછીએ કે ઇહાના પહેલાં એવી તે કઈ વસ્તુ તમે ગ્રહણ કરી કે તે ઈહા કરનારને “શબ્દાવાગ્યમ્' એવું નિશ્ચયજ્ઞાન થાય છે ? કારણકે કોઈ વ્યક્તિ વસ્તુ ગ્રહણ કર્યા વિના એકાએક પહેલેથી ઇહા કરતો નથી.
પ્રશ્ન-૨૫૨ – નામ-જાતિ આદિ કલ્પનારહિત સામાન્ય વસ્તુમાત્રને અમે ઇહાના પહેલાં ગ્રહણ કરેલ માનશું કે જેથી ઈહા કરનારને “શબ્દ” એવું જ્ઞાન થશે.
ઉત્તર-૨૫૨ – જો ઇહા પહેલાં સામાન્ય ગ્રહણ કરો તો તે ગ્રહણકાલે થાય. અને તે અમારો માનેલો એક સમયનો અર્થાવગ્રહ કાળ રૂપ થતો નથી. કારણ કે, એમ માનવામાં તો તમારે અમારો મત સ્વીકાર કરવો પડે. એટલે અમારા માનેલા અર્થાવગ્રહ પહેલાં જ તમારા મતે તે સામાન્યનો ગ્રહણકાળ થશે. અને તે પહેલાં અમારા માનેલા અવગ્રહ પહેલાંનો વ્યંજનકાળ જ છે. (શબ્દાદિ દ્રવ્યોનો માત્ર ઇન્દ્રિયો વડે ગ્રહણ કરવાનો કાળ તે વ્યંજન કાળ.) પ્રશ્ન-૨૫૩ – ભલે એમ માનો. તો પણ ત્યાં સામાન્ય અર્થનું ગ્રહણ થશે એવું સમજો?
ઉત્તર-૨૫૩ – ના એમ નહિ મનાય કારણ કે તે વ્યંજનકાળ અર્થ વિનાનો છે. ત્યાં સામાન્યરૂપ કે વિશેષરૂપ કોઇપણ અર્થ જણતા નથી, ત્યારે મન વિનાની ઇન્દ્રિય માત્રનો જ વ્યાપાર હોય છે. એટલે ત્યાં અર્થ પ્રતિભાસ રહેતો નથી. તેથી, સંક્ષેપ કરીને અમારા માનેલા અર્થાવગ્રહમાં જ સામાન્યગ્રહણ છે એવું ન કહેલું હોવા છતાં જાતેજ તમારે માની લેવું, ત્યાર પછી અન્વય-વ્યતિરેક-ધર્મપર્યાલોચનરૂપ ઈહા થશે પછી નિશ્ચયજ્ઞાન-અપાય થાય આમ બધું સરળ થાય છે.
પ્રશ્ન-૨૫૪ – પ્રથમ જ અર્થાવગ્રહ જ્ઞાનથી શબ્દના ગ્રહણ ન કરવામાં તમને દોષ આવે છે. જેમકે જે અર્થાવબોધના સમયે પ્રથમ જ “શબ્દોડયમ્” એમ તે વસ્તુ ગ્રહણ ન કરાય તો ૩-ગારૂ વે સદે તિ' જે નંદિ સૂત્રમાં બતાવેલું છે તે અયોગ્ય ઠરશે. કારણકે શબ્દ સામાન્ય રૂપાદિથી ભિન્ન ગ્રહણ કરાતે છતે પછી શોધાય છે. કે આ શબ્દ શંખનો છે કે ધનુષનો ? ઉક્ત સૂત્રાનુસાર “આ શાશથી અન્યતર શબ્દ છે? એવા વિશેષનું જ અપરિજ્ઞાન કહ્યું છે. શબ્દસામાન્યનું ગ્રહણ તો અનુજ્ઞાત જ છે. તે ગ્રહણ ન કરીએ તો એ શબ્દ કયો છે, શંખનો કે ધનુષનો? એવો વિશેષ વિચાર જ અસંગત થઈ જાય. કારણ કે,