________________
૧૨૩
-
પ્રશ્ન-૨૪૫
· પ્રથમ સમયે જ રૂપાદિ વ્યપોહથી ‘શોગ્યમ્’ એવો પ્રત્યય અર્થાવગ્રહથી શબ્દમાત્રત્વેન સામાન્ય હોવાથી જ માનો ઉતરકાળે તો પ્રાયઃ માધુર્યાદિ શંખ-શબ્દના ધર્મો અહીં ઘટે છે. ખર-કર્કશ વગેરે શાના ધર્મો નહિ એવી વિમર્શબુદ્ધિ તે ઇહા, તેનાથી આ શંખ જ છે એવો જે શબ્દનો વિશેષ તે અપાય થાઓ. તેમ થતાં ‘તેણં સÈત્તિ' એવું શ્રુત અનુસાર જ વ્યાખ્યાન કરાય છે “નો વેવ નું નાળફ વેસ સદ્દારૂ, तओ ईहं पविसइ " એનાથી પણ બધો વિરોધ દૂર થઇ શકશે ને ?
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્ત૨-૨૪૫ જો શબ્દબુદ્ધિમાત્ર રૂપ ‘શબ્દોયમ્’ એવા નિશ્ચયજ્ઞાનને પણ આપ અર્થાવગ્રહ માનો છો અને તે શબ્દનું ‘શાદું વાડયું શબ્દ' એવું જે વિશેષજ્ઞાન છે તેને મતિના ત્રીજા ભેદ અપાય તરીકે માનો છો, તો અવગ્રહરૂપ તેના પ્રથમભેદનો અભાવ થઇ જાય કારણકે તમે તો શરૂઆતથી જ અવગ્રહને ઓળંગીને અપાય માન્યો છે.
-
પ્રશ્ન-૨૪૬
-
· શબ્દજ્ઞાન અપાય કઈ રીતે થાય ?
ઉત્તર-૨૪૬ – તે પણ વિશેષગ્રાહક છે અને વિશેષજ્ઞાન આપે અપાય તરીકે માન્યો છે.
પ્રશ્ન-૨૪૭ – પણ આ શંખનો શબ્દ છે એમ તેના ઉત્તરકાળે થનારૂં જ્ઞાન વિશેષગ્રાહક છે શબ્દજ્ઞાનમાં તો શબ્દ સામાન્ય જ પ્રતિભાસતો હોવાથી વિશેષપ્રતિભાસ કઇ રીતે થાય કે જેનાથી ‘અપાય’ ની આપત્તિ થાય ?
ઉત્તર-૨૪૭ – પરંતુ, ‘આ શબ્દ છે, અશબ્દ નથી' એવો આ વિશેષ તે વિશેષપ્રતિભાસ જ છે.
પ્રશ્ન-૨૪૮ – ‘આ અશબ્દ નથી' એવું કઈ રીતે નક્કી થાય ?
ઉત્તર-૨૪૮ – એ રૂપ આદિથી વ્યાવૃત્તપણે ગ્રહણ કરેલું હોવાથી અર્થાત્ શબ્દમાં રૂપાદિ (આદિથી ગંધ-૨સ-સ્પર્શ જાણવા)ની બાદબાકી કરેલી છે એથી જ અહીં ‘આ અશબ્દ નથી’ એવો નિશ્ચય થાય છે, જો તેમાં રૂપાદિની વ્યાવૃત્તિનું ગ્રહણ ન કરીએ તો ‘આ શબ્દ છે’ એવો નિશ્ચય પણ ન થઈ શકે તેથી ‘આ શબ્દ છે’ ‘અશબ્દ નથી’ એવો આ વિશેષ પ્રતિભાસ જ છે એટલે સીધે સીધું અપાય જ બની જાય અને તેમ થતાં અવગ્રહનો અભાવ થઈ જવાની આપત્તિ આવે.
(૧) અર્થાવગ્રહ :
હવે, પ્રતિપક્ષ તરફથી અવગ્રહ-અપાયનો વિશેષ-વિભાગ બતાવાય છે.
પ્રશ્ન-૨૪૯ – તો એ આપત્તિ દૂર કરવા શું કરશો ?