________________
૧૨૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૨૪૯ – “એ શબ્દ છે' એવી જે બુદ્ધિ છે તે માત્ર અલ્પવિશેષને ગ્રહણ કરાવનારી હોવાથી અલ્પ વિશેષગ્રાહક છે એટલે અપાય ન થાય પરંતુ અવગ્રહ જ થાય.
પ્રશ્ન-૨૫૦ – તો પછી અપાય કોને કહેશો?
ઉત્તર-૨૫૦ – “શોર્થ શત્ર’ એવા વિશેષણ વિશિષ્ટ જ્ઞાનને અમે પ્રચુરવિશેષ અવસાયિ હોવાથી અપાય કહીશું.
પ્રશ્ન-૨૫૧ – અહીં, ઉપર કહ્યા અનુસાર વિશેષયુક્ત જ્ઞાન વધારે વિશેષણગ્રાહી હોવાથી અપાયરૂપ થાય છે એ પ્રમાણે અવગ્રહ અને અપાયનો ભેદ માનવામાં આવે તો શું વાંધો છે?
| ઉત્તર-૨૫૧ – ભલા માણસ ! જો જે જે અલ્પ છે તે અપાય નથી એમ કહેશો તો ઉત્તરોત્તર અર્થવિશેષ ગ્રહણ અપેક્ષાએ પૂર્વપૂર્વ અર્થ વિશેષાવસાય અલ્પ હોવાથી અત્યારે અપાયની તો વાત જ પૂરી થઈ ગઈ કેમકે તે શાંખ શબ્દના જે ઉત્તરોત્તર ભેદો મન્દમધુરત્વાદિ, તરુણ-મધ્યમ-વૃદ્ધ-સ્ત્રી-પુરુષથી ઉત્પન્ન થયેલા આદિ તેની અપેક્ષાએ આ “શોર્થ શબ્દ એવું જ્ઞાન પણ ખરેખર અલ્પ છે. સ્તોક વિશેષગ્રાહક છે એટલે અપાય ન થાય એમ ઉત્તરોત્તર વિશેષ ગ્રાહી જ્ઞાનો તેનાથી ઉત્તરોત્તર ભેદની અપેક્ષાએ અલ્પ હોવાથી તમારે અપાયનો અભાવ ભાવવો રહ્યો.
અપાય ભાવનું સ્પષ્ટીકરણ - જેમ “લાફોડ્ય રેન્દ્ર’ એ બુદ્ધિમાં શબ્દ ગત ભેદનું અવધારણ અત્યારે સાધ્ય બનતું નથી કેમકે ત્યાં મન્દ-મધુરતાદિ ઉત્તરોત્તર ઘણા ભેદો સંભવે છે એટલે અલ્પ હોવાથી આ બુદ્ધિ અપાય નથી પરંતુ, અવગ્રહ છે એવું ઘણા સમયે આખી જીંદગી સુધી શબ્દગત મદ-મધુરત્વાદિ ઉત્તરોત્તર ભેદોનું અવધારણ અસાધ્ય છે કારણકે તેના તો અનંત ભેદો છે, જેમાં ભેદના અવધારણના જ્ઞાનમાં અપાયત્વ ને સ્થાપો તો બધો ભેદ પ્રત્યય ઉત્તરોત્તરાપેક્ષાએ તમારા મત મુજબ અલ્પ હોવાથી અર્થાવગ્રહ જ થશે. શબ્દજ્ઞાનની જેમ તે અપાય બનતો નથી.
બીજું કે “શવાનું એવું જ્ઞાન અલ્પ હોવાથી તમે અર્થાવગ્રહ માન્યું છે, તે પહેલા ઈહા થયા વિના સંભવતું નથી, અને ઇહાપૂર્વકનું હોવાથી તે અર્થાવગ્રહ સંભવતું નથી. કેમકે, “ િશબ્દોથમ્' અથવા અશબ્દ રૂપાદિ છે ? એમ પહેલાં ઇહા કર્યા સિવાય જે શબ્દ એવ” એવું નિશ્ચયજ્ઞાન અકસ્માત્ થતું કઈ રીતે મનાય? વિમર્શપૂર્વકત્વ વિના એ ઘટતું નથી. શબ્દગત અન્વયધર્મોમાં અને રૂપાદિથી ભિન્ન ગ્રહણ થતાં “શબ્દએવ” એવું નિશ્ચયજ્ઞાન સંગત છે અને વિમર્શ વિના તે ગ્રહણ થતું નથી, વિમર્શ એટલે ઇહા, તેથી