________________
૧૨૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ વિશેષની જીજ્ઞાસા સામાન્યના જ્ઞાનપૂર્વક હોય છે. કારણ કે, શબ્દ સામાન્ય ગ્રહણ કર્યા પછી જ તેના વિશેષની વિચારણા ઘટે છે ને?
ઉત્તર-૨૫૪ – સર્વત્ર પહેલાનાં અને આ સૂત્રના અવયવમાં અવગ્રહના સ્વરૂપને બતાવનાર ‘શબ્દ-શબ્દ” એમ જ ભાષક બોલે છે. પણ ત્યાં જ્ઞાનમાં શબ્દનો પ્રતિભાસ નથી એવું છે જ. નહિ તો, એક સમય માત્રના અવગ્રહકાળમાં “શબ્દ” એવું વિશેષણ બરાબર ન થાય. અમે પહેલાં કહેલું જ છે કે શબ્દનો નિશ્ચય અંતર્મુહૂર્તનો છે. અથવા સાંવ્યવહારિક અર્થાવગ્રહની અપેક્ષાએ આ સૂત્રની વ્યાખ્યા થશે એટલે અધીરા ન થાઓ.
તમને જો સૂત્રનું અત્યંત ઘેલું લાગ્યું છે તો ત્યાં પણ એમ જ કહેવું છે કે – પહેલાં શબ્દના ઉલ્લેખ વિનાના અવ્યક્ત શબ્દમાત્રનું ગ્રહણ કરવું.
પ્રશ્ન-૨૫૫ – આ વાત સૂત્રના કયા અવયવથી કહી છે?
ઉત્તર-૨૫૫ – ‘નર શ્રોફ સુન્ન સમવ્રત્ત તિ’ આ સૂત્રાવયવ નંદિઅધ્યયનમાં આ રીતે જાણવો “સે નહીં નામ પુરિસે વ્રત્ત સ૬ સુણેન્દ્ર ત્તિ' !
પ્રશ્ન-૨૫૬ – અવ્યક્તનો શું અર્થ છે? ઉત્તર-૨૫૬ – અનિર્દેશ્ય “શબ્દોડય' “રૂપાદિ વાર આદિથી અનિર્દેશ્ય તે અવ્યક્ત લેવું. પ્રશ્ન-૨૫૭ – જો તે શબ્દાદિરૂપથી અનિર્દેશ્ય છે તો શું છે? ઉત્તર-૨૫૭ – સામાન્ય. નામ-જાતિ આદિ કલ્પનારહિત.
પ્રશ્ન-૨૫૮ – શંખ-ધનુષના ભેદની અપેક્ષાએ શબ્દના ઉલ્લેખનો પણ અવ્યક્ત તરીકે ઘટાવતાં આ વ્યાખ્યા કઈ રીતે થશે?
ઉત્તર-૨૫૮ – એમ નહિ કહેતા કારણ કે- સૂત્રમાં અવગ્રહને અનાકાર રૂપે કહ્યો છે અને અનાકાર ઉપયોગ સામાન્ય માત્રનો વિષય હોય છે. અને તારા કહેવા પ્રમાણે પહેલાં જ સાકાર ઉપયોગરૂપ અપાયની પ્રસક્તિથી અવગ્રહનો અને ઇહાનો અભાવ આવે એ આપત્તિ કહેલી જ છે.
પ્રશ્ન-૨૫૯ – તે અવ્યક્ત-અનિર્દિશ્યાદિ સ્વરૂપ શબ્દ અર્થાવગ્રહ પહેલાં જ વ્યંજનાવગ્રહના શ્રોતાએ ગ્રહણ કર્યો તો પછી કેમ અર્થાવગ્રહમાં પણ એની ઘોષણા કરો છો? એ પાછો વ્યંજનાવગ્રહમાં ગ્રહણ કર્યો એ કઈ રીતે જણાય? કારણકે વ્યંજનાવગ્રહમાં પણ તમે અવ્યક્ત જ્ઞાન કહ્યું છે, અવ્યક્તવિષયના ગ્રહણમાં જ તે અવ્યક્ત થાય છે ને?