________________
ગુજરાતી પ્રશ્નોત્તર
આ રીતે વ્યંજનાવગ્રહના સ્વરૂપને બતાવનાર નંદિસૂત્રનું જ શેષ કથન છે તે પ્રાયઃ સુગમ છે એમ માનીને ભાષ્યકાર ‘“નાહે તે બંનળ પૂરિય હો” એની વ્યાખ્યા કરે છે –
૧૨૧
પ્રશ્ન-૨૩૭ – નંદીસૂત્ર કારે કહ્યું કે ‘ખં મળિય’ એ શેની જેમ ? ઉત્તર-૨૩૭ – પાણીથી કોડીયું ભરાય તે રીતે વ્યંજન ભરાય છે.
પ્રશ્ન-૨૩૮ – સૂત્રકારના કેહવા મુજબ વ્યંજન એ દ્રવ્ય છે કે ઇન્દ્રિય છે કે તે બંનેનો સંયોગ છે. એમ દરેક પ્રકારે વિરોધ આવે છે.
ઉત્તર-૨૩૮ – વ્યંજન શબ્દથી શબ્દાદિ વિષયથી પરિણત પુદ્ગલના સમૂહરૂપ દ્રવ્ય, અથવા શ્રોત્રાદિ ઇન્દ્રિય અથવા તે બંનેનો સંબંધ ગ્રહણ કરાય તો કોઇ વિરોધ નથી. વ્યજયતે વિવક્ષિત અર્થ અનેન ઇતિ વ્યંજનમ્ અર્થાત્ જેનાથી વિવક્ષિત અર્થ પ્રગટ કરાય છે તે વ્યંજન એવી વ્યુત્પત્તિ સર્વત્ર ઘટે છે.
પ્રશ્ન-૨૩૯ – જ્યારે દ્રવ્યનો અધિકાર દર્શાવાય ત્યારે ‘“નાદે તં વનપ્ન' નો શું અર્થ
થાય?
ઉત્તર-૨૩૯ – તે શબ્દાદિ દ્રવ્યનું પ્રમાણ પ્રતિસમય પ્રવેશથી પ્રચૂર કરેલું હોવાથી સ્વપ્રમાણ સુધી આવીને પ્રકર્ષને પ્રાપ્ત થાય છે એવો અર્થ કરવો.
પ્રશ્ન-૨૪૦ – જ્યારે ઇન્દ્રિયને વ્યંજન માનો ત્યારે ‘‘નાદે તં વંનંળ’’ નો શું અર્થ થાય ? ઉત્તર-૨૪૦ – આપૂરિત-વ્યાપ્ત-સંપૂર્ણપણે ભરેલું અર્થ થાય છે.
પ્રશ્ન-૨૪૧ – બંને શ્રોત્રાદીન્દ્રિય-શબ્દાદિપરિણતદ્રવ્યનો સંબંધ જો વ્યંજન તરીકે મનાય ત્યારે ‘નાહે તં’ને શું કહેવાય ?
ઉત્તર-૨૪૧ – સંસર્ગ = સમ્યક્ સર્ગ-સંબંધ આ પક્ષે જ્યારે તે બંનેનો પરસ્પર અત્યંત સંયુક્ત અંગાંગિભાવથી સંબંધનું પરિણામ થાય છે ત્યારે પ્રસ્તુત સંબંધ લક્ષણ વ્યંજન પૂર્ણપણે ભરાયેલું થાય છે. એમ જ્યારે ત્રણે પ્રકારે વ્યંજન ભરાયેલું થાય છે ત્યારે તે વિવક્ષિત શબ્દાદિ અર્થને અવ્યક્ત નામ-જાતિ આદિ કલ્પના વિના ગ્રહણ કરે છે. આ ‘તાદે હું તિ રેફ' એની વ્યાખ્યા છે આ અર્થાવગ્રહ એક સમયનો જાણવો. બીજો પૂર્વનો અન્તર્મુહૂર્ત સુધીનો દ્રવ્યપ્રવેશાદિ રૂપ જે અવગ્રહ છે વ્યંજનાવગ્રહ જાણવો. તે તે અર્થાવગ્રહની પૂર્વે અંતર્મુહૂર્તનો જાણવો.
પ્રશ્ન-૨૪૨ – તે કેવા પ્રકારના વિશિષ્ટ અર્થને ગ્રહણ કરે છે ?