________________
૧૧૯
ગુજરાતી પ્રશ્નોત્તર છે, અથવા જે ચક્ષુ-મનને પ્રાપ્યકારી માને છે. તેને પણ આ દુષણ આવે જ છે. આ બંને દુષણ એકને આપવા યોગ્ય નથી. એમ મનમાં વિચારીને કહે છે - આ અતિવ્યાપ્તિનો ઉપાલંભ સંપ્રાપ્તવિષય તરીકે નયન-મનનો સ્વીકાર કરતે છતે સમાન છે જેમકે – અહીં પણ કહી શકાય કે જો ચક્ષુ પ્રાપ્ત અર્થને ગ્રહણ કરે છે તો અતિસંપ્રાપ્ત એવા અંજનમલ-શલાકાદિ ને કેમ ગ્રહણ કરતી નથી ? મન પણ પ્રાપ્ત થયેલા બધાને કેમ ગ્રહણ કરતું નથી ?
પ્રશ્ન-ર૩ર – ગ્રહણ કરે જ છે ને? | ઉત્તર-૨૩૨ – ના, ગ્રહણમાં અનવસ્થા થાય. જ્યાં સુધી ઘટને ગ્રહણ કરે છે, ત્યાં પટ, શંખ, શુક્તિ વગેરેને કેમ ગ્રહણ કરતું નથી?
પ્રશ્ન-૨૩૩ – ઘટપ્રાપ્તિકાલે પટાદિ પ્રાપ્ત થયેલા જ નથી એમ માનોને?
ઉત્તર-૨૩૩ – ના, તેની અપ્રાપ્તિમાં કોઈ જ હેતુ નથી, જેમકે કટ-કુટ્યાદિ તેમના આવારક નથી કારણકે તેઓ દ્વારા ઢંકાયેલા એવા પણ મેરૂ આદિ મનથી પરિચ્છેદ કરી શકાય છે.
પ્રશ્ન-૨૩૪ – તો પછી કર્મોદયથી અથવા સ્વભાવથી મન પ્રતિનિયત જ પ્રાપ્ત કરે છે એમ અમે કહીશું.
ઉત્તર-૨૩૪ – અરે ! આ તો અપ્રાપ્યકારી ચક્ષુમાં પણ સમાન છે. પ્રશ્ન-૨૩૫ – હવે, અહીં નિષ્કર્ષ શું આવ્યો?
ઉત્તર-૨૩૫ – પ્રતિજ્ઞાચક્ષુ શાસ્ત્રમાં દર્શાવેલા નિયત પરિમાણથી આગળ રહેલી વસ્તુને ગ્રહણ કરતી નથી ચક્ષુ અહીં કર્તા છે. હેતુ તરીકે સામર્થ્યભાવ અને દૃષ્ટાંત તરીકે મન છે. અર્થાતુ પોતાની નિયત પરિણામથી આગળ રહેલી વસ્તુને તેના ગ્રહણના સામર્થ્યના અભાવે ચક્ષુ અપ્રાપ્યકારી હોવા છતાં મનની જેમ ગ્રહણ કરી શકતી નથી. કારણ કે, સામર્થના અભાવમાં તે વિષયમાં પદાર્થની પ્રવૃત્તિ શક્ય બનતી નથી. આટલી ચર્ચાના અંતે આ નિષ્કર્ષ આવે છે. પ્રશ્ન-૨૩૬ - ચક્ષુનો સામર્થ્યભાવ કઈ રીતે?
ઉત્તર-૨૩૬ – તદાવરણકર્મના ક્ષયોપશમથી અને સ્વના અનુગ્રહથી પ્રાપ્ત એવા પણ કેટલાંક યોગ્ય દેશમાં રહેલા અર્થોમાં પરિછેદ કરવામાં ચક્ષુનું સામર્થ્ય હોય છે. અપ્રાપ્તત્વ
છે
.
——