________________
૧૧૭
ગુજરાતી પ્રશ્નોત્તર રીતે જ છે. તે આમ – શ્રોત્રાદીન્દ્રિયોપયોગકાળે જ ફક્ત અર્થાવગ્રહથી માંડીને મન વપરાય છે. નહિ કે વ્યંજનાવગ્રહમાળે. વ્યંજનાવગ્રહ એ અર્થના અનવબોધરૂપ છે. અને મન તો તેના અવબોધનું કારણ માત્ર હોવાથી અર્થાવબોધરૂપ જ છે. “મનુડથન, મચડ અને તિ વા મનઃ' એ પ્રમાણે મન સાન્તર્થ અભિધાનથી અભિધેય છે, અને જો વ્યંજનાવગ્રહકાળે મનનો વ્યાપાર હોય તો તેની પણ વ્યંજનાવગ્રહના સદૂભાવે ૨૮ ભેદથી ભિન્ન એવી મતિ થવાનો પ્રસંગ થાય, તેથી પ્રથમ સમયથી જ મન અર્થગ્રહણ કરે છે એમ માનવું.
પ્રશ્ન-૨૨૯- ન માનો તો શું વાંધો આવે?
ઉત્તર-૨૨૯ – જો પ્રથમ સમયથી જ મનનું અર્થગ્રહણ ન માનીએ તો તેની મનસ્વેન પ્રવૃત્તિ જ ન થાય, અનુત્પત્તિ જ થાય. જેમ ભાષા સ્વાભિધેય અર્થોને જ બોલતા હોય છે, અન્ય અર્થોને બોલતી વખતે નહિ. અને જેમ સ્વવિષયભૂત અર્થોને જાણનારા જ અવધિઆદિ જ્ઞાનો આત્મલાભ પ્રાપ્ત કરે છે. નહિ તો પ્રવૃત્તિ જ ન થાય. એમ, મન સ્વવિષયભૂત અર્થોને પ્રથમ સમયથી માંડીને જ સ્વીકારે છે. નહિ તો અવધિઆદિની જેમ તેની પણ પ્રવૃત્તિ જ ન થાય. તેથી અહીં તેનો અનુપલબ્ધિ કાળ રહેતો નથી અને એ રીતે વ્યંજનાવગ્રહ પણ નથી. આ બધું અમે અમારી મતિથી કહેતા નથી. આગમમાં પણ વ્યંજનાવગ્રહ અતીત થયે છતે જ ઇન્દ્રિય ઉપયોગમાં મનનો વ્યાપાર કહ્યો છે. કલ્પભાષ્યમાં કહ્યું છે –
"अत्थणंतरचारी चित्तं निययं तिकालविषयं ति । अत्थं उ पडुप्पण्णे विणिओगं इंदियं હ” ||
વ્યાખ્યા :- શ્રોત્રાદિ ઇન્દ્રિયો પ્રથમથી વ્યંજનાવગ્રહથી વર્તમાનકાલિન શબ્દાદિ અર્થને ગ્રહણ કરે છે. અને ત્યાર બાદ અર્થાવગ્રહમાં પ્રવર્તે છે. જ્યારે મન તો અર્થાનત્તરચારિ છે. એટલે સીધું જ અર્થાવગ્રહને ગ્રહણ કરી નિયતપણે ત્રિકાળ વિષયમાં પ્રવર્તે છે. હવે, મનની અનુપલબ્ધિના કાળનો અભાવ તથા ચક્ષુની અપ્રાપ્યકારિતા બતાવીને વ્યંજનાવગ્રહનો ઉપસંહાર કરે છે.
પ્રતિસમય મનોદ્રવ્યનું ઉપાદાન અને યાર્થાવગમ મનનો થાય જ છે. તેથી તેનો અનુપલબ્ધિકાળ સંભવતો નથી. કારણકે તે જ્ઞેયવસ્તુથી સ્વરૂપ આત્મસત્તા-સ્વભાવ ને પ્રાપ્ત કરે છે. તેથી જો તે જ શેયને ન જાણે તો તેનાથી તમન) તેની (જ્ઞય) ઉત્પત્તિ પણ કેવી રીતે થાય ? મન વગેરે સાન્વર્ણક્રિયા વાચક શબ્દોથી કથન યોગ્ય હોય છે. જેમકે-મનુતે/મન્યતે = મનઃ પ્રદીપતિ – પ્રદીપ, શબ્દયતિ-શબ્દ, આ વિશિષ્ટક્રિયા કર્તુત્વપ્રધાન મન વગેરે વસ્તુઓ જો તે જ અર્થમનન-પ્રદીપનાદિ અર્થ ક્રિયા ન કરે તો તેમની સ્વરૂપ હાનિ જ થાય.