________________
૧૧૫
ગુજરાતી પ્રશ્નોત્તર બધામાંય પ્રત્યેક અનંત મનોદ્રવ્યો મનોવર્ગણાઓથી જીવ ગ્રહણ કરે છે. અને દ્રવ્યો કે તેનો સંબંધ પહેલાં અહીં તમે જ વ્યંજને કહ્યો છે. તે કારણે તેવું દ્રવ્ય કે તેવો સંબંધ વ્યંજનવ્યંજનાવગ્રહ છે. જે મનનો ઘટે છે જેમકે-શ્રોત્રેન્દ્રિયદ્વારા અસંખ્ય સમયો સુધી ગ્રહણ કરાતા શબ્દાદિ પરિણતદ્રવ્યો કે તેનો સંબંધ વ્યંજનાવગ્રહ છે તેમ અહીં પણ અસંખ્ય સમય સુધી ગ્રહણ કરાતા મનોદ્રવ્યો કે તેનો સંબંધ પક્ષપાતને છોડીને મધ્યસ્થ થઇને કેમ તમે માનતા નથી? અને વિષયની સંપ્રાતિ સિવાય અન્ય ભંગાથી મનનો વ્યંજનાવગ્રહ સમર્થિત કર્યો.
(૨) હવે વિષયસંપ્રાપ્ત મનનો વ્યંજનાવગ્રહ - શરીરમાંથી ન નીકળેલા મેરૂઆદિ અર્થમાં ન ગયેલા પણ સ્વકાયમાં હૃદયાદિકમાં અતીવસંબદ્ધ મનને વિચારતા મનનો શેયસ્વકાય સ્થિત હૃદયાદિ સાથે સંબંદ્ધ પ્રાપ્તિરૂપ તે જોયસંબંધમાં વ્યંજનાવગ્રહ ઘટે છે. આમ, અપ્રાપ્ત અને પ્રાપ્તકારી બંને પ્રકારે મનનો વ્યંજનાવગ્રહ થાય જ છે ને?
ઉત્તર-૨૨૫ – (૧) પૂર્વપક્ષે આપેલા પ્રથમપક્ષનું પ્રતિવિધાન - આ બધું પોતાના અસત્યક્ષ-પરના સત્પક્ષવિષયથી ફેલાતા મહારાગ-દ્વેષગ્રહગ્રસ્ત મનની વિહ્વળતા સૂચક જાણવું. કેમકે-શ્રોત્ર-ધ્રાણ-રસન-સ્પર્શનેન્દ્રિય ચતુટ્યથી ગ્રાહ્ય શબ્દ-ગંધાદિ વિષયના સંબંધી વ્યંજનો એટલે કે શબ્દાદિ પરિણતદ્રવ્યોનું જે ઉપાદાન છે તે વ્યંજનાવગ્રહ અમને માન્ય છે એવું વિરોધિ પણ જાણે જ છે. પહેલાં પણ વારંવાર અમે કહ્યું જ છે. પણ તું કહે છે તે વ્યંજનાવગ્રહ નહિ.
પ્રશ્ન-૨૨૬ – તો પછી મનોદ્રવ્યો પણ મનના ગ્રાહ્ય થશે તો તેનો પણ શ્રોત્રાદિ જેમ વ્યંજનાવગ્રહ થશે એમાં અસંબદ્ધ શું છે?
ઉત્તર-૨૨૬ – તારી વાત બરાબર નથી. કેમકે, ચિંતા દ્રવ્યરૂપ મન અહીં લેવાનું નથી પરંતુ પ્રહ પૃઢતેવાતે શબ્દાર્થોિડબેનેતિ પ્રણમ્ લેવું. મનનું મેરૂશિખરાદિ ગ્રાહ્ય તો સુપ્રતીત જ છે. એથી તે કરણભૂત મનોદ્રવ્ય રાશિનો વ્યંજનાવગ્રહના અધિકારમાં શું અવસર છે ? કોઈ નહિ, ગ્રાહ્યવસ્તુના ગ્રહણમાં જ વ્યંજનાવગ્રહ થાય છે. મનોદ્રવ્યો ગ્રાહ્યરૂપતાથી ગ્રહણ થતા નથી પણ કરણરૂપે ગ્રહણ થાય છે તેથી તેનો વ્યંજનાવગ્રહ ન થાય. એટલે તમારી વાત અસંબદ્ધ છે. -
(૨) જે “રેરાળિયસ' ગાથા દ્વારા મનની પ્રાપ્યકારિતા કહી છે તે પણ બરાબર નથી, કેમકે, સ્વકાયહૃદયાદિક મનનો સ્વદેશ જ છે અને જે વસ્તુ જે દેશમાં રહે છે તેનાથી સંબદ્ધ જ હોય છે. તેમાં શું વિવાદ છે ? એવી કઈ વસ્તુ છે જે આત્મદેશથી અસંબદ્ધ છે ? એ પ્રમાણે પ્રાપ્યકારિતા માનતા તો સર્વ જ્ઞાન પ્રાપ્યકારી જ છે, તે બધું જીવથી સંબદ્ધ જ