________________
૧૧૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૩. દાંત - એક સાધુને દિવસે હાથીએ હેરાન કર્યો કોઈપણ રીતે ભાગીને ઉપાશ્રય આવ્યો હાથી ઉપર ગુસ્સો દુર ન થયો એમને એમ રાત્રે સુતો. મ્યાનદ્ધિનો ઉદય થયો. તેના ઉદયે વજઋષભનારાચ સંઘયણવાળાને વાસુદેવના અર્ધબળવાળો શાસ્ત્રમાં કહ્યો છે. એથી નગરના દરવાજા તોડીને મધ્યમાં જઈને હાથીને મારીને દાંત ખેંચી પોતાના ઉપાશ્રયના દ્વારે નાંખીને સુતો. સવારે સ્વપ્ર છે એમ આલોચના કરી, દાંત જોવાથી ત્યાનાદ્ધિનો ઉદય જાણ્યો. લિંગ લઈને સંઘે રવાના કર્યો.
૪. કર્કશશબ્દ - એક કુંભારે મોટા ગચ્છમાં દીક્ષા લીધી. એકવાર સુતેલા એને સ્યાનદ્ધિનો ઉદય થયો, એથી એ પહેલા જેમ માટીનાં પિંડો તોડતો હતો તેવા અભ્યાસથી જ સાધૂના માથા ફોડીને કબંધોની સાથે એકાંતમાં ફેંક્યાં તેથી બચેલા કેટલાક સાધુઓ ભાગી ગયા. સવારે સમ્યગુરીતે તેની બધી ચેષ્ટાઓ જાણી સંઘે તે રીતે જ તેને રવાના કર્યો.
૫. વટશાખા ભંજન :- કોઈ સાધુ બીજા ગામમાંથી ગોચરી લઇને પાછો ફર્યો. ગરમીથી થાકેલો, ભરેલા પાત્રવાળો, તરસ્યો, ભૂખ્યો, કાયાર્થી, માર્ગમાં રહેલો વટવૃક્ષની નીચે આવ્યો ત્યાં અત્યંત નીચે રહેલી તેની ડાળી સાથે માથું અફળાયું અત્યંત વેદના થઈ. ગુસ્સો શાંત થયા વિના સુતો, સ્વાદ્ધિના ઉદયે રાત્રે જઈને વટશાખા તોડીને ઉપાશ્રયના દરવાજે નાંખીને ફરી સુઈ ગયો. “સ્વપ્ર જોયું” એમ આલોચના કરતાં સ્યનાદ્ધિનો ઉદય જણાતાં લિંગ લઈને સંઘે રવાના કર્યો.
આ પ્રમાણે “fiતુ ને મને સંપન્ક નામો વ સિમિને વા' એ પૂર્વપક્ષની ગાથાનો પ્રથમાધ અપાત કરાયો હવે “સિદ્ધાર્થ નોમિ વિ' એ ઉત્તરાઈને ખંડિત કરતાં કહે છે જેમ દેહસ્થ એવી પણ આંખ “ચંદ્રમાં ગઈ” એવું લોક બોલે છે, તે સાચું નથી, કારણ એમ કરવાથી ચક્ષુની વહ્નિ આદિ દર્શનથી તસ્કૃત દાહાદિની આફત આવે તે જ પ્રકારે મનનું પણ આ રીતે રૂઢ છે કે “અમુત્ર વાત એ મન:
પ્રશ્ન-૨૨૪ – રૂઢિ પણ સત્ય હોય છે ને?
ઉત્તર-૨૨૪ – બધી રૂઢિ કાંઇ સાચી હોતી નથી “ટે વટે વૈશ્રવણશત્વરે ઘરે શિવઃા પર્વત પર્વતે રામઃ સર્વને મધુસૂવનઃ ” આવી અસત્ય રૂઢિઓ પણ દેખાય છે.
પ્રશ્ન-૨૨૫ – (૧) ભલેને મેરૂશિખરાદિ કે જલ-જ્વલનાદિ વિષયને ગ્રહણ ન કરે તો પણ મનનો વ્યંજનાવગ્રહ યોગ્ય છે. કેમકે“નમસંવેળસમો ૩વો' જે કારણથી
ચવાનો જ નાનાતિ' વગેરે વચનથી સર્વ છઘસ્થ ઉપયોગ અસંખ્ય સમયથી શાસ્ત્રમાં બતાવ્યો છે, એક-બે સમયનો નહિ. અને જે કારણથી તે ઉપયોગસંબંધિ અસંખ્ય સમયોમાં