________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૧૮
તેથી જેમ પ્રદીપનીય-શબ્દનીય વસ્તુ અપેક્ષાથી પ્રદીપ-શબ્દાભિધાનની પ્રવૃત્તિથી પ્રદીપશબ્દ અર્થોનું અપ્રદીપનં અશબ્દનં અયુક્ત છે. તેમ મનનું પણ મનનીય વસ્તુના મનનથી જ મનોભિધાન પ્રવૃત્તિથી તેનું અમનન યુક્ત નથી. જે કારણથી એ પ્રમાણે છે તેથી અસંકલ્પિત - અનાલોચિત વગેરે તે શબ્દાદિ વિષયભાવથી પરિણત દ્રવ્યરૂપ વ્યંજનોનું ગ્રહણ મનનું યોગ્ય નથી. પરંતુ, સંકલ્પિત એવા શબ્દાદિદ્રવ્યોનું ગ્રહણ જ યુક્ત છે. તેથી મનનો અનુપલબ્ધિ કાળ નથી એટલે વ્યંજનાવગ્રહ પણ નથી.
પ્રશ્ન-૨૩૦
તમારી કહેવાની યુક્તિઓથી જો ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારિ છે, તો આખાય ત્રિભુવનમાં રહેલી વસ્તુઓના જથ્થાને કેમ ગ્રહણ કરતી નથી. અપ્રાપ્યત્વના અવિશેષથી ? એને જ વ્યક્ત કરે છે - અપ્રાપ્ત છે વિષય જેનો તેનો ભાવ અપ્રાપ્તવિષયત્વ તે સામાન્ય હોતા છતાં જે આ કોઈક જ અર્થનું ગ્રહણ કરવું અને કોઇકનું અગ્રહણ કરવું તેનું કારણ શું ? અમને તો અહીં કોઈ કારણ લાગતું નથી તેથી હે આચાર્ય ! તે ચક્ષુના વિષયપરિમાણની અનિયત્યતા આવે છે. મનની જેમ અપ્રાપ્ત વિષયવાળી હોવાથી ચક્ષુના ગ્રાહ્ય વિષયનું પરિમાણ અપરિમિત-અનિયત છે. પ્રયોગ :- યપ્રાસવિષયં પરિધ્ધિનત્તિ, ન तस्य तत्परिमाणं युक्तं, यथा मनसः, अप्राप्तं च विषयमवगच्छति चक्षुः, तस्मान्न तस्य तत्परिमाणं युक्तम् ।
ઉત્તર- ૨૩૦ આ દૃષ્ટાંતમાં સાધ્યની વિકલતા છે - મનને દૃષ્ટાંત કરીને તમે અહીં સાધ્ય સાધો છો. તે બરાબર નથી. કેમકે, મનનો (અપ્રાપ્યકારીનો) તો વિષય નિયમ છે જ. કેમકે, તે બધા જ અર્થોમાં પ્રસરતું નથી. અર્થો અનંત છે એટલે કેટલાંક અર્થોમાં મતિ આસાનીથી પ્રવેશી શકતી નથી એ અર્થો કેવલજ્ઞાની આદિ ગમ્ય હોય છે. આવા ગહન અર્થોમાં કોઇપણ મન્દમતિવાળાનું મન મુંઝાય છે. એટલે તે ગહનભૂત કેવલીગમ્ય અર્થો હોતે છતે એ અર્થોને મનગ્રહણ કરતું નથી, ત્યાં અમે હવે તમને પુછીએ છીએ - અપ્રાપ્યકારિત્વ સામાન્ય હોવા છતાં પણ આ મન કયા કારણોથી અર્થોને ગ્રહણ નથી કરતું ? તેથી મનનું પણ વિષયપરિમાણ હોવાથી આગળની ગાથામાં કહેલું તમારૂં દૃષ્ટાંત સાધ્યવિકલ છે એ સિદ્ધ થયું.
-
પ્રશ્ન-૨૩૧
-
• તો પછી અર્થોનું અગ્રહણ કેવું ? જે કેટલાંક અર્થોને મન ગ્રહણ કરતું નથી તે તદાવરણકર્મના ઉદયથી કે સ્વભાવથી નથી કરતું એમ માનો ?
ઉત્તર-૨૩૧ આ તો ચક્ષુમાં પણ સમાન છે. કારણકે, તેનું અપ્રાપ્યકારિત્વ તુલ્ય છતે કર્મોદયથી કે તથા સ્વભાવથી કોઈક જ અર્થોને ગ્રહણ કરે છે બધા નહિ. આ રીતે ચક્ષુનું અપ્રાપ્યકારિત્વમાં અતિવ્યાપ્તિરૂપ પ્રાપ્યકારિવાદી એ જે દુષણ કહ્યું તે અપાસ્ત થાય
-