________________
૧૧૩
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૨૨૧ – હા જો, તે વ્યંજનાવગ્રહતા મનની હોય તો, પણ તે તેની નથી. પ્રશ્ન-૨૨૨ – તો તે કોની છે ?
ઉત્તર-૨૨૨ – તે તો ખરેખર પ્રાપ્યકારી એવા શ્રવણ-રસન-પ્રાણ-સ્પર્શનેન્દ્રિયની છે. કહેવાય છે કે સ્વાનષ્ક્રિનિદ્રાના ઉદયમાં નાટક-રંગમંચાદિમાં ગીતાદિ સાંભળનારને શ્રોત્રેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ હોય છે. કપૂરાદિ સુંઘતા ઘાણનો, માંસ-મોદકાદિ ખાવાથી રસનો, સ્ત્રીના શરીરાદિને સ્પર્શતા સ્પર્શનો વ્યંજનાવગ્રહ થાય છે. નયન-મનનો થતો નથી. વહ્નિ-છરી આદિ વિષયકૃત-દાહ-પાટનાદિ પ્રસંગથી તે બંનેમાં વિષય પ્રાપ્તિ નથી. વિષયપ્રાપ્તિ વિના વ્યંજનાવગ્રહ અસંભવ છે.
પ્રશ્ન-૨૨૩– સ્થાનષ્ક્રિનિદ્રાના ઉદયમાં સ્વપ્રની જેમ માનનારો કોઈ શું કાંઈપણ ચેષ્ટા કરે છે કે જેથી તેના કરવામાં વ્યંજનાવગ્રહ થાય?
ઉત્તર-૨૨૩ – આ વિષયમાં કેટલાંક ઉદાહરણો છે :
૧. માંસ :- કોઈ ગામમાં કોઈ કુટુંબી હતો તે માંસવૃદ્ધ કાચા, પાકાં, કેવલ તળેલાં અને શાકમાં નાંખેલા માંસ ખાય છે. એકવાર ગુણાતિશાયિ કેટલાક સ્થવિરોએ પ્રતિબોધ કરી અને દીક્ષા આપી. ગામે-ગામ વિચરતાં ક્યારેક કોઈ સ્થાનમાં કેટલાક માંસ લુબ્ધો દ્વારા કપાતો પાડો જોયો તેને જોઈને તેને માંસ ખાવાની ઇચ્છા થઈ. એ ઈચ્છા ખાતાં, ચંડિલ જાતાં, ચરમ સૂત્ર પૌરુષી, પ્રતિક્રમણ ક્રિયા રાત્રિપોરિષી કરતા છતાં નષ્ટ ન થઈ. વધુ શું કહેવું ? એ ઇચ્છાવાળો જ સુતો પછી ત્યાનદ્ધિનો ઉદય થયો ઊઠીને ગામની બહાર ભેંસોના ટોળામાં જઇને બીજા એક પાડાને મારીને તેનું માંસ ખાધું. બચેલું લાવીને ઉપાશ્રયની ઉપર નાંખીને સુઈ ગયો. સવારે ઉઠ્યો. “મેં આવું સ્વપ્ર જોયું” એમ ગુરૂ પાસે આલોચના કરી સાધુઓએ ઉપાશ્રય ઉપર તે માંસ જોયું. તેથી “આ સ્થાનદ્ધિના ઉદયવાળો છે” એમ જાણ્યું એટલે સંઘે લિંગ લઈને રવાના કર્યો.
૨. મોદક - કોઈ સાધુ ભિક્ષા માટે ફરતાં કોઈ ઘરમાં પટલકાદિમાં મૂકેલા ઘણા સુગંધિ સ્નિગ્ધ મધુર મોદકો જોયા. માર્ગમાં રહેલા તેણે તે લાંબો સમય જોયા. પણ એમાંથી કાંઈ પણ મળ્યું નહિ. ત્યારબાદ અવિચ્છિન્નઅભિલાષવાળો તે સુઈ ગયો. ત્યાનદ્ધિ નો ઉદય થતાં રાત્રિમાં તેના ઘરે જઈ કબાટો તોડીને સ્વેચ્છાએ મોદકો ખાઈને બચેલા પાત્રામાં નાંખીને ઉપાશ્રયે આવીને પાત્રા સ્થાને મૂકીને સુઈ ગયો. ઊઠીને તર્થવ ગુરૂ પાસે આલોચના કરી. પડિલેહણા સમયે પાત્રો જોતાં સાધુએ પાત્રામાં તે લાડુઓ જોયા. ગુરુએ એનો સ્વાનદ્ધિનો ઉદય જાણ્યો એટલે એજ રીતે સંઘે લિંગ પારાચિક આપી એને પણ રવાના કર્યો.
ભાગ-૧/૯