________________
૧૧૧
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૨૧૫ – સ્વપ્રમાં અનુભવેલી ક્રિયાનું ફળ જાગૃત અવસ્થામાં પણ થાય જ છે ને? જેમકે - સ્વપ્રમાં પણ સુરતક્રિયાનો અર્થી પુરુષ સ્ત્રીની સાથે સંગમક્રિયા કરે છે. અને તેનાથી થતો શુક્રપુગલ-વીર્યનો નિસર્ગ સ્વપ્રમાં અનુભવેલી કામ ક્રિડાના ફળરૂપ જાગેલા એવા પણ કોઈને પ્રત્યક્ષ જ દેખાય છે. તેના દેખાવાથી સ્વપ્રમાં કરેલી સ્ત્રી સંભોગક્રિયાનું અનુમાન કરાય છે. તે આ રીતે - યત્ર વિસર્જાતંત્ર યોપિન્ટ્સના ભવિતવ્યમ, યથા વીસમવનાનો, તથા સ્વને, તોડ્યાપિ યોજિત્રા વિતવ્યમ, આમ, સ્વપ્નમાં થયેલ સ્ત્રી સંગમના ફળસ્વરૂપ વીર્ય વિસર્ગ જાગૃત થયા પછી પણ જણાય છે. એ રીતે મનની પ્રાપ્યકારિતા કેમ ન થાય?
ઉત્તર-૨૧૫ – ભલે, યોષિત સંગમ રૂપ સાધ્યમાં તમે વ્યંજનવિસર્ગરૂપ હેતુ બતાવ્યો પણ એ હેતુ ય એકાંતિક નથી કારણકે, સ્વપ્રમાં થતો વ્યંજન વિસર્ગ તે તેની પ્રાપ્તિ સિવાય (સ્ત્રી પ્રાપ્તિ) પણ “તે કામિનિ ને હું એવું છું' એવા સ્વમતિ ઉત્નેક્ષિત તીવ્ર અધ્યવસાયથી કરાયેલો જાણવો. જેમકે જાગતો પણ તીવ્રમોટવાળો પ્રબળ વેદોદયયુક્ત હોય એવો કામિની ને મરતો પ્રત્યક્ષની જેમ જોતો બુદ્ધિથી ભોગવેલી માનતો જે તીવ્ર અધ્યવસાય છે તેનાથી જે રીતે વીર્ય નિસર્ગ થાય છે તેમ સ્વપ્રમાં પણ સ્ત્રીની પ્રાપ્તિ વિના પણ સ્વયં ઉન્મેક્ષિત તીવ્ર અધ્યવસાયથી થતો વીર્યવિસર્ગ માનવો. નહિ તો તત્કણે જ જાગેલો એવો તે પાસે પ્રિયતમાને પ્રાપ્ત કરે અને તત્કૃત સ્વપ્રમાં પ્રાપ્ત એવા નખ-દાંત-પદાદિને જોવે પણ એમ થતું નથી તેથી હેતુ અનૈકાન્તિક છે. હેતુમાં વ્યાભિચાર આવે છે. અને બીજી વાત - સ્વપ્રમાં સંભોગક્રિયાદિથી થતો જે વીર્યનિસર્ગ છે તે જો સ્ત્રી પ્રાપ્તિમાં અવ્યાભિચારિ હોય તો સંભોગ દ્વારા ભોગવેલી યુવતિને પણ મેં અમુક સાથે સંભોગક્રિયા અનુભવી “એવી સુરત પ્રતીતિ થાય તથા રતિ સુખ અને ગર્ભાધાનાદિ પણ થાય, આદિ શબ્દથી પેટની વૃદ્ધિ-દોહદ, પુત્રજન્માદિ થવું જોઈએ પણ એ તો તેને થતા નથી. તેથી, તે સ્વપ્રમાં કરેલી સંભોગક્રિયા નિષ્ફળ જ છે. અને સ્ત્રીને ભોગવવા દ્વારા ઉત્પન્ન થતા વિશિષ્ટ એવા ગર્ભાધાનાદિ ફળના અભાવથી કહેવાય છે. કે સ્વપ્રમાં સ્ત્રી પ્રાપ્તિપૂર્વકની વિશિષ્ટ સંભોગક્રિયા નથી કે તેનું ગર્ભાધાનાદિ વિશિષ્ટ ફળ નથી. ત્યાં જે તીવ્રવેદોદયથી પ્રગટ થયેલી કામક્રીડા છે તે માત્ર વીર્યનિસર્ગ રૂપ ફળથી જ સામાન્ય ફળવાળી છે, પણ ગર્ભાધાનાદિરૂપ વિશિષ્ટ ફળવાળી નથી. એટલે એની અપેક્ષાએ આ ક્રિયા નિષ્ફળ છે એમ કહેવાય છે. આ રીતે, યથોક્ત વિશિષ્ટફળના અભાવે અને ફળમાત્રથી સ્ત્રી પ્રાપ્તિની અસિદ્ધિથી મન પ્રાપ્યકારી નથી બનતું.
પ્રશ્ન-૨૧૬ – સ્વ. પણ કોઈને સત્યફળવાળું દેખાય છે જેમકે જેણે જે પ્રકારે રાજ્યલાભાદિ જોયું છે તેને તે રીતે તે ફળે છે. તો કેમ સ્વપ્રમાં ઉપલબ્ધ મનનું મેરૂગમનાદિ સત્ય ન મનાય ?