________________
૧૧ ૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૨૧૬ – આ ઉપાલંભ યુક્ત નથી. સ્વપનું સત્યપણું અમે સર્વથા નિષેધ્યું નથી. પ્રશ્ન-૨૧૭ – તો શેનો નિષેધ કરો છો?
ઉત્તર-૨૧૭ – સ્વપ્રમાં મેરૂગમનાદિ ક્રિયા, માર્ગશ્રમ-કુસુમપરિમલ આદિ ક્રિયાઓ આ બંનેનો અમે પૂર્વોક્ત યુક્તિથી સત્યતયા નિષેધ કરીએ છીએ. પ્રશ્ન-૨૧૮ – તો એવું શું છે કે જેનો તમે સ્વપમાં નિષેધ કરતા નથી?
ઉત્તર-૨૧૮ – સ્વપ્રમાં જે જિનસ્નાત્ર દર્શનાદિ જ્ઞાન છે અને જાગતા જે તેનું હર્ષાદિ ફળ છે તે અનુભવસિદ્ધ હોવાથી તેને કોણ નિવારી શકે ? તથા જે ભવિષ્યના ફળની અપેક્ષાએ સ્વપ્રનો નિમિત્ત ભાવ છે તેને કોણ રોકે ? અને તેનાથી થનારા ફળને પણ કોણ નિવારે ? એજ રીતે મેરૂગમન આદિ ક્રિયા યુક્તિથી બંધ બેસતી નથી. તેનો નિષેધ કરીએ છીએ કેમકે, એ વિજ્ઞાનો યુક્તિથી પણ ઘટતાં નથી. આ બધી માન્યતાઓ છતાં મન પ્રાપ્યકારી છે એવું કાંઈ સિદ્ધ થતું નથી.
પ્રશ્ન-૨૧૯ – સ્વપ્રનો નિમિત્તભાવ કેમ નિવારી ન શકાય?
ઉત્તર-૨૧૯ – શાસ્ત્ર અને લોકમાં પણ પ્રસિદ્ધ એવા સ્વગત નિમિત્તો જે ભવિષ્યમાં થનારા શુભાશુભ ફળને જણાવે છે, તે કાયિક – બાહુઆદિમાં શરીરની સ્કૂરણા ભવિષ્યના શુભાશુભ ફળને જણાવે છે, વાચિક-અચાનક બોલાયેલું કોઈનું નામ લીધું ને આવી જાય તે. માનસ-સ્વપ્રમાં થાય છે આ બધા નિમિત્તો લોક-શાસ્ત્ર પ્રસિદ્ધ અને યુક્તિયુક્ત છે તેથી તેનો નિષેધ ન કરી શકાય.
પ્રશ્ન-૨૦– મ્યાનષ્ક્રિનિંદ્રામાં રહેલ હાથીના દાંતને ખેંચવામાં પ્રવૃત્ત થયેલાને સ્વપ્રમાં મન પ્રાપ્યકારી છે. તે પૂર્વકનો વ્યંજનાવગ્રહ સિદ્ધ થાય છે. જેમકે - તે અવસ્થામાં તે એવું માને છે કે હાથીના દાંત ખેંચવાદિ આ બધું હું સ્વપમાં જોઉં છું એટલે એ સ્વપ્ર છે એમ માનીને મનોવિકલ્પ પૂર્વકની દાંત ખેંચી કાઢવા આદિની ક્રિયા એ કરે છે, એટલે મનની પ્રાપ્યકારિતા અને તપૂર્વક મનનો વ્યંજનાવગ્રહ થતો તમે કેમ રોકી શકશો?
ઉત્તર-૨૨૦ – સ્થાનધિનિંદ્રાના ઉદયમાં વર્તમાન જીવનો ઉપર કહેલી ઉક્તિઓથી સ્વપ્રાવસ્થામાં પણ વિષયપ્રાપ્તિના અભાવે મનનો વ્યંજનાવગ્રહ નથી. ભલેને માંસભક્ષણદંતકર્ષણાદિ કરતો ગાઢનિદ્રાના ઉદયથી પરવશ થવાથી સ્વપ્રની જેમ માનનારની વ્યંજનાવગ્રહતા ભલે થાય અને એનો નિષેધ કરતા નથી.
પ્રશ્ન-૨૨૧ – તો તો પછી અમારું ઇચ્છિત સિદ્ધ થયું ને?