________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. તેથી, સુપ્તાવસ્થામાં પણ મન અન્યત્ર જતું નથી, દેહગમન દર્શનથી એનો વ્યાભિચાર આવે છે.
૧૧૦
પ્રશ્ન-૨૧૩ – કોઈને સ્વપ્ર આવ્યું હવે જાગ્યા પછી તેના મુખ પર હર્ષ-શોકાદિ સ્પષ્ટ દેખાય છે તો જે હર્ષ-વિશાદાદિ છે તે કેવા છે ? સ્વપ્રમાં જિનસ્નાત્ર દર્શનાદિમાં જે સુખ અનુભવ્યું, ઇચ્છિત લાભ ન થવાદિમાં જે દુઃખ અનુભવ્યું. તે બંનેના વિષયમાં યથાસંખ્ય જે રાગ-દ્વેષના ચિહ્નો છે આદિ શબ્દથી ઉન્માદ-માધ્યસ્થ વગેરેનું ગ્રહણ કરવું આવા લિંગોથી જાગેલાને અનુગ્રહ-ઉપઘાત દેખાય છે. એટલે તમારો આપેલો હેતુ અસિદ્ધ છે, (અનુપ્રશ્નોપધાતાનુપત્નમ્માત્) દા.ત. - “દર્શન કરવા યોગ્ય એવા જે પ્રભુ સ્મરણ માત્રથી પણ જીવોનાં મોટા ભયોને દૂર કરે છે એવા ત્રિભુવન પૂજિત પાર્શ્વનાથ પ્રભુને મેરુ પર્વત પર બત્રીશ ઇન્દ્રો વડે પરસ્પર સ્પર્ધાથી સ્નાન કરાવાતા બાલ્યાવસ્થાનાં સ્વપ્નમાં મેં આજ આંખથી જોયા તેથી મારાથી પણ આ આંખો ધન્ય છે કે જેણે તે પ્રભુને સાક્ષાત્ જોયા’’ એવા પ્રકારનો હર્ષ એ સ્વપ્નમાં અનુભવેલા સુખના રાગનું ચિહ્ન છે, તથા “જ્યાં પરમાત્મા બિરાજમાન થયેલા છે એવા દેવ-દેવેન્દ્રોથી શોભિત સમવસરણની ભૂમિમાં હું જ્યાં પ્રવેશું છું ત્યાં મારી ઊંઘ ઊડી ગઈ” વગેરે પ્રકારનો વિષાદ એ સ્વપ્નાનુભૂત દ્વેષનું ચિહ્ન છે. આ રીતે મન દ્વારા જ હર્ષ-શોકની અનુભૂતિ થઇ ને ?
ઉત્તર-૨૧૩ – અમે પણ સ્વપ્રમાં થતા સુખાનુભવાદિ વિષય વિજ્ઞાનથી ઉત્પન્ન થતા હર્ષ-શોકાદિનો વિરોધ કરતા નથી. તેમને રોકતા નથી. જેમકે જાગૃત અવસ્થામાં થતા હર્ષાદિ, તે આ રીતે - જાગૃતાવસ્થામાં કેટલાંક પોતાને અનુભુત સુખાદિના અનુભવાદિ જ્ઞાનથી ખુશ થાય છે કે દુઃખી થાય છે. એટલે દૃષ્ટ વસ્તુનો નિષેધ ન કરી શકાતો હોવાથી અમે સ્વપ્ર વિજ્ઞાનથી પણ તેના નિષેધને કહેતા નથી.
પ્રશ્ન-૨૧૪ – તો તમે શું કહો છો ?
ઉત્તર-૨૧૪ જે ભોજનાદિ ક્રિયાનું તૃપ્તિ આદિ ફળ છે. તે સ્વપ્ર વિજ્ઞાનથી થતું નથી, એમ અમારૂં કહેવું છે. તે ક્રિયાનું ફળ ત્યાં તૃપ્તિ - ભૂખ નાશરૂપ, મદ = સુરાપાનાદિ જનિત વિક્રિયા રૂપ વધ = શિરચ્છેદાદિથી થતી પીડા સ્વરૂપ, બન્ધ બેડી આદિ માં બંધનનો સ્વભાવ. આદિ શબ્દથી પાણી-અગ્નિઆદિમાં પ્રવેશથી કલેદ-દહનાદિ જો આ તૃપ્તિઆદિ સ્વરૂપ ભોજનાદિ ક્રિયાફળ સ્વપ્ર વિજ્ઞાનથી થાય તો મનની વિષય પ્રાપ્તિરૂપ પ્રાપ્યકારિતા થાય તે બરાબર છે પણ એવું તો છે નહિ, કેમકે આવી રીતનું કાંઇપણ ઉપલબ્ધ થતું નથી. માટે મન પ્રાપ્યકારી થતું નથી.
-
=